Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત ફાર્મસી કાઉન્સિલના બે મહત્વના MoU:વડાપ્રધાનના આહ્વાન બાદ ફાર્મસી કાઉન્સિલે IPC અને IMA સાથે ઐતિહાસિક સમજૂતી કરી

    5 days ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ડિસેમ્બર, 2025ના રોજ ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને ‘એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ’ (AMR)ના ગંભીર ખતરા અંગે સાવધ કર્યા હતા. આ આહ્વાનને ગંભીરતાથી લઈને જાહેર આરોગ્યની સુરક્ષા કાજે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. રાજ્યભરમાં AMR અંગે વ્યાપક જાગૃતિ લાવવા માટે કાઉન્સિલે ઇન્ડિયન ફાર્માકોપિયા કમિશન (IPC) અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) સાથે બે મહત્વના સમજૂતી કરાર (MoU) કર્યા છે. જાહેર આરોગ્ય માટે ઐતિહાસિક જોડાણ આ સમજૂતી કરારનો મુખ્ય ઉદ્દેશ્ય દવાઓના અવિચારી ઉપયોગને અટકાવવાનો અને એન્ટીબાયોટિક દવાઓ સામે વધતી જતી પ્રતિકારક શક્તિના જોખમો વિશે લોકોને શિક્ષિત કરવાનો છે. આ ઐતિહાસિક ક્ષણે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ ભરત પટેલ, ઉપપ્રમુખ કશ્યપ પટેલ તેમજ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ઉપપ્રમુખ જશુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત IMA પ્રેસિડેન્ટ ડૉ. અનિલ નાયક અને IPC સેક્રેટરી ડૉ. કલાપની હાજરીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. શું છે AMR અને તેનું જોખમ? જ્યારે બેક્ટેરિયા, વાયરસ અને ફંગસ જેવા સુક્ષ્મજીવો દવાઓ સામે લડવાની શક્તિ કેળવી લે છે, ત્યારે તેને એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં સામાન્ય રોગોની સારવાર પણ મુશ્કેલ બની જાય છે. આ જોખમને ખાળવા માટે ફાર્મસી કાઉન્સિલ હવે ડોક્ટરો અને ફાર્માસિસ્ટ્સ સાથે મળીને સંયુક્ત અભિયાન ચલાવશે, જેથી ભવિષ્યમાં દવાઓની અસરકારકતા જળવાઈ રહે.
    Click here to Read More
    Previous Article
    ગૌવંશને બચાવતા ટેમ્પો આગળ જતી કારે અથડાઈ:દ્વારકાના બરાડિયા પાસે ચાલકે કાબૂ ગુમાવતા કારને અથડાઈને ટેમ્પો પલટી ગયો, રખડતા ઢોરોને કારણે અવારનવાર અકસ્માત
    Next Article
    Bhavnagar Crime News | ભાવનગરમાં ફાયરિંગ પ્રકરણમાં નાસી છૂટેલા આરોપીઓને શોધવા પોલીસની તપાસ તેજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment