Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાધિકા અંબાણીનું 'એલિગન્ટ' બર્થડે સેલિબ્રેશન, VIDEO:સ્ટાફ દ્વારા ગ્રાન્ડ એન્ટ્રી પર કરી ફૂલોની વર્ષા; અબજોપતિની વહુ ₹29,700ના ક્યુટ પોલકા-ડોટ ડ્રેસમાં જોવા મળી

    1 day ago

    અનંત અંબાણીની પત્ની રાધિકા અંબાણીએ 16 ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ ખૂબ જ સાદગીપૂર્ણ અંદાજમાં ઉજવ્યો હતો. આ ખાસ અવસરે સ્ટાફ દ્વારા કરવામાં આવેલા શાનદાર આયોજનની સાથેસાથે રાધિકાનો બજેટ-ફ્રેન્ડલી અને એલિગન્ટ લુક હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. ફૂલોની વર્ષા અને સ્પેશિયલ કેક: સ્ટાફની ખાસ સરપ્રાઈઝ રાધિકા માટે તેના સ્ટાફે સુંદર ડેકોરેશન, ગ્રાન્ડ એન્ટ્રી પર ફુલોથી રેડ કાર્પેટ અને ફૂલની વર્ષા સાથે સ્પેશિયલ કેકની ખાસ વ્યવસ્થા કરી હતી. સ્ટાફના આ અદ્ભુત પ્રેમ અને સન્માનને જોઈને રાધિકા ખુશીથી ઝૂમી ઉઠી હતી અને તમામ સ્ટાફ સાથે મળીને કેક કટ કરી હતી. સ્ટાઇલિશ અને સિમ્પલ: પોલકા-ડોટ ડ્રેસમાં રાધિકાનો એલિગન્ટ લુક બર્થ ડે પર રાધિકાએ બ્રાઉન અને વ્હાઇટ પોલકા-ડોટવાળો સ્લીવલેસ ફ્લોઇંગ ડ્રેસ પહેર્યો હતો. લાઇટ V-નેકલાઇન, પાતળી સ્ટ્રેપ્સ અને કમર પર પહોળા સફેદ લેસ પેનલની ઝીણી ડિટેલિંગ આ સિમ્પલ સમર-વેર ડ્રેસને કલાસી અને રોમેન્ટિક લુક આપતો હતો. અતિશય મોંઘા આઉટફિટ્સને બદલે આ સોબર ડ્રેસમાં રાધિકાની સાદગી સ્પષ્ટપણે ઉભરી આવી હતી. રાધિકાએ પહેર્યો બજેટ ફ્રેન્ડલી ડ્રેસ દેશના સૌથી મોટા બિઝનેસમેનની વહુ હોવા છતાં રાધિકાએ જન્મદિવસે કોઈ મોંઘો ડિઝાઇનર ડ્રેસ પહેર્યો ન હતો અને ન તો કોઈ વધારે એસેસરીઝ પહેરી હતી. આ ડ્રેસ હિલ હાઉસ(Hill House) બ્રાન્ડનો છે જેની કિંમત વેબસાઇટ પર 29,700 રૂપિયા આપવામાં આવી છે. રાધિકાનો લુક હતો એકદમ સિમ્પલ રાધિકાએ પોતાના ડ્રેસને જ મુખ્ય આકર્ષણ બનાવી રાખ્યું હતું અને તેની સાથે માત્ર નાના ડાયમંડ સ્ટડ ઇયરરિંગ્સ પહેર્યા હતા. રાધિકાનો મેકઅપ એકદમ ફ્રેશ અને નેચરલ હતો. તેની ત્વચા ચમકી રહી હતી, આંખને હળવી હાઈલાઇટ કરવામાં આવી હતી. તેણે પોતાના લાંબા વાળને 'હાફ-અપ, હાફ-ડાઉન' સ્ટાઇલમાં રાખ્યા હતા. સોશિયલ મીડિયા પર ફેન્સ રાધિકાની સાદગી અને સ્ટાફ પ્રત્યેના તેમના પ્રેમભર્યા વર્તનની જામીને પ્રશંસા કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળી પછી મોંઘવારીનો બોમ્બ ફૂટશે!:પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, 7 રાજ્યોની ચૂંટણી પહેલાં સરકાર નિર્ણય લઈ શકે છે; ઓક્સફોર્ડ ઈકોનોમિક્સનો દાવો
    Next Article
    સરકારી વાહનના દુરુપયોગ બદલ DFOને શો-કોઝ નોટિસ:ફાયરબ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે ઠપકો આપતા ડિવિઝનલ ફાયર ઓફિસરે ગેરવર્તન કર્યું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment