Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ભક્તોને જ નહીં, ભગવાનને પણ લૂંટે છે':અયોધ્યા રામ મંદિર ચઢાવા કૌભાંડ પર મુકેશ ખન્ના લાલઘૂમ, કૌભાંડીઓને ડાકુથી પણ ઉપર ગણાવ્યા

    8 hours ago

    'શક્તિમાન' ફેમ પીઢ એક્ટર મુકેશ ખન્ના રામ મંદિરમાં થયેલા ચઢાવા કૌભાંડ પર ભડકી ઉઠ્યા છે. તેમનું કહેવું છે કે મંદિરમાં ચોરી કરનારા ચોર, ડાકુ કે કોઈ બેઈમાનથી પણ ઉપર છે. તેમણે અપીલ કરી છે કે, ભક્તોએ મંદિરમાં ચઢાવો આપવાનું જ બંધ કરી દેવું જોઈએ. 'તમારો ચઢાવો ભગવાન સુધી પહોંચતો નથી' મુકેશ ખન્નાએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું છે કે, ‘શું તમે જાણો છો, મંદિરોમાં તમારો રોકડ ચઢાવો, ભગવાન સુધી પહોંચતો નથી. વચ્ચે ક્યાંક ખોવાઈ જાય છે. લૂંટ મચી પડી છે. કહેવત છે ને, લૂંટી શકો તો લૂંટી લો. અને લૂંટનારા અહીં ભરેલા પડ્યા છે. મેં એકવાર કહ્યું હતું - ભરેલા પડ્યા છે ચોર, ડાકુ અને બેઈમાન, છતાં મારો દેશ મહાન છે. પરંતુ આ ચઢાવો લૂંટનારાઓને હું શું નામ આપું? ચોર, ડાકુ કે બેઈમાન? આમાંથી કોઈ નહીં. કારણ કે તેઓ આ બધાથી ઉપર છે. તેઓ ભક્તોને જ નહીં, ભગવાનને પણ લૂંટી રહ્યા છે.’ તેમણે આગળ લખ્યું, ‘હું ફક્ત ભક્તોને સલાહ આપીશ કે- ન રહેશે વાંસ, ન વાગશે વાંસળી, તેવી જ રીતે- ન ચડશે ચઢાવો, ન થશે કૌભાંડ. તેથી ચઢાવો ચડાવવાનું બંધ કરો. ખાસ કરીને પૈસા અને ઘરેણાંનો. ભગવાન ખુશ થશે.’ શું છે આખો મામલો? 7 જૂને રામ મંદિરમાં ચઢાવાની ચોરીનો મામલો સામે આવ્યો હતો. યોગી સરકારના આદેશ પર ચઢાવાની ચોરીની તપાસ માટે SIT બનાવવામાં આવી. પ્રારંભિક તપાસમાં દાન, ચઢાવા અને વ્યવસ્થાપન સંબંધિત મામલાઓમાં અનિયમિતતાઓના સંકેત મળ્યા. SITના રિપોર્ટના આધારે પોલીસે 8 નામજદ આરોપીઓ વિરુદ્ધ FIR નોંધી અને તેમને પકડીને જેલમાં મોકલ્યા. આનાથી આખો મામલો ગંભીર બની ગયો. આ દરમિયાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડોક્ટર અનિલ મિશ્રાએ રાજીનામું આપી દીધું છે. સૂત્રો અનુસાર, મંદિર નિર્માણ પ્રભારી ગોપાલ રાવને પણ મંદિરની વ્યવસ્થામાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    'Pradhan Go Back', Abhijeet Dipke से PM Modi से की ये मांग | 28 July Protest | Jantar Mantar | CJP
    Next Article
    કપડવંજમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ:આખું મકાન જમીનદોસ્ત, 5થી 6 શ્રમિક કામ કરી રહ્યા હતા, 2ની હાલત ગંભીર

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment