Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી:આરોગ્ય મંત્રીએ વૃક્ષરથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

    13 घंटे पहले

    ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના જામળા ખાતે આવેલા પવિત્ર આસુદેવ મહાદેવ મંદિર પરિસરમાં 77મા વન મહોત્સવ 2026 અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમની ભવ્ય ઉજવણી સંપન્ન થઈ છે. રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનાએ પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વૃક્ષરથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ મહોત્સવના ભાગરૂપે મંદિર પરિસરમાં 300થી વધુ બીલીના છોડ તેમજ આંબો, લીમડો અને આસોપાલવ જેવા 551 દેશી વૃક્ષોનું સફળ વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મંત્રીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે પ્રકૃતિ પૂજન અને શુદ્ધ જીવન એ જ આપણી સાચી ભારતીય સંસ્કૃતિ છે. કનૈયાલાલ મુનશી જેવા તત્વચિંતકો અને ઋષિમુનિઓએ આપણને પ્રકૃતિના જતનનો માર્ગ બતાવ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રની ભૂમિ પર પીપળાના વૃક્ષને પોતાનું સ્વરૂપ ગણાવીને 5000 વર્ષ પહેલાં જ વનસ્પતિમાં જીવ હોવાનો સંકેત આપી દીધો હતો. હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ અટકાવવું એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. ‘સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અસામાજિક તત્વોને બક્ષવામાં નહીં આવે’ મંત્રીએ 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત સૌને વૃક્ષારોપણ કરી તેના જતન માટે આહ્વાન કર્યું હતું.જનઆરોગ્ય અને પર્યાવરણની સુરક્ષા પર તેમણે ભાર મૂકતા ભેળસેળિયાઓ અને પ્રદૂષણ ફેલાવનારા તત્વો સામે કડક કાર્યવાહીની સ્પષ્ટ ચેતવણી આપી હતી. બનાટી ઘી, માવો અને કેમિકલયુક્ત સોસ વેચીને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અસામાજિક તત્વોને બક્ષવામાં નહીં આવે તેમ જણાવતાં તેમણે નાગરિકોને બહારનું અશુદ્ધ ખાવા-પીવાનું છોડી પૌષ્ટિક આહાર અપનાવવા વિનંતી કરી હતી. આ સાથે જ રાસાયણિક ખાતરો છોડી પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂતો તેમજ 'સદભાવના' અને 'ગ્રીન આર્મી' જેવી સંસ્થાઓના પર્યાવરણીય કાર્યોની સરાહના કરવામાં આવી હતી.જ્યારે માણસાના ધારાસભ્ય જે. એસ. પટેલે જણાવ્યું હતું કે જીવનના દરેક મહત્વના પ્રસંગોએ વૃક્ષારોપણ કરવું જોઈએ. વિકાસની પ્રક્રિયામાં જો વૃક્ષનું છેદન થાય તો તેની સામે દસ ગણા વૃક્ષો વાવી તેનો ઉછેર કરવો એ જ સાચું પર્યાવરણ જતન છે. કાર્યક્રમના પ્રારંભે ગાંધીનગર જિલ્લા નાયબ વન સંરક્ષક રવિરાજસિંહ રાઠોડે સ્વાગત પ્રવચન કરી વન મહોત્સવની પ્રસ્તાવના રજૂ કરી હતી. આ ભવ્ય ઉજવણીમાં કલેક્ટર રવિન્દ્ર ખતાલે, DDO દિગંત બ્રહ્મભટ્ટ, સ્થાનિક જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રક્ષાબંધન પહેલા ગુજરાતને 101 નવી એસટી બસની ભેટ, જાણો રૂટ:30 ઓગસ્ટ સુધી 6500 એક્સ્ટ્રા ટ્રીપ પણ શરૂ, ગાંધીનગરથી હર્ષ સંઘવીએ લીલીઝંડી આપી
    Next Article
    અમેરિકામાં પાટીદાર વેપારીના હત્યારાને જમીન પર પાડી પોલીસે દબોચ્યો,VIDEO:20 તારીખે દીકરીની નજર સામે જ પિતાની હત્યા કરી'તી, ગુજરાતી બાદ પંજાબીની પણ હત્યા કર્યાનો ખુલાસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment