Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કપડવંજમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ:આખું મકાન જમીનદોસ્ત, 5થી 6 શ્રમિક કામ કરી રહ્યા હતા, 2ની હાલત ગંભીર

    10 hours ago

    ખેડા જિલ્લાના કપડવંજમાં ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, આજુબાજુના ગામોમાં ધરતી ધ્રુજી હોય તેવો અહેસાસ થયો હતો અને ઘટનાસ્થળે આવેલું આખું મકાન તૂટીને ભુક્કો થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં પાંચથી છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો ભયના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતા અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ ખેડા SOG દ્વારા વસો ગામમાંથી પણ એક ગેરકાયદેસર ફટાકડાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું, ત્યાં જ કપડવંજમાં આ બીજી મોટી ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. દુર્ઘટના પછીની 4 તસવીર… ફેક્ટરી બિનપરવાનગી વગર ચાલતી હોવાની આશંકા કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ મામલે પ્રાંત અધિકારી અનિલ ઝાલાએ સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, ઘટના સમયે ફેક્ટરીમાં 5થી 6 શ્રમિક કામ કરી રહ્યા હતા, જેમાંથી 2 શ્રમિકને ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર અર્થે નડિયાદ અને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ, આ સ્થળે ફટાકડાની દિવેટો બનાવવાનું કામ ચાલતું હતું અને ફેક્ટરીના માલિક પટેલ હોવાનું સામે આવ્યું છે. જોકે, આ કારખાનું કેટલા સમયથી ધમધમતું હતું તે અંગે પ્રાંત અધિકારીએ અજાણતા વ્યક્ત કરી છે. ફેક્ટરીનો કોઈ સત્તાવાર પરવાનો લેવામાં આવ્યો નથી તંત્રની પ્રાથમિક દૃષ્ટિએ આ ફેક્ટરીનો કોઈ સત્તાવાર પરવાનો લેવામાં આવ્યો હોય તેવું જણાતું નથી, જે સ્પષ્ટપણે ગેરકાયદેસર પ્રવૃત્તિ તરફ ઈશારો કરે છે. આટલી મોટી દુર્ઘટના બાદ પણ સ્થાનિક વહીવટી તંત્રનું અત્યાર સુધીનું મૌન અને કડક તપાસનો અભાવ અનેક સવાલો ઊભા કરી રહ્યો છે. બિનપરવાનગી વગર રહેણાક કે જાહેર વિસ્તારની નજીક આવી જોખમી ફેક્ટરી ચલાવનારા માલિક સામે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ક્યારે અને કેવી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે, તેના પર હવે સૌની નજર મંડાયેલી છે. ------ આ પણ વાંચો તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 18નાં મોત:6 ઘાયલ બે મહિના પહેલાં તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં એક ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. ફાયર એન્ડ રેસ્ક્યૂ વિભાગના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં 18 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. દુર્ઘટના સમયે ફેક્ટરીમાં 30 લોકો કામ કરી રહ્યા હતા. 6 લોકોને ગંભીર ઈજા થવાને કારણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યારે ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હતા. વાંચો સંપૂર્ણ અહેવાલ… ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ, 22નાં મોત એક વર્ષ પહેલાં ડીસામાં સામાં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં 22 મજૂરનાં મોત થયાં હતા. મૃતકોમાં ચારથી પાંચ કિશોરનો પણ સમાવેશ થાય છે. ઘટનાને પગલે ફેક્ટરી માલિક દિપક મોહનાની અને તેના પિતા ખૂબચંદ મોહનાનીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ અહેવાલ… લાશો કૂચેકૂચા થઈ ગઈ હતી, પકડાય એવી પણ નહોતી:મધ્યપ્રદેશના મજૂરોને જાણે મોત બોલાવતું હતું; આખી ફેક્ટરી ગેરકાયદે, 21 મોત માટે જવાબદાર કોણ? મધ્યપ્રદેશના હરદા જિલ્લાના હંડિયા ગામના અને દેવાસ જિલ્લાના સંદલપુરના મજૂરો ગુજરાતના ડીસામાં એ આશાથી આવ્યા કે બે પૈસા વધારે મળશે, પણ આ મજૂરોને મોત બોલાવતું હતું. 29 તારીખ, શનિવારે અમાસના દિવસે મધ્યપ્રદેશથી નીકળ્યા. 31મીએ રવિવારે સાંજ સુધીમાં ડીસા પહોંચ્યા. સોમવારે 31 માર્ચ હતી. ફાઇનાન્શિયલ યરનો છેલ્લો દિવસ હતો એટલે ફેક્ટરીના માલિકો હિસાબ-કિતાબમાં પડ્યા હશે. એ દિવસે કામ શરૂ થયું નહીં. ફટાકડાની ફેક્ટરીમાં તેમને એક ગોડાઉનમાં રહેવાની વ્યવસ્થા થઈ. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    'ભક્તોને જ નહીં, ભગવાનને પણ લૂંટે છે':અયોધ્યા રામ મંદિર ચઢાવા કૌભાંડ પર મુકેશ ખન્ના લાલઘૂમ, કૌભાંડીઓને ડાકુથી પણ ઉપર ગણાવ્યા
    Next Article
    આરોપીના હાથમાં ચાનો ગ્લાસ અને પોલીસ ત્રાટકી-VIDEO:22 વર્ષથી ફરાર ચોર મહારાષ્ટ્રની ટપરી પરથી દબોચાયો, સુરતમાં માલિક ન્હાવા ગયા ને ડ્રાઈવર તિજોરી સાફ કરી નાસી ગયો'તો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment