Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રક્ષાબંધન પહેલા ગુજરાતને 101 નવી એસટી બસની ભેટ, જાણો રૂટ:30 ઓગસ્ટ સુધી 6500 એક્સ્ટ્રા ટ્રીપ પણ શરૂ, ગાંધીનગરથી હર્ષ સંઘવીએ લીલીઝંડી આપી

    15 hours ago

    રક્ષાબંધન પર્વ પહેલાં રાજ્યની માતા-બહેનો અને મુસાફરોને રાજ્ય સરકારે નવી ST બસની ભેટ આપી છે. ગાંધીનગરથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 101 નવી એસ.ટી.બસનું લોકાર્પણ કરી લીલીઝંડી આપી હતી. આ નવી બસમાં 71 સુપર એક્સપ્રેસ, 20 મિની અને 10 સ્લીપર કોચ બસનો સમાવેશ થાય છે. બસમાં સ્વચ્છતા, મુસાફરોની સુવિધા અને આરામને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રક્ષાબંધનના વિશેષ સંચાલનમાં આ નવી બસનો પણ ઉપયોગ કરવામાં આવશે. 101 નવી બસના લોકાર્પણ સાથે 91 બસના રૂટ નક્કી કરી દેવામાં આવ્યા છે. જે 91 પૈકી 65 નવા રૂટ પર બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રક્ષાબંધન પર્વને લઈ 6500 એક્સ્ટ્રા ટ્રીપ રક્ષાબંધન દરમિયાન મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખી આજે 26 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં આશરે 6,500 એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરો ઉપરાંત અંબાજી, પાવાગઢ અને સોમનાથ સહિતના તીર્થધામોના રૂટ પર વિશેષ બસ દોડાશે. આ ઉપરાંત રક્ષાબંધનને ધ્યાનમાં રાખી નવી બસ 65 નવા રૂટ પર મૂકવામાં આવી છે. મુસાફરો માટે ઓનલાઈન તેમજ ડેપો પરથી એડવાન્સ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગત વર્ષે 6,402 એક્સ્ટ્રા ટ્રીપથી 3.33 લાખ મુસાફરોને સેવા ગત વર્ષે રક્ષાબંધન દરમિયાન ST નિગમ દ્વારા 6,402 વધારાની ટ્રીપ દોડાવવામાં આવી હતી અને આશરે 3.33 લાખ મુસાફર નોંધાયા હતા. આ વર્ષે મુસાફરોની સંખ્યા અને ઘસારો ધ્યાનમાં રાખીને વધારાની ટ્રીપનું આયોજન વધારવામાં આવ્યું છે. મહિલા કંડક્ટરોએ બાંધી રાખડી,હર્ષ સંઘવીએ આપી ભેટ કાર્યક્રમમાં બસોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરના મેયર મીરા પટેલે બસને કંકુના ચાંદલા કર્યા હતા. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીએ ડ્રાઈવરને બસની ચાવી અર્પણ કરી હતી. તેમણે નવી બસમાં બેસી નિરીક્ષણ પણ કર્યું હતું. એ સાથે મહિલા કંડક્ટરોએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી અર્જુન મોઢવાડિયાને રાખડી બાંધી રક્ષાબંધનની આગોતરી ઉજવણી કરી હતી. હર્ષ સંઘવીએ મહિલા કંડક્ટરોને ભેટ પણ આપી હતી. ST નિગમના કર્મચારીઓ તહેવાર દરમિયાન પણ 24 કલાક મુસાફરોની સેવા કરતા રહે છે, જેને લઈને નાયબ મુખ્યમંત્રીએ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સામાન્ય નાગરિક માટેનું પરિવહન એટલે ST:મોઢવાડિયા મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, એસટી બસ એ સામાન્ય નાગરિકોનું પરિવહન માધ્યમ છે. નવી 101 બસમાં સ્લીપર, નોર્મલ અને મિડી બસોનો સમાવેશ થાય છે. મુસાફરોને વધુ સારી સુવિધા અને સ્વચ્છતા મળે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી પી.સી.બરંડા, મંત્રી જયરામ ગામીત, ગાંધીનગર મેયર મીરા પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત ST નિગમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ડિરેક્ટર કુકુ કોહલી પંચતત્ત્વમાં વિલીન:દીકરીએ કાંધ આપી, પત્ની અરુણા ઈરાનીને એક્ટર ગજેન્દ્ર ચૌહાણે સંભાળ્યા; વિકી-કેટરિના સહિત અનેક સેલેબ્સ પહોંચ્યા
    Next Article
    ગાંધીનગરમાં 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી:આરોગ્ય મંત્રીએ વૃક્ષરથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment