Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટંકારામાં પાણીની ટાંકી ધડામ દઈને મકાન પર પડી, VIDEO:20 વર્ષ જૂની 50,000 લીટરની ટાંકી વિરુદ્ધ દિશામાં પડી, મકાન-દુકાન ધરાશાયી, લોકોમાં અફરાતફરી

    3 days ago

    ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીનો ટાંકો તોડી પાડતી વખતે અકસ્માત સર્જાયો હતો. ટાંકો એક મકાન અને દુકાન પર તૂટી પડ્યો હતો, જેના કારણે મોટું નુકસાન થયું હતું, જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના રજનીભાઈ સવજીભાઈ સવસાણીના ઘર પાસે બની હતી. વર્ષો જૂના આ ટાંકાને સુરક્ષિત રીતે તોડી પાડવાની કામગીરી ચાલી રહી હતી. ટાંકો નિર્ધારિત દિશાને બદલે વિરુદ્ધ દિશામાં પડ્યો હતો, જેના કારણે રજનીભાઈના મકાન અને દુકાનને વ્યાપક નુકસાન થયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ પાણીનો ટાંકો આશરે 20 વર્ષ જૂનો હતો અને જર્જરિત થઈ ગયો હતો. ગામમાં નવો પાણીનો સંપ બનાવવામાં આવ્યા બાદ જૂના ટાંકાને તોડી પાડવાનું નક્કી કરાયું હતું. પાણી પુરવઠા વિભાગના ડેપ્યુટી ઇજનેર કે.પી. બલદાણીયાએ જણાવ્યું હતું કે, આ ટાંકો આશરે 20 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો અને જર્જરિત થતાં તેને કન્ડમ કરવામાં આવ્યો હતો. 50,000 લિટરની ક્ષમતા ધરાવતા આ ટાંકાને તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયત સાથે સંકલન કરીને તોડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. ટંકારા તાલુકા પંચાયતના ટીડીઓ ગૌતમભાઈ ભીમાણીના જણાવ્યા અનુસાર, હીરાપર ગ્રામ પંચાયતે મોરબીના દિવ્યરાજસિંહ જાડેજા નામના કોન્ટ્રાક્ટરને ટાંકો તોડી પાડવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ ઘટનામાં દુકાનમાં રાખેલા ત્રણ ફ્રીઝ, કરિયાણાનો સામાન અને ફર્નિચર દટાઈ ગયા હતા. ઉપરાંત, રજનીભાઈના મકાનની દીવાલ, સોલાર વોટર હીટર, છજ્જુ અને છતને પણ નુકસાન થયું હતું. ગામના તલાટી મંત્રી દ્વારા પંચ રોજકામ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    390% નફાની લાલચ આપી ₹19 લાખથી વધુની ઠગાઈ:'ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0' હેઠળ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો મુખ્ય આરોપી ઝડપાયો, ₹2.72 કરોડના વ્યવહારો ખુલ્યા
    Next Article
    8 ગામના ખેડૂતોની કલેક્ટરને રજૂઆત:હાઈવે જમીન સંપાદન સામે 4 ગણું વળતર અને રી-સર્વેની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment