Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના ઝાડેશ્વરમાંથી ગુમ 14 વર્ષીય કિશોરનો મૃતદેહ મળ્યો:ગોલ્ડન બ્રિજના સામે કાંઠેથી લાશ મળી, જૂના સરદાર બ્રિજ પર સાયકલ મળતાં નદીમાં પડ્યાની આશંકા

    10 hours ago

    ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી નિજધામ સોસાયટીમાંથી ગુમ થયેલા 14 વર્ષીય કાનવ ધીરેનભાઈ શાહની શોધખોળનો કરુણ અંત આવ્યો છે. આજે 26 ઓગસ્ટે ગોલ્ડન બ્રિજના સામે કાંઠા તરફ નગરપાલિકાની ટીમને કિશોરનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. કાનવ ગત રોજથી ગુમ હતો. પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. દરમિયાન ઝાડેશ્વર ચોકડી નજીક નેશનલ હાઈવે-48 પર આવેલા જૂના સરદાર બ્રિજ પરથી કાનવની સાયકલ મળી આવી હતી. જેના પગલે કિશોર નર્મદા નદીમાં પડ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ફાયર વિભાગ અને પોલીસની ટીમે શોધખોળ કરી કિશોર ગુમ થયાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસની ટીમે નર્મદા નદી તેમજ આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી. સાથે જ નર્મદા મૈયા બ્રિજ અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી હતી. સતત શોધખોળ દરમિયાન આજે કાનવનો મૃતદેહ ગોલ્ડન બ્રિજના સામે કાંઠા તરફથી મળી આવ્યો હતો. પુત્રનો મૃતદેહ જોઈ પરિવારજનોમાં આક્રંદ કાનવનો મૃતદેહ મળી આવ્યાની જાણ પરિવારજનોને થતાં માતા-પિતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પુત્રનો મૃતદેહ જોઈ પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. કિશોરના કરુણ મોતથી પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું છે. અંકલેશ્વર પોલીસે મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરી બનાવની જાણ થતાં અંકલેશ્વર પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. કાનવના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કતારગામની પેપીલોન હોટલમાં રોટલીમાં ઈયળ નીકળતા બંધ કરાવાઈ:સુરત મનપાની કડક કાર્યવાહી, આરોગ્ય વિભાગે હોટેલ, રેસ્ટોરન્ટોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની ચકાસણી હાથ ધરી
    Next Article
    Bridge, Houses Gone In Seconds: Videos Capture Horror Of Nepal Flash Floods

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment