Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપી હિટ એન્ડ રન કેસ ઉકેલાયો:ચાંપાવાડી પાસે અકસ્માત સર્જી ફરાર ચાલક ઝડપાયો

    12 hours ago

    તાપી જિલ્લાના કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા હિટ એન્ડ રન કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે અકસ્માત સર્જીને ફરાર થયેલા આરોપીને ટેકનિકલ સર્વેલન્સ અને સઘન તપાસના આધારે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, આ ઘટના ચાંપાવાડી-વાસકુઈ રોડ પર બની હતી. એક અજાણ્યા વાહન ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ અંગે કાકરાપાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ, કાકરાપાર પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.કે. પટેલની ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી. પોલીસે ડુંગર ગામ ચાર રસ્તા પાસેથી અકસ્માત સર્જનાર બોલેરો પિકઅપ (નં. GJ-26-T-7629) ના ચાલક ઉમેશભાઈ મહેન્દ્રભાઈ ગામીત (ઉંમર 21, રહે. વાસંકુઈ, તા. વ્યારા) ની અટકાયત કરી છે. પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આરોપીના હાથમાં ચાનો ગ્લાસ અને પોલીસ ત્રાટકી-VIDEO:22 વર્ષથી ફરાર ચોર મહારાષ્ટ્રની ટપરી પરથી દબોચાયો, સુરતમાં માલિક ન્હાવા ગયા ને ડ્રાઈવર તિજોરી સાફ કરી નાસી ગયો'તો
    Next Article
    Akshay Kumar, Saif Ali Khan's Haiwaan Gets A Release Date

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment