Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ કોન્સ્ટે.નું દારુ પીને ડીંગલ, લારી વાળા સાથે ધમાલ મચાવી:લોકોએ લમધારી કપડાં ફાડી નાંખ્યા, કારમાંથી શરાબની બોટલ મળી, અમદાવાદના કણભાના કુહા ગામની ઘટના

    5 days ago

    અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશનના PSIની દાદાગીરીના વિડિયો બાદ હવે કણભા પોલીસ સ્ટેશનની હદના કુહા ગામમાં એક પોલીસકર્મીએ દારૂના નશામાં આતંક મચાવ્યાનો બનાવ સામે આવ્યો છે.પોલીસ કર્મચારીએ નશાની હાલતમાં ફાસ્ટ ફૂડની લારી પર જઈને ધમાલ કરી હતી.પોલીસકર્મી ગાડીમાંથી પણ દારૂની બોટલ મળી આવી હતી.સમગ્ર મામલે સ્થાનિકોએ હોબાળો કરીને પોલીસને જાણ કરી હતી. સ્થાનિકોએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોચી હતી.જોકે દીપક સ્થળ પરથી ફરાળ થઈ ગયો હતો.સમગ્ર મામલે કણભા પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે કણભા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.જે ચૌધરીએ જણાવ્યું હતું કે પોલીસકર્મી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.બનાવ બાદ પોલીસકર્મી ફરાર થઈ ગયો છે.પોલીસકર્મીની ગાડી મળી આવી છે જેમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. આ પણ વાંચો ‘નીકળ લુખ્ખા, મારું પો.સ્ટેશન છે, અહીં મારું ચાલશે’ 21 માર્ચે બોપલ પોલીસ સ્ટેશનના PSI જયેશ કાલોતરાએ નાગરિક સાથે અસભ્ય વર્તન કર્યું હતું. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા આવેલા કંપનીના માલિક સાથે PSIએ અસભ્ય વર્તન એટલા માટે કર્યું કે તે પોતાની ગાડીના બોનેટ પર બેઠો હતો. આ અંગે યુવકનું કહેવું હતું કે પગમાં સર્જરીના કારણે ઊભું ન રહેવાયું હોવાથી ગાડી પર બેઠો હતો. તો યુવકે આ બેફામ વર્તન બાબતે અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટને લેખિતમાં ફરિયાદ કરી તો તેમણે PSIનો બચાવ કરતા કહ્યું કે પોલીસ સ્ટેશનમાં યુવક ગાડી પર બેઠો હતો જે ખોટું છે, આ રીતે ન બેસવું જોઈએ.(વાંચો સંપૂર્ણ અહેવાલ) વડોદરામાં દારૂના નશામાં સિક્યુરિટી ગાર્ડનું ફાયરિંગ 13 માર્ચના રોજ વડોદરાના દાંડિયાબજાર વિસ્તારમાં દારૂના નશામાં ધૂત એક સિક્યુરિટી ગાર્ડે પોતાની લાયસન્સવાળી બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ હતી. GST ભવનમાં ફરજ બજાવતા આ ગાર્ડે નવદુર્ગા મંદિર પાસે નશાની હાલતમાં ગોળીબાર કર્યો હતો, જેના કારણે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ) પોલીસકર્મીએ દારૂના નશામાં વેનથી ટક્કર મારી લારી ઊંધી વાળી 16 જુલાઈ, 2025ના રોજ અમદાવાદના શાહીબાગમાં સ્થાનિકોએ પોલીસને ઘેરી લીધી અને એ પણ 1 કિલોમીટર જેટલો પીછો કરીને. સ્થાનિકો આક્ષેપ કર્યા હતા કે પોલીસકર્મીએ દારૂના નશામાં પોલીસ વેનથી ટક્કર મારીને લારીને ઊંધી વાળી દીધી. બાદમાં તેઓ જતા રહેતાં લગભગ એકાદ કિલોમીટર જેટલો પીછો કરી લોકોએ પોલીસ વેનને ઘેરી લીધી. આસપાસથી લોકો ભેગા થઈ જતાં અને વાત પહોંચતાં અધિકારીઓ પણ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં ડિજિટલ ક્રાંતિ, ઇ-નગરની જોરદાર સફળતા:2025-26માં 18 લાખ ટ્રાન્ઝેક્શન અને 1,031 કરોડની કમાણી સાથે નાગરિકોની સુવિધા વધી
    Next Article
    ગૌવંશને બચાવતા ટેમ્પો આગળ જતી કારે અથડાઈ:દ્વારકાના બરાડિયા પાસે ચાલકે કાબૂ ગુમાવતા કારને અથડાઈને ટેમ્પો પલટી ગયો, રખડતા ઢોરોને કારણે અવારનવાર અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment