Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણી પૂનમે બ્રાહ્મણોએ નવી જનોઈ ધારણ કરી:જૂનાગઢમાં બ્રહ્મસમાજ દ્વારા શ્રાવણી પૂનમની ભાવપૂર્વક ઉજવણી: દામોદર કુંડ ખાતે હેમાદ્રી સ્નાન અને ઋષિ પૂજન સાથે નવી યજ્ઞોપવીત ધારણ કરાઈ

    2 days ago

    ​જૂનાગઢમાં શ્રાવણ સુદ પૂનમના પવિત્ર અવસરને બ્રહ્મસમાજ દ્વારા અત્યંત શ્રદ્ધા અને ભાવઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો છે. બ્રાહ્મણો માટે આ દિવસ દિવાળી સમાન મહત્ત્વનો ગણાય છે. આ પવિત્ર દિવસે બ્રહ્મસમાજના લોકો એકત્રિત થઈને વૈદિક મંત્રોચ્ચાર સાથે જૂની જનોઈ બદલીને નવી યજ્ઞોપવીત ધારણ કરે છે. સમગ્ર વર્ષ દરમિયાન માત્ર આજના દિવસે જ વિશેષ રૂપે હેમાદ્રી પ્રાયશ્ચિત વિધિ કરવામાં આવે છે. હેમાદ્રી સ્નાન સંપન્ન થયા બાદ સૂર્યોપસ્થાન, દેવ-ઋષિ-મનુષ્ય અને પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે, જેનાથી પિતૃઓની અક્ષય તૃપ્તિ થાય છે. ​ત્યારબાદ ધાર્મિક વિધિ વિધાન મુજબ પ્રથમપૂજ્ય ગણપતિ દાદાની પૂજા, કળશ પૂજા તથા અરૂંધતી સહિત કશ્યપ આદિ સપ્તઋષિઓનું શાસ્ત્રોક્ત પૂજન કરવામાં આવે છે. આ પ્રસંગે બ્રાહ્મણો દ્વારા પોતાના પિતૃઓના શ્રેય અર્થે યજ્ઞોપવીતનું દાન પણ કરવામાં આવે છે. યજ્ઞોપવીતના નવ તંતુઓમાં બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને નાગાદિ દેવોનું આહ્વાન તથા વિધિવત્ પૂજન કરવામાં આવે છે. આ તમામ વૈદિક પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી જ બ્રાહ્મણો નવી યજ્ઞોપવીત ધારણ કરે છે. ​જૂનાગઢ ગિરનારા જ્ઞાતિના ગોર કેતનભાઈ જોશીએ આ પર્વનું ધાર્મિક મહત્ત્વ જણાવતા કહ્યું હતું કે આજના શ્રાવણ સુદ પૂનમના પવિત્ર દિવસે બ્રાહ્મણો માટે આ વર્ષનો સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ દિવસ છે. નવી જનોઈ ધારણ કર્યા બાદ તમામ બ્રાહ્મણો પોતાના ઇષ્ટદેવ શ્રી રાધા દામોદર બલદેવજી તથા ઘરના વડીલોના આશીર્વાદ લઈને ભગવાનને નમ્ર વંદન કરે છે. ​ આ પર્વને નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્રાહ્મણો માટે આનાથી વિશેષ કોઈ તહેવાર ન હોઈ શકે, આ સાચા અર્થમાં બ્રહ્મસમાજ માટે દિવાળી સમાન મહાપર્વ છે. ઋષિ તર્પણ અને ધાર્મિક વિધિઓ સાથે સંપન્ન થયેલા આ તહેવારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું
    Click here to Read More
    Previous Article
    અશાંતધારો લાગુ હોવા છતાં ગેરકાયદેસર વસવાટ અને મિલકતોના સોદા:દેવબાગ અને વિજયરાજનગરમાં અશાંત ધારાના ભંગ અને ગેરકાયદેસર કબજા સામે સ્થાનિકોની કલેક્ટર સમક્ષ રજૂઆત
    Next Article
    નેપાળ પૂર: મહીસાગર તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર:નેપાળમાં ફસાયેલા નાગરિકોની મદદ માટે તંત્રનો નિર્ણય; જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે જાહેર કર્યા નંબરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment