Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    390% નફાની લાલચ આપી ₹19 લાખથી વધુની ઠગાઈ:'ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0' હેઠળ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો મુખ્ય આરોપી ઝડપાયો, ₹2.72 કરોડના વ્યવહારો ખુલ્યા

    3 days ago

    સુરત સાયબર ક્રાઇમ સેલે 'ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0' અંતર્ગત દરોડો પાડીને રૂ. 19.60 લાખના શેરબજાર રોકાણ છેતરપિંડીના ગુનામાં ફરાર મુખ્ય આરોપી વિવેક દામજીભાઈ બેલડીયાની ધરપકડ કરી છે. આરોપીએ અન્ય સાગરીતો સાથે મળીને વોટ્સએપ ગ્રુપ અને બનાવટી વેબસાઇટ મારફતે 390% સુધીના વળતરની લાલચ આપી ઠગાઈ આચરી હતી. પોલીસ તપાસમાં આરોપીના બેંક ખાતામાંથી રૂ. 2.72 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. શેરબજાર અને વોટ્સએપ ગ્રુપ દ્વારા છેતરપિંડી ઠગોએ ભોગ બનનારના પુત્રને "Brp Fund 100- Day Wealth Leap Program"માં રોકાણ કરી ટૂંક સમયમાં તગડો નફો મેળવવાની લાલચ આપી હતી. "BRP Fund-Grow Together-008" નામના વોટ્સએપ ગ્રુપ દ્વારા વિશ્વાસ કેળવી બોગસ વેબસાઇટ પર લોગિન કરાવ્યું હતું. ખાતામાં ખોટો નફો બતાવીને પીડિત પાસેથી તબક્કાવાર રૂ. 19,60,000 અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. 1930 હેલ્પલાઇન પર ફરિયાદ મળતાં સાયબર સેલે તપાસ હાથ ધરી હતી. કમિશન એજન્ટો અને મોડસ ઓપરેન્ડી સાયબર ક્રાઇમની તપાસમાં બહાર આવ્યું છે કે આંતરરાજ્ય સાયબર ફ્રોડ માટે બેંક ખાતાઓ પૂરા પાડવાનું કમિશન નેટવર્ક ચાલતું હતું. આ કેસમાં અગાઉ સત્યજીત માંજરીયા અને પંકજકુમાર રામાણીની અટકાયત કરાઈ હતી. સત્યજીતના નામનું ICICI બેંકનું કરન્ટ એકાઉન્ટ પંકજકુમારે કમિશન મેળવીને વિવેક બેલડીયાને આપ્યું હતું, જે તેણે આગળ સાયબર ઠગોને સોંપી દીધું હતું. એક જ ખાતામાં ₹2.72 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન આરોપી દ્વારા સપ્લાય કરાયેલા એક જ ICICI બેંક એકાઉન્ટમાં શોર્ટ ટાઇમમાં રૂ. 2.72 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો થયા હોવાનું ખુલ્યું છે. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતાં આ ખાતા વિરુદ્ધ દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 37 ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    બાંગ્લાદેશમાં 10-10 કલાક વીજળી કપાઈ રહી છે:સરકારે રાત્રે 8 વાગ્યે બજાર બંધ કરવાનો આદેશ આપ્યો, ભારત પાસેથી ડીઝલ સપ્લાય વધારવાની માગ કરી
    Next Article
    ટંકારામાં પાણીની ટાંકી ધડામ દઈને મકાન પર પડી, VIDEO:20 વર્ષ જૂની 50,000 લીટરની ટાંકી વિરુદ્ધ દિશામાં પડી, મકાન-દુકાન ધરાશાયી, લોકોમાં અફરાતફરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment