Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોપીના હાથમાં ચાનો ગ્લાસ અને પોલીસ ત્રાટકી-VIDEO:22 વર્ષથી ફરાર ચોર મહારાષ્ટ્રની ટપરી પરથી દબોચાયો, સુરતમાં માલિક ન્હાવા ગયા ને ડ્રાઈવર તિજોરી સાફ કરી નાસી ગયો'તો

    11 hours ago

    મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરની એક ચાની લારી પર આરામથી બેસીને ચા અને નાસ્તાની ચુસ્કીઓ લઈ રહેલા એક આધેડને અંદાજો પણ નહોતો કે આગામી થોડી જ ક્ષણોમાં તેની 22 વર્ષ જૂની ફરારીનો અંત આવવાનો છે. સુરત શહેર ક્રાઈમ બ્રાંચની એન્ટી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સ્કોડને ચોક્કસ બાતમી મળી હતી કે સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશનના વર્ષ 2005ના એક ચોરીના ગુનામાં નાસતો-ફરતો મોસ્ટ વોન્ટેડ આરોપી આ ટપરી પર હાજર છે. પોલીસની ટીમે પ્લાન મુજબ ચાની લારીને બંને તરફથી કોર્ડન કરી લીધી હતી. આ સમગ્ર ઘટનાક્રમનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આરોપી અંદર બેસીને આરામથી ચા પી રહ્યો હતો, ત્યારે જ અચાનક પોલીસ કર્મચારીઓ અંદર પ્રવેશ કરે છે અને તેની પૂછપરછ શરૂ કરે છે. પોલીસ જ્યારે ત્રાટકી ત્યારે તેના હાથમાં હજુ પણ ચાનો ગ્લાસ પકડેલો હતો, અને તે કંઈ સમજે તે પહેલા જ ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી લીધી હતી. આરોપી મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં છૂપાયો હતો સુરત શહેર ક્રાઈમ બ્રાંચની ટીમ ગુનેગારોને પકડવા માટે સતત ટેકનિકલ સોર્સ અને માનવ બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરી રહી છે. આ ઓપરેશન દરમિયાન એન્ટી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સ્કોડના પોલીસ જવાનોને બાતમી મળી હતી કે, વર્ષ 2005માં કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરી કે નોકર ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી યુવરાજ જયસિંગ રાઠોડ (ઉંમર વર્ષ 50, ધંધો-ડ્રાઈવિંગ) હાલ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર ખાતે છુપાયેલો છે. મૂળ જલગાંવ જિલ્લાના જામનેર તાલુકાના ડોહરીતાંડા ગામનો વતની અને અગાઉ સુરતના નાના વરાછા વિસ્તારમાં શક્તિવિજય સોસાયટીમાં રબારીના મકાનમાં રહેતો આ આરોપી છેલ્લા કેટલાય સમયથી પોતાની ઓળખ છુપાવીને મહારાષ્ટ્રના શિતલનગર વિટાવા વાળુજ એમ.આઇ.ડી.સી. સંભાજીનગર ખાતે પોતાનું નવું ઠેકાણું બનાવીને રહેતો હતો. બાતમી પાકી થતાં જ સુરત ક્રાઈમ બ્રાંચની વિશેષ ટીમ મહારાષ્ટ્ર રવાના થઈ હતી અને સ્થાનિક સ્તરે વોચ ગોઠવીને સફળતાપૂર્વક તેને દબોચી લીધો હતો. માલિક નાહવા ગયા અને ડ્રાઈવરે તિજોરી સાફ કરી નાખી હતી આ સમગ્ર મામલાની ભૂતકાળની વિગત તપાસીએ તો, આ ઘટના આજથી 22 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2005માં બની હતી. કામરેજ પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુ.ર.નં-192/2005 મુજબ IPC કલમ-381 (નોકર દ્વારા ચોરી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસના ફરિયાદી મયુરસિંહ સુરેન્દ્રસિંહ જાડેજાના ત્યાં આરોપી યુવરાજ જયસિંગ રાઠોડ ડ્રાઈવર તરીકે છેલ્લા 2 વર્ષથી નોકરી કરતો હતો. જેના કારણે તે ફરિયાદીની તમામ ગતિવિધિઓ અને ઓફિસની આર્થિક બાબતોથી માહિતગાર હતો. તારીખ 4 નવેમ્બર 2005ના રોજ સવારના આશરે 8 થી 8:30 વાગ્યાના સમયગાળા દરમિયાન, ફરિયાદી મયુરસિંહ જ્યારે નાહવા માટે ગયા હતા, ત્યારે ડ્રાઈવર યુવરાજ રાઠોડે મોકો જોઈને ખોલવડ ગામની સીમમાં આવેલી ફરિયાદીની 'મહેસાણા પાઈપ સીંડીકેટ' નામની ઓફિસના કબાટમાંથી રોકડા રૂપિયા 54,710/-ની ચોરી કરી લીધી હતી અને ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. નામદાર કોર્ટનું બિનજામીનપાત્ર વોરન્ટ ઇસ્યુ અને પોલીસ તપાસ વર્ષ 2005માં થયેલી આ ચોરી બાદ કામરેજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી, પરંતુ આરોપી યુવરાજ રાઠોડ એટલો શાતિર હતો કે તે પોતાના તમામ જૂના ઠેકાણા બદલીને મહારાષ્ટ્રમાં જઈને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસ અને શોધખોળ દરમિયાન આરોપી લાંબો સમય સુધી મળી ન આવતા, આખરે નામદાર કોર્ટ દ્વારા તેની સામે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. અદાલતે આરોપી વિરૂદ્ધ સી.આર.પી.સી. (ક્રિમિનલ પ્રોસિજર કોડ) ની કલમ-70 મુજબનું બિનજામીનપાત્ર વોરન્ટ ઇસ્યુ કર્યું હતું. કોર્ટના વોરન્ટ બાદ પણ આરોપી પોલીસને હાથ તાળી આપીને નાસતો ફરતો રહ્યો હતો અને તેને એમ હતું કે બે દાયકાનો સમય વીતી ગયો હોવાથી પોલીસ હવે તેને ભૂલી ગઈ હશે, પરંતુ કાયદાના હાથ લાંબા હોય છે તે વાત સુરત પોલીસે સાબિત કરી બતાવી. આરોપીની ધરપકડ અને કામરેજ પોલીસને સોંપવાની તજવીજ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર ખાતેથી ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી યુવરાજ જયસિંગ રાઠોડને ઝડપી લીધા બાદ તેની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેણે પોતાના ગુનાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. સુરત શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા આરોપી વિરૂદ્ધ કાયદેસરની અટકાયતી અને ધરપકડની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. લાંબા સમયથી નાસતા-ફરતા ગુનેગારોને પકડવાની ઝુંબેશ અંતર્ગત આ એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. હાલમાં પકડાયેલા આરોપીનો કબજો આગળની તપાસ અને કાયદાકીય કાર્યવાહી માટે મૂળ ગુનાની જગ્યા એટલે કે કામરેજ પોલીસ સ્ટેશનને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કપડવંજમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ:આખું મકાન જમીનદોસ્ત, 5થી 6 શ્રમિક કામ કરી રહ્યા હતા, 2ની હાલત ગંભીર
    Next Article
    તાપી હિટ એન્ડ રન કેસ ઉકેલાયો:ચાંપાવાડી પાસે અકસ્માત સર્જી ફરાર ચાલક ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment