Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાંકરિયા લેક પરિસરમાં સિક્યુરિટી વચ્ચે મારામારી, VIDEO:ખાનગી સિક્યુરિટી એજન્સીના સુપરવાઈઝર અને AMC સિક્યુરિટીના ઈન્ચાર્જ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો

    4 days ago

    અમદાવાદના કાંકરિયા લેફ્ટફ્રન્ટ પરિસરમાં સિક્યુરિટી સુપરવાઈઝર અને સિક્યુરિટી ઇન્ચાર્જ વચ્ચે બોલાચાલી થઈ હોવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બંને વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી થતા મુલાકાતીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. કયા કારણોસર બોલાચાલી થઈ તે અંગે હજી સુધી સામે નથી આવ્યું જોકે મહિલા સિક્યુરિટી ગાર્ડને મેસેજ કરવા મામલે બોલાચાલી થયું હોવાનું જાણવા મળ્યું છે. કાંકરિયા લેકફ્રન્ટ પરિસરનો હવાલો સંભળાતા HOD ચિરાગ પટેલે જણાવ્યું હતું કે આ ઘટના શું બની છે તે અંગે તપાસ કરવામાં આવશે. ક્યાં કારણોસર બોલાચાલી અને મારામારી થઈ તેની તપાસ કરીશું. ખાનગી સિક્યુરીટીના સુપરવાઈઝર અને AMC સિક્યુરીટી ઈન્ચાર્જ વચ્ચે બબાલ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં સિક્યુરિટી મૂકવામાં આવેલી છે. સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝર અને AMCના સિક્યુરિટી ઇન્ચાર્જ વચ્ચે બોલાચાલી થઈ હતી. બંને વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં ગાળાગાળી અને મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. AMC ફાયર વિભાગના સિક્યુરિટી ઇન્ચાર્જ રાજેશ ગોસ્વામી દ્વારા લાફો મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ ખાનગી સિક્યુરિટી સુપરવાઈઝર દ્વારા કરવામાં આવ્યો છે અને તેના કારણે બોલાચાલી થઈ હતી. વીડિયોમાં સિક્યુરિટી ઇન્ચાર્જ જણાવે છે કે તું અમારી મહિલાઓને મેસેજ કેમ કરે છે. શા માટે બધા મેસેજો કરે છે એવા સવાલો કરી ઉગ્ર બોલાચાલી કરી હતી. બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો બંને વચ્ચે મહિલાના મેસેજ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેથી AMC ફાયરમેન કમ સિક્યુરિટી ઇન્ચાર્જએ એજન્સીના સિક્યુરિટી સુપરવાઈઝર પર હાથ ઉગામી મારવાનું શરૂ કરી દીધું હતું. સુપરવાઈઝરે કહ્યું હતું કે મને મારતો નહીં તો વધારે થશે. જે ગાળો ના બોલો અને હું તમારી ગાળો સાંભળવા નોકરી નથી કરતો એમ કહી દીધું હતું. સિક્યુરિટી ઇનચાર્જને સુપરવાઈઝરે કહ્યું હતું કે મહિલાઓને મેસેજ કેમ કર્યો હતો ? આ બાબતે બોલાચાલી થઈ હતી. સિક્યુરિટી ઇન્ચાર્જ દ્વારા બોલાચાલી કરીને સિકયુરિટીના સુપરવાઈઝ પર હાથ પણ ઉગામવામાં આવે છે. આ સમગ્ર મામલે સ્થાનિક મુલાકાતીઓમાં ભય ફેલાયો હતો.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન-ફરિયાદ સમિતિની બેઠક:જિલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે ચર્ચા કરાઈ
    Next Article
    અમલેશ્વર કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળ્યો:કચરામાં દટાયેલી લાશ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ, તપાસ શરૂ, ઓળખ અને કારણ જાણવા પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment