Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૌવંશને બચાવતા ટેમ્પો આગળ જતી કારે અથડાઈ:દ્વારકાના બરાડિયા પાસે ચાલકે કાબૂ ગુમાવતા કારને અથડાઈને ટેમ્પો પલટી ગયો, રખડતા ઢોરોને કારણે અવારનવાર અકસ્માત

    5 days ago

    દ્વારકા તાલુકાના બરાડિયા ગામ પાસે આવેલી હોનેસ્ટ હોટલ નજીક ગત સાંજે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર અચાનક આવી ગયેલા ગૌવંશને બચાવવાના પ્રયાસમાં એક ટેમ્પો ચાલકે કાબૂ ગુમાવતા ટેમ્પો કાર સાથે અથડાઈને પલટી મારી ગયો હતો. આ દુર્ઘટનામાં ટેમ્પોમાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. પશુને બચાવતાં ટેમ્પો કારને ટકરાયો પ્રાપ્ત માહિતી અનુસાર, દ્વારકાથી આશરે 10 કિમી દૂર બરાડિયા પાસે ટેમ્પો નંબર GJ 02 XX 7799ના ચાલકે માર્ગ પર ઉતરી આવેલા પશુઓને બચાવવા માટે અચાનક વળાંક લીધો હતો. આ દરમિયાન ટેમ્પો આગળ જઈ રહેલી મોટર કાર નંબર GJ 11 CL 6023 સાથે પાછળથી ધડાકાભેર અથડાયો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટેમ્પો રસ્તા પર જ પલટી મારી ગયો હતો. સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી અકસ્માત થતાં જ આસપાસના લોકો અને હોટલના કર્મચારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ટેમ્પોમાં ફસાયેલા ઈજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢી, ખાનગી વાહનો મારફતે તાત્કાલિક દ્વારકા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ તમામ ઈજાગ્રસ્તોની હાલત સ્થિર છે અને તેઓ ભયમુક્ત છે. રખડતા પશુઓ અને અંધારાની સમસ્યા સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, આ હાઈવે પર રાત્રિના સમયે પૂરતી લાઈટની વ્યવસ્થા ન હોવાથી અંધારું રહે છે. વધુમાં, રસ્તા પર રખડતા પશુઓનો જમાવડો રહેતો હોવાથી અવારનવાર આવા અકસ્માતો સર્જાય છે. ગત સાંજની ઘટનાને પગલે સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. પોલીસ તપાસ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને વાહનોને માર્ગ પરથી હટાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસ કોન્સ્ટે.નું દારુ પીને ડીંગલ, લારી વાળા સાથે ધમાલ મચાવી:લોકોએ લમધારી કપડાં ફાડી નાંખ્યા, કારમાંથી શરાબની બોટલ મળી, અમદાવાદના કણભાના કુહા ગામની ઘટના
    Next Article
    ગુજરાત ફાર્મસી કાઉન્સિલના બે મહત્વના MoU:વડાપ્રધાનના આહ્વાન બાદ ફાર્મસી કાઉન્સિલે IPC અને IMA સાથે ઐતિહાસિક સમજૂતી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment