Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં ડિજિટલ ક્રાંતિ, ઇ-નગરની જોરદાર સફળતા:2025-26માં 18 લાખ ટ્રાન્ઝેક્શન અને 1,031 કરોડની કમાણી સાથે નાગરિકોની સુવિધા વધી

    5 days ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં ડિજિટલ પરિવર્તનનો એક નવો અધ્યાય શરૂ થયો છે. ટેક્નોલૉજીના અસરકારક ઉપયોગ દ્વારા દરેક નાગરિકનું જીવન સરળ બને એ ઉદ્દેશથી તેમણે ડિજિટલ ઇન્ડિયા મિશન શરૂ કર્યું હતું. આજે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને નાગરિક-કેન્દ્રિત ગવર્નન્સ નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા સંચાલિત 'ઇ-નગર પોર્ટલ' હવે શહેરીજનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. એક જ પ્લેટફોર્મ પર 52થી વધુ સેવાઓ નગરપાલિકાની વિવિધ સેવાઓને એકીકૃત કરવાના હેતુથી શરૂ કરાયેલા આ પોર્ટલ પર નાગરિકોને અનેક સુવિધાઓ આંગળીના ટેરવે મળે છે. ફરિયાદ નોંધણી, દુકાનનું લાયસન્સ, લગ્ન નોંધણી, મકાન બાંધકામની પરવાનગી, પાણી અને ડ્રેનેજ જોડાણ જેવી પાયાની જરૂરિયાતો માટે હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા નથી. આ ઉપરાંત, પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, એસ્ટેટ રેન્ટ અને હૉલ બુકિંગ જેવી સેવાઓ પણ 24x7 ઓનલાઇન ઉપલબ્ધ છે. વર્ષ 2025-26ના પ્રભાવશાળી આંકડા તાજેતરના આંકડાઓ મુજબ, વર્ષ 2025-26 દરમિયાન ઇ-નગર પોર્ટલ પર 18,00,000 થી વધુ ટ્રાન્ઝેક્શન નોંધાયા છે, જેના થકી સરકારને 1,031 કરોડથી વધુની આવક પ્રાપ્ત થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024-25માં 26,00,000 ટ્રાન્ઝેક્શન અને 1,522 કરોડની આવક નોંધાઈ હતી. પોર્ટલની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 1,24,00,000 થી વધુ ટ્રાન્ઝેક્શન અને 6,076 કરોડથી વધુની કુલ આવક થઈ છે, જે નાગરિકોનો આ પ્લેટફોર્મ પરનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે. AI અને 23 ભાષાઓનો સપોર્ટ વધતી જતી ટેક્નોલૉજી સાથે કદમ મિલાવવા માટે ઇ-નગર પોર્ટલમાં આધુનિક સુવિધાઓ ઉમેરવામાં આવી છે. યુઝર્સની સહાય માટે હવે પોર્ટલ પર 'AI ચૅટબોટ' ઉપલબ્ધ છે. વળી, 'ભાષિણી' પ્રોજેક્ટના સહયોગથી આ પોર્ટલ હવે 23 વિવિધ ભાષાઓમાં કાર્યરત છે. આ સુવિધાને કારણે ગુજરાતમાં વસતા વિવિધ ભાષાભાષી લોકો માટે સરકારી સેવાઓનો ઉપયોગ કરવો અત્યંત સરળ બન્યો છે. પારદર્શિતા અને સમયની બચત ઇ-નગર પોર્ટલને કારણે મ્યુનિસિપલ ઓફિસોમાં જોવા મળતી લાંબી લાઇનો ભૂતકાળ બની ગઈ છે. રિયલ-ટાઇમ એપ્લિકેશન ટ્રેકિંગ, UPI, નેટ બેન્કિંગ અને કાર્ડ દ્વારા પેમેન્ટના વિકલ્પો તેમજ ઓનલાઇન પ્રમાણપત્રો ડાઉનલોડ કરવાની સુવિધાએ વહીવટી પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવી છે. કાગળકામમાં થયેલા ઘટાડાને કારણે પર્યાવરણને પણ ફાયદો થયો છે અને નાગરિકોના અમૂલ્ય સમયની બચત થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ શહેરમાં IOC ના 7 પેટ્રોલ પંપ બંધ:યુધ્ધ વચ્ચે પેટ્રોલ - ડિઝલની સપ્લાય ચેનમાં મૂશ્કેલી : એસોસિએશનની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત
    Next Article
    પોલીસ કોન્સ્ટે.નું દારુ પીને ડીંગલ, લારી વાળા સાથે ધમાલ મચાવી:લોકોએ લમધારી કપડાં ફાડી નાંખ્યા, કારમાંથી શરાબની બોટલ મળી, અમદાવાદના કણભાના કુહા ગામની ઘટના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment