Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ રેન્જ ટીમે પોશડોડા સાથે એક આરોપીને ઝડપ્યો:સાયલાના કોટડા ગામેથી 7 કિલોથી વધુ પોશડોડા જપ્ત, જથ્થો આપનાર સામે પણ ગુનો દાખલ

    7 hours ago

    રાજકોટ રેન્જ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કોટડા ગામેથી 7 કિલો 160 ગ્રામ પોશડોડા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. જપ્ત કરાયેલા પોશડોડાની કિંમત 1,07,400 રૂપિયા આંકવામાં આવી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેના આધારે રાજકોટ રેન્જની ટીમ આવા તત્વોને શોધી રહી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ, પીએસઆઈ પી.એન. મોરી અને ટીમે માહિતી મેળવી. લીંબડી ડીવાયએસપી વી.એમ. રબારીને જાણ કરીને કોટડા ગામમાં અમરા હરસુરભાઈના ઘરે દરોડો પાડ્યો. દરોડામાં અમરાના મકાનમાંથી ગેરકાયદેસર પોશડોડાનો જથ્થો મળ્યો. પોલીસે અમરા હરસુરની ધરપકડ કરી છે. આ જથ્થો આપનાર બિપીન ગોર સામે પણ ગુનો દાખલ કરાયો છે. ધજાળા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ગૂગલ પર કસ્ટમર કેરનો નંબર સર્ચ કરતા પહેલા સાવધાન!:ફોન-પેનું 5500નું રિફંડ લેવા જતાં નિવૃત્ત રેલવે અધિકારીએ 81,000 ગુમાવ્યા
    Next Article
    મનપા કમિશનર સામે કામદાર યુનિયને બાંયો ચડાવી:ઢોલ વગાડી અનોખો વિરોધ, કહ્યું- ભ્રષ્ટ અધિકારી અને કર્મચારીઓનાં નામ LED સ્ક્રીન પર ક્યારે જાહેર કરશો?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment