Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળ પૂરમાં ફસાયેલા 300 ભારતીયો હજુ પણ ગુમ:મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, અત્યાર સુધીમાં 210 લોકોના જીવ ગયા; 1500 લોકોની શોધખોળ

    2 days ago

    નેપાળ-તિબેટ સરહદ પર બુધવારે સવારે અચાનક આવેલા પૂરને કારણે 210 લોકોના મોત થયા. જ્યારે 1500 થી વધુ લોકો હજુ પણ ગુમ છે. નેપાળમાં 826 લોકો હજુ પણ ગુમ છે. નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલના જણાવ્યા અનુસાર, તેમાં 300થી વધુ ભારતીયો છે. તિબેટમાં 550થી વધુ લોકોનો કોઈ પત્તો નથી. ચીનની સરકારી વેબસાઇટ CCTVએ આ માહિતી આપી છે. રાહત અને બચાવ ટીમો ખરાબ હવામાન અને તૂટેલા રસ્તાઓ વચ્ચે કાટમાળ નીચે દટાયેલા લોકોની શોધ કરી રહી છે. નેપાળી સેનાએ રસુવાના ટિમુરેથી આજે સવારે 116 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. જેમાં 95 નેપાળી અને 21 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. પૂરનું પાણી લગભગ 30 ફૂટ સુધી ઉપર આવી ગયું હતું. તેજ પ્રવાહમાં ઘરો, ગાડીઓ અને સરકારી માળખાં તણાઈ ગયા. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે પૂર પહેલા ભૂકંપ આવ્યો હતો, પરંતુ અમેરિકી જિયોલોજિકલ સર્વે અનુસાર ચીન તરફ લ્હેંદે નદીમાં પહાડનો મોટો હિસ્સો ખસીને પડ્યો હતો. આ જ ભૂસ્ખલનને કારણે 5.2 તીવ્રતાના ભૂકંપ જેવો આંચકો અનુભવાયો. ત્યારબાદ લ્હેંદે નદીમાંથી પાણી અને કાટમાળનો પ્રવાહ ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં પહોંચ્યો, જેના કારણે પૂર આવ્યું. પ્રવાહ એટલો તેજ હતો કે લોકોને અને કાટમાળને લગભગ 150 કિલોમીટર દૂર ચિતવન સુધી વહાવી ગયો, જ્યાં અત્યાર સુધીમાં 33 મૃતદેહો મળી આવ્યા છે. નેપાળમાં આવેલા પૂરની 7 તસવીરો નેપાળના ત્રિસુલી બજારમાં બુધવારે સવારે 9 વાગ્યે અચાનક નદીમાં પૂર આવ્યું. તિબેટથી આવેલું પૂરનું પાણી નેપાળના રસૂવા જિલ્લામાં ઘૂસ્યું તો આસપાસના વૃક્ષોને પોતાની ઝપેટમાં લઈ લીધા. રસૂવામાં પૂરના કારણે એક પુલ પણ તણાઈ ગયો. ઘણા ઘરો પણ પૂરની ઝપેટમાં આવીને તબાહ થઈ ગયા છે. રસુવા જિલ્લાની ખીણ સાથે જોડાયેલા ગામો સંપૂર્ણપણે પૂરની ઝપેટમાં આવી ગયા છે. રસુવામાં એક હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પણ તણાઈ ગયો. નેપાળમાં પૂરના કારણે રસ્તાઓ અને પુલ તણાઈ ગયા. પળેપળની અપડેટ્સ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    राखी पर मिठाइयों का ओवरडोज पड़ सकता है महंगा, फैटी लिवर और ब्लड शुगर पर रखें नजर
    Next Article
    રેલવે પુલ પર ટ્રેકમાં ઊંટ ફસાતા 2 ટ્રેન રદ-4 લેઇટ:4 કલાકે દોરડા-પટ્ટા બાંધી ક્રેનથી ઊંચકી રેસ્ક્યૂ; પોરબંદરમાં હજારો મુસાફરો રઝળ્યા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment