Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન-ફરિયાદ સમિતિની બેઠક:જિલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે ચર્ચા કરાઈ

    4 days ago

    અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા ખાતે કલેક્ટર કચેરીમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના હિત અને વિવિધ પ્રશ્નોના સમાધાન માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમાર અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા વિવિધ મુદ્દાઓ રજૂ કરાયા હતા. જેમાં જિલ્લાના માર્કેટયાર્ડ વેરહાઉસ, વિકાસકામોની ગ્રાન્ટનું આયોજન, શિક્ષણ અને તાલીમ, માર્ગ રીપેરીંગ, જંગલ કટિંગ, પાણી પુરવઠા, વૃક્ષારોપણ, કેનાલ રીસરફેસિંગ, ગેસ સિલિન્ડર ફાળવણી, ખનીજ ચોરી અંગેની કામગીરી, સિંચાઈ અને વીજળી સંબંધિત પ્રશ્નોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન, સરકારી લેણાં, કર્મચારીઓને મળતા લાભો, લોક અરજીઓનો નિકાલ, કચેરી નિરીક્ષણ, સ્વાગત કાર્યક્રમના પ્રશ્નો, IGOT પર કર્મચારીઓ અને અધિકારીઓની તાલીમ, APR ભરવા, જમીન માંગણી અને ઈ-વેસ્ટ નિકાલ જેવા વહીવટી મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામલક્ષી બનાવવા તેમજ જિલ્લા કચેરીઓના આંતરિક સંકલન સુધારવા માટે સૂચનો પણ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમાર, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દુનિયા માટે જે બિનવારસી, તેના માટે પોતાના છે આ દાદા:એક રૂપિયાની પણ મદદ નહીં લેવાની, ખિસ્સાનાં ખર્ચે એકલા હાથે કરે છે અજાણ્યા લોકોની અંતિમ વિધિ
    Next Article
    કાંકરિયા લેક પરિસરમાં સિક્યુરિટી વચ્ચે મારામારી, VIDEO:ખાનગી સિક્યુરિટી એજન્સીના સુપરવાઈઝર અને AMC સિક્યુરિટીના ઈન્ચાર્જ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment