Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સયાજી હોસ્પિટલનો માનવતાને શરમાવે તેવો VIDEO:દાઝેલા બાળકને સ્ટ્રેચરના બદલે માતાએ ગોદમાં રાખી'ને પરિવારજને બોટલ પકડી અન્ય વોર્ડમાં ખસેડવાની ફરજ પડી, RMOએ કહ્યું-તપાસ કરીશું

    2 weeks ago

    વડોદરાની સયાજી હોસ્પિટલમાં તંત્રની બેદરકારીના આક્ષેપ કરતી શરમજનક તસવીરો સામે આવી છે. દાઝેલા બાળકની તાત્કાલિક વિભાગમાં સારવાર બાદ બાળ રોગ વિભાગના વોર્ડમાં ખસેડવા પરિવારજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક હાથમાં બોટલ અને માતા દ્વારા બાળકને ઊંચકીને શિફ્ટ કરવામાં આવી રહી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સ્ટ્રેચરના બદલે માતાએ ઊંચકવી પડી સયાજી હોપિટલમાં વ્હીલચેર કે સ્ટ્રેચર જેવી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ ન થતાં બાળકની માતા તેને ગોદમાં લઈને વોર્ડ બદલવા માટે ભટકતી જોવા મળી હતી. એટલું જ નહીં, દાઝેલા બાળકને ચડતી બોટલ પણ પરિવારજનોએ પોતાના હાથમાં પકડી રાખવાની ફરજ પડી હતી. હોસ્પિટલની બેદરકારીના આક્ષેપ સાથે સવાલો દાઝેલા માસૂમને હોસ્પિટલમાં એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં લઈ જવા માટે પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાના આ દૃશ્યોએ સયાજી હોસ્પિટલની વ્યવસ્થાને લઈ ગંભીર સવાલ ઉભા કર્યા છે. દર્દીઓ માટેની મૂળભૂત સુવિધાઓ અંગે તંત્ર દ્વારા તાત્કાલિક ધ્યાન આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. 'ક્યારેક દર્દીના પરિવારજનો ઉતાવળમાં ઊચકીને લઈ જાય છે' આ અંગે સયાજી હોસ્પિટલના RMO ડો.હિતેન્દ્ર ચૌહાણ સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વીડિયો અમારા ધ્યાનમાં આવ્યો છે. અમે આ બાબતે તપાસ કરીશું. જો કે હોસ્પિટલ તરફથી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. ક્યારેક દર્દીના પરિવારજનો દ્વારા ઉતાવળ હોવાથી જાતે ઊચકીને લઈ જાય છે. આ બાબતે પણ અમે તપાસ કરીશું.
    Click here to Read More
    Previous Article
    વડોદરાની 15 વર્ષની કિશોરીનું ઝારખંડના યુવકે અપહરણ કર્યું:યુવક પ્રેમ જાળમાં ફસાવીને કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી ઝારખંડ લઈ ગયો, જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
    Next Article
    મહીસાગરમાં વરસાદી માહોલ, વાતાવરણમાં ઠંડક:જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં, ખેતી પાકને ફાયદો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment