Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ શહેરમાં IOC ના 7 પેટ્રોલ પંપ બંધ:યુધ્ધ વચ્ચે પેટ્રોલ - ડિઝલની સપ્લાય ચેનમાં મૂશ્કેલી : એસોસિએશનની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત

    5 days ago

    ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો રેગ્યુલર પૂરો પાડવા માટે પેટ્રોલ - ડીઝલ ડીલર એસોસિએશન દ્વારા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરી હતી. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના 1000 થી વધુ પેટ્રોલ પંપના પ્રતિનિધિઓએ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો પૂરો પાડવા માટેની માંગ કરવામાં આવી હતી. આ વચ્ચે રાજકોટ શહેરમાં IOC ના 7 પંપ તેમજ નાયરા અને રિલાયન્સના પંપ બંધ હોવાનું જાહેર થયુ છે. રજાઓને કારણે સપ્લાય ચેનમાં થોડી સમસ્યા થઈ હોવાનું સામે આવ્યું છે જોકે એક અઠવાડિયામાં પરિસ્થિતિ પૂર્વવત થઈ જશે તેવી ખાતરી મળતા એસોસિએશનના પ્રતિનિધિઓએ લોકોને કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવાની અપીલ કરી છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ ડીલર એસોસિએશનના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર - કચ્છમાં IOC સાથે સંકળાયેલા 1000 થી વધુ પેટ્રોલ પંપ છે. જ્યાંથી પેટ્રોલ અને ડીઝલનો રેગ્યુલર જથ્થો મળતો નથી. જે મામલે એસોસિએશન દ્વારા આઈ.ઓ.સી કંપની ખાતે રજૂઆત કરવા આવ્યા છીએ. આઈ.ઓ.સી. અધિકારીઓને રેગ્યુલર જથ્થો મળતો રહે તે માટે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. જોકે હાલ કોઈ પણ પ્રકારની અછત નથી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત બાદ તેમણે જણાવ્યુ હતુ કે, IOC દ્વારા ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં એક સાથે એક ડીલર 20000 લિટર પેટ્રોલ કે ડીઝલનો જથ્થો ન ઉપાડી શકે તો બે ડીલર જથ્થો ઉપાડી શકશે. જોકે સપ્લાય મળતી રહેશે જેથી કોઈને પણ તકલીફ પડવા નહીં દે તેવી ખાતરી આપવામાં આવી છે. અગાઉ જેબ બ્લોકેજ હતા તે દૂર કરવામાં આવ્યા છે હવે કોઈ બ્લોકેજ નથી. ડીલરો પોતાની જરૂરિયાત પ્રમાણે માલ મંગાવી શકશે. જે કંઈ પણ પ્રોબ્લેમ થયો છે તે રજાને કારણે થયું છે અને આગામી આઠ દિવસમાં તે ક્લિયર થઈ જશે. આ સાથે જ જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરું પાડવામાં 57% નો હિસ્સો IOC નો છે. રાજકોટ શહેરમાં IOC ના 7 જેટલા પેટ્રોલ પંપ બંધ છે જ્યારે અન્ય શહેરમાં 2 જેટલા પેટ્રોલ પંપ બંધ છે. પેટ્રોલમાં હાલ કોઈ તકલીફ નથી ડીઝલની વાત કરવામાં આવે તો નાયરા ના વધારે પેટ્રોલ પંપ બંધ છે અને રિલાયન્સના પણ અમુક પંપ બંધ છે. જે લોકો ડાયરેક્ટ કંપની પાસેથી જથ્થો લેતા હતા તેમાં રૂ.22 નો વધારો કરવામાં આવેલો છે જેનો લોર્ડ રિટેલ આઉટલેટ પર પડ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રનવે પર ફાયર ટ્રક સાથે અથડાઇ એર કેનેડાની ફ્લાઇટ, VIDEO:4 ઘાયલ, ટ્રાફિક કંટ્રોલર બૂમો પાડતો રહ્યો- સ્ટોપ...સ્ટોપ...; ફ્લાઇટના આગળનાં ભાગનો બુકડો
    Next Article
    ગુજરાતમાં ડિજિટલ ક્રાંતિ, ઇ-નગરની જોરદાર સફળતા:2025-26માં 18 લાખ ટ્રાન્ઝેક્શન અને 1,031 કરોડની કમાણી સાથે નાગરિકોની સુવિધા વધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment