Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલવે પુલ પર ટ્રેકમાં ઊંટ ફસાતા 2 ટ્રેન રદ-4 લેઇટ:4 કલાકે દોરડા-પટ્ટા બાંધી ક્રેનથી ઊંચકી રેસ્ક્યૂ; પોરબંદરમાં હજારો મુસાફરો રઝળ્યા

    1 day ago

    વાંસજાળીયા-રાણાવાવ સેક્શન વચ્ચે ટ્રેક પર આવી ગયેલા ઊંટને આશરે ચાર કલાકની કવાયત બાદ સવારે સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે. વહેલી સવારે આશરે 4:45 વાગ્યે બનેલી આ ઘટનામાં સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના લોકો પાઇલટે સમયસૂચકતા અને ત્વરિત કાર્યવાહી દાખવીને ટ્રેનને સમયસર રોકી લેતાં મોટી હોનારત ટળી હતી. ઘટના બાદ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓએ સંકલિત પ્રયાસો હાથ ધરીને ટ્રેક પર ફસાયેલા ઊંટને હેમખેમ બહાર કાઢ્યું હતું, જેના પગલે ખોરવાયેલો રેલ વ્યવહાર પુનઃ રાબેતા મુજબ શરૂ થયો હતો. વાંસજાળીયા-રાણાવાવ રેલખંડ પર ઊંટ ટ્રેક પર ફસાતાં ટ્રેન રોકાઈ હતી ટ્રેક પર એક ઊંટ બેસી ગયું હોવાની જાણ ટ્રેન નંબર 19015 સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (દાદર-પોરબંદર)ના લોકો પાઇલટ દ્વારા કરવામાં આવી હતી. લોકો પાઇલટે ત્વરિત સમયસૂચકતા દાખવીને ટ્રેનને તાત્કાલિક રોકી દીધી હતી. ઊંટ રેલવેના પાટા વચ્ચે ફસાયેલું હોવાથી તેને સુરક્ષિત રીતે ટ્રેક પરથી હટાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું.આ ઘટનાને કારણે આ રૂટ પરનો રેલવે વાહનવ્યવહાર તાત્કાલિક અસરથી થંભી ગયો હતો. બનાવ અંગે જાણ થતાં જ રેલવે તંત્ર અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જુઓ ઊંટને રેસ્ક્યૂ કરવાના ભારે જહેમત ભર્યા દ્રશ્યો ક્રેન વડે બચાવ કામગીરી હાથ ધરાઈ પુલ પર ફસાયેલા ઊંટને સુરક્ષિત બહાર કાઢવા માટે ક્રેન અને બચાવ સાધનોની મદદ લેવામાં આવી હતી. રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે અને પરિસ્થિતિ ઝડપથી સામાન્ય બનાવવા ભારે જહેમત આદરી હતી અનેક એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો અટવાઈ ટ્રેક પર ઊંટ ફસાવાના કારણે પોરબંદર-સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (મુંબઈ), પોરબંદર-રાજકોટ અને પોરબંદર-ભાવનગર ટ્રેન રોકી દેવાઈ હતી. આ રૂટ પરથી પસાર થતી તમામ પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનોને વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવામાં આવી હતી. ટ્રેનો અટકાવાતા મુસાફરોને ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    નેપાળ પૂરમાં ફસાયેલા 300 ભારતીયો હજુ પણ ગુમ:મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, અત્યાર સુધીમાં 210 લોકોના જીવ ગયા; 1500 લોકોની શોધખોળ
    Next Article
    43 ગુજરાતીઓ નીકળ્યા'ને નેપાળમાં ભયંકર દુર્ઘટના સર્જાઈ:કચ્છના ટુર ઓપરેટરે કહ્યું- 'થોડું મોડું થયું હોત તો અમે પણ ભોગ બન્યા હોત', આંખમાં આંસુ સાથે પ્રવાસીઓ ચીન પહોંચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment