Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકામાં પાટીદાર વેપારીના હત્યારાને જમીન પર પાડી પોલીસે દબોચ્યો,VIDEO:20 તારીખે દીકરીની નજર સામે જ પિતાની હત્યા કરી'તી, ગુજરાતી બાદ પંજાબીની પણ હત્યા કર્યાનો ખુલાસો

    12 hours ago

    મૂળ મહેસાણાના અને 30 વર્ષથી અમેરિકાના ટેનેસીના જેક્સનમાં રહેતા સુરેશ પટેલની હત્યાના કેસમાં ત્યાંની સ્થાનિક પોલીસે શંકાસ્પદ આરોપીને ઝડપી પાડ્યો. પોલીસને જોઈ હથિયારબંધ આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા જ પોલીસકર્મીઓએ જમીન પર પછાડી દબોચી લીધો હોવાનો વીડિયો સામે આવ્યો છે. 20 ઓગસ્ટે સુરેશ પટેલ અને તેમના પુત્રી પોતાના લીકર શોપ પર હાજર હતા ત્યારે જ લૂંટના ઈરાદે આવેલા લૂંટારુએ લૂંટ ચલાવી ગોળીએ વરસાવતા દીકરીની નજર સામે જ સુરેશ પટેલનું મોત નિપજ્યું હતું. ઝડપાયેલા શંકાસ્પદ આરોપીએ એક પંજાબીની હત્યા કર્યાનું પણ ખૂલ્યું છે. અમેરિકાની પોલીસે ફેસબુક પોસ્ટ કરી માહિતી જાહેર કરી સિટી ઓફ જેક્શન, TN પોલીસ વિભાગે ફેસબુક પોસ્ટ કરી આ કેસની માહિતી જાહેર કરી. જેમાં જણાવ્યા મુજબક, 20 ઓગસ્ટે જેક્સન ટેનેસીમાં સુરેશ પટેલ નામના વેપારીની હત્યાના બનાવ બાદ પોલીસ હુમલાખોરને શોધી રહી હતી. સીસીટીવીની તલાશી લઈ શંકાસ્પદની ઓળખ કરી લેવામાં આવી હતી. 23 ઓગસ્ટે બપોરના સમયે જેક્સન પોલીસ વિભાગને આ શંકાસ્પદ વ્યકિત કારચલાવતા મળી આવતા તેને રોકવાનો પ્રયાસ કરાયો. પરંતુ, તેને ભાગવાનો પ્રયાસ કરતા અકસ્માત સર્જાયા બાદ તેને ઝડપી પાડવામાં આવ્યો. સુરેશ પટેલની દીકરીની નજર સામે જ હત્યા નિપજાવવામાં આવી મૂળ મહેસાણાના આખજ ગામના વતની અને છેલ્લા 30 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા સુરશ પટેલે બનાવના સાત દિવસ પહેલા જ ટેનેસીના જેક્સનમાં લીકર શોપની શરૂઆત કરી હતી. 20 ઓગસ્ટે સુરેશ પટેલ અને તેમના દીકરી રાત્રિના સમયે સ્ટોર બંધ કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ એક બુકાનીધારી સ્ટોરમાં ઘૂસ્યો અને લૂંટ ચલાવી. લૂંટારુ પાસે હથિયાર હોય સુરેશ પટેલ તેનો પ્રતિકાર ન કર્યો તેમ છતા ભાગતી સમયે લૂંટારુએ ગોળીઓ વરસાવતા સુરેશ પટેલનું દીકરીની નજર સામે જ મોત નિપજ્યું. (સંપૂર્ણ સમાચાર વાંચો) મહેસાણાના આખજ ગામના આગેવાન દિનશ સુથારે જણાવ્યું કે, સુરેશ પટેલની હત્યા કર્યા બાદ ગુનેગારે પંજાબી યુવાનની પણ હત્યા કરી'તી. ત્યાંની પોલીસની સતર્કતાના કારણે ગુનેગારને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી:આરોગ્ય મંત્રીએ વૃક્ષરથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
    Next Article
    કતારગામની પેપીલોન હોટલમાં રોટલીમાં ઈયળ નીકળતા બંધ કરાવાઈ:સુરત મનપાની કડક કાર્યવાહી, આરોગ્ય વિભાગે હોટેલ, રેસ્ટોરન્ટોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની ચકાસણી હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment