Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કતારગામની પેપીલોન હોટલમાં રોટલીમાં ઈયળ નીકળતા બંધ કરાવાઈ:સુરત મનપાની કડક કાર્યવાહી, આરોગ્ય વિભાગે હોટેલ, રેસ્ટોરન્ટોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની ચકાસણી હાથ ધરી

    11 hours ago

    સુરતના વરાછામાં રેસ્ટોરન્ટમાં શાક ખાધા બાદ ફૂડ પોઈઝનથી પાંચ વર્ષની બાળકીના મોત બાદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હોટલ, રેસ્ટોરેન્ટમાં ગંદકી અને અખાદ્ય ખોરાકની તપાસ માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, છતાં હોટલ સંચાલકો પર તેની અસર દેખાતી નથી. સોમવારે ડુમસમાં ટામેટાના ભજીયામાંથી મંકોડો મળી આવ્યા બાદ ગતરોજ કતારગામ વિસ્તારમાં આવેલી હોટલમાં રોટલીમાંથી ઈયળ મળી આવતા ગ્રાહકે ફરિયાદ કરી હતી. જેથી આરોગ્ય વિભાગના અધિકારીઓએ તપાસ બાદ હોટલને બંધ કરવાનો ઓર્ડર કર્યો હતો. ફરિયાદને પગલે કતારગામ ઝોનના આરોગ્ય વિભાગની ટીમ પેપીલોન હોટલ ખાતે પહોંચી હતી. અધિકારીઓ દ્વારા હોટલમાં તપાસ હાથ ધરતા સ્વચ્છતા નો અભાવ સહિતની કેટલીક ગંભીર ખામીઓ સામે આવી હતી. ખાદ્યસામગ્રીના સંગ્રહ, સફાઈ અને હોટલની એકંદર સ્વચ્છતા અંગે પણ તપાસ કરાઈ હતી. ખામીઓ જણાઈ આવતા આરોગ્ય વિભાગે હોટલ બંધ કરાવી હતી. ખામી જણાય ત્યા નોટીસ અને દંડ સહિતની કાર્યવાહી છેલ્લા એક અઠવાડિયાથી પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હોટલ, રેસ્ટોરેન્ટ અને ઢાબામાં સાફ-સફાઈ, ખાવાની ગુણવત્તા, ભોજન માટે વપરાતા કાચામાલ, કીચન તેમજ હોટલ સ્ટાફના સ્વાસ્થ્ય સહિતના તમામ માપદંડોની તપાસ શરૂ કરાઈ છે. જેમાં કોઈ ખામી જણાય તો સંસ્થા બંધ કરાવવાથી લઈ નોટીસ અને દંડ સહિતની કાર્યવાહી શરૂ કરે છે. 13 મીઠાઇ વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લેવાયા તહેવારો ટાણે આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. માવા વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લીધા બાદ મીઠાઇ વિક્રેતાઓને ત્યાં તપાસ કરાઈ હતી. 13 સંસ્થાઓથી કુલ 25 સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. 108ને નોટિસ, 420 કિલો જથ્થાનો નાશ હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબામાં સાફ-સફાઇ અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની ચકાસણી માટે આરોગ્ય વિભાગની કામગીરી આજરોજ પણ જારી રહી હતી. ગતરોજ કુલ 239 સંસ્થાઓની તપાસ કરાઈ હતી. જે પૈકી 108ને નોટિસ ફટકારવામાં આવી હતી અને 419.90 કિલોગ્રામ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત 6464 કિલોગ્રામ અખાદ્ય જથ્થાનો નાશ કરી 38.51 લાખ રૂપિયા વહીવટી ચાર્જ પેટે વસૂલવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકામાં પાટીદાર વેપારીના હત્યારાને જમીન પર પાડી પોલીસે દબોચ્યો,VIDEO:20 તારીખે દીકરીની નજર સામે જ પિતાની હત્યા કરી'તી, ગુજરાતી બાદ પંજાબીની પણ હત્યા કર્યાનો ખુલાસો
    Next Article
    ભરૂચના ઝાડેશ્વરમાંથી ગુમ 14 વર્ષીય કિશોરનો મૃતદેહ મળ્યો:ગોલ્ડન બ્રિજના સામે કાંઠેથી લાશ મળી, જૂના સરદાર બ્રિજ પર સાયકલ મળતાં નદીમાં પડ્યાની આશંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment