Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અશાંતધારો લાગુ હોવા છતાં ગેરકાયદેસર વસવાટ અને મિલકતોના સોદા:દેવબાગ અને વિજયરાજનગરમાં અશાંત ધારાના ભંગ અને ગેરકાયદેસર કબજા સામે સ્થાનિકોની કલેક્ટર સમક્ષ રજૂઆત

    1 day ago

    ભાવનગર શહેરના દેવબાગ અને વિજયરાજ નગર વિસ્તારમાં 'અશાંત ધારો' લાગુ હોવા છતાં નિયમોના ભંગ અને ગેરકાયદેસર વસવાટને લઈને સ્થાનિક રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. આ અંગે દેવબાગ સોસાયટીના પ્રમુખ જશપાલસિંહ ગોહિલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ હોવા છતાં હિન્દુઓની માલિકીના પ્લોટ, મકાન અને ફ્લેટોમાં મુસ્લિમ પરિવારો ગેરકાયદેસર રીતે રહેતા હોવાની ફરિયાદો સામે આવી છે દેવબાગ વિસ્તારમાં દેવનાથ મહાદેવનું મંદિર આવેલું હોવાથી ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે અગાઉ પણ મામલતદાર અને પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને મિલકતોના સોદા અટકાવવા માંગ કરવામાં આવી હતી. તેમ છતાં કેટલાક પ્લોટોના વ્યવહારો થયા હોવાનો આક્ષેપ કરાયો છે, સ્થાનિકોએ પ્લોટ નંબર અને લોકેશન સાથે કલેક્ટર સમક્ષ સ્થળ તપાસ કરાવવા અને ગેરકાયદે રહેતા લોકો સામે કાયદેસરની એફ.આઈ.આર. નોંધી તેમને ત્યાંથી ખસેડવાની માંગ કરી છે. જો વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલનાત્મક પગલાં ભરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.. વર્ડ વડવા 'અ' ના વિજયરાજ નગરના રહેવાસી અર્જુનસિંહ અરુણસિંહ જાડેજાએ આ બાબતે ઉમેર્યું હતું કે, ડેરી રોડ પર અમારા વિસ્તારમાં અશાંત ધારાનો કાયદો લાગુ થયા બાદ પણ નવા બાંધકામ તરીકે ફ્લેટ 2 BHK કે 3 BHK ની સ્કીમ મૂકવાની તૈયારી કરવામાં આવી રહી છે આ અંગે અગાઉ મામલતદાર અને એસ.ડી.એમ.ને અરજી પહોંચાડવામાં આવી હતી. આ પ્રકારની ગતિવિધિઓનો વિરોધ કરવા માટે આજે દેવબાગ અને વિજયરાજનગરના રહીશો દ્વારા એસ.ડી.એમ. અને કલેક્ટર સમક્ષ રૂબરૂ ઉપસ્થિત રહીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે...
    Click here to Read More
    Previous Article
    43 ગુજરાતીઓ નીકળ્યા'ને નેપાળમાં ભયંકર દુર્ઘટના સર્જાઈ:કચ્છના ટુર ઓપરેટરે કહ્યું- 'થોડું મોડું થયું હોત તો અમે પણ ભોગ બન્યા હોત', આંખમાં આંસુ સાથે પ્રવાસીઓ ચીન પહોંચ્યા
    Next Article
    શ્રાવણી પૂનમે બ્રાહ્મણોએ નવી જનોઈ ધારણ કરી:જૂનાગઢમાં બ્રહ્મસમાજ દ્વારા શ્રાવણી પૂનમની ભાવપૂર્વક ઉજવણી: દામોદર કુંડ ખાતે હેમાદ્રી સ્નાન અને ઋષિ પૂજન સાથે નવી યજ્ઞોપવીત ધારણ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment