Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંકલેશ્વર-હાંસોટમાં રોડ પર પથરાયું 'કાચું સોનું', ડ્રોન VIDEO:ડાંગરમાંથી ભેજ દૂર કરવા ખેડૂતોએ 8થી 10 કિમી સુધી પાક પાથર્યો, આ વર્ષે ભાવ વધ્યા 'ને ઉત્પાદન ઘટ્યું

    2 days ago

    ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ખેડૂતો દ્વારા ડાંગરની સુકવણી માટે રસ્તાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાંસોટના રોહિદથી પંડવાઈ સુધીના અંદાજે 8થી 10 કિલોમીટરના મુખ્ય માર્ગ પર ઠેર ઠેર ડાંગર પાથરીને તડકામાં સૂકવવામાં આવી રહ્યું છે. ખેતરમાંથી લણણી કરીને લાવવામાં આવેલા ડાંગરમાં રહેલો ભેજ દૂર કરવા અને બજારમાં યોગ્ય ભાવ મેળવવા ખેડૂતો આ પ્રક્રિયા કરી રહ્યા છે. ડ્રોન કેમેરા દ્વારા લેવામાં આવેલા આકાશી દૃશ્યોમાં દૂર દૂર સુધી રોડ પર પથરાયેલા ડાંગરના પાક સાથે ધરતીપુત્રોની અથાગ મહેનત પર દેખાય છે. ભરૂચ જિલ્લામાં 1.94 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર ચાલુ ખરીફ સીઝન-2026 દરમિયાન ભરૂચ જિલ્લામાં કુલ 1,94,548 હેક્ટર વિસ્તારમાં વિવિધ ખરીફ પાકોનું વાવેતર થયું છે. તેમાંથી 11,141 હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં અંકલેશ્વર અને હાંસોટ તાલુકા ડાંગરની ખેતીનાં મુખ્ય કેન્દ્રો છે. ઉપલબ્ધ વિગતો મુજબ, અંકલેશ્વરમાં અંદાજે 2,200 હેક્ટર અને હાંસોટમાં 1,300 હેક્ટર સહિત બંને તાલુકાઓમાં કુલ 3,500 હેક્ટર વિસ્તારમાં ડાંગરની ખેતી થાય છે. ભેજ દૂર કરવા બે-ત્રણ દિવસ સુધી સૂકવાય છે ડાંગર ખેતરમાંથી લણણી કરીને લાવવામાં આવેલા ડાંગરમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી તેને વેચાણ પહેલાં સૂકવવું જરૂરી બને છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, ડાંગરમાં અંદાજે 15 ટકા જેટલો ભેજ હોય તો બજારમાં ઓછો ભાવ મળવાની શક્યતા રહે છે. તેથી ખેડૂતો ડાંગરને ખુલ્લા તડકામાં પાથરીને બે-ત્રણ દિવસ સુધી સૂકવે છે. ત્યારબાદ તેને કોથળામાં ભરીને વેપારીઓને વેચાણ માટે આપવામાં આવે છે. મુખ્ય માર્ગ પર સુકવણીથી વાહનચાલકોની સાવચેતી જરૂરી રોહિદથી પંડવાઈ સુધીના માર્ગ પર અનેક સ્થળોએ ડાંગર પાથરવામાં આવ્યું છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, છેલ્લા ચારથી પાંચ વર્ષથી રસ્તા પર ડાંગર સૂકવવાની પ્રથા જોવા મળી રહી છે. અગાઉ ગામડાંઓમાં ડાંગર સૂકવવા માટે ખળીની સુવિધા ઉપલબ્ધ હોવાથી મુખ્ય માર્ગનો ઉપયોગ કરવાની જરૂર ઓછી રહેતી હતી. આ વર્ષે વરસાદ ન પડવાને કારણે પાક સૂકવવામાં સારી અનુકૂળતા રહી છે. ડાંગરના ભાવ પ્રતિમણ રૂ.50થી 70 વધ્યા આ વર્ષે ડાંગરના ભાવમાં ગત વર્ષની સરખામણીએ વધારો થયો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, ગયા વર્ષે પ્રતિમણ રૂ. 450ના ભાવે વેચાતું ડાંગર આ વર્ષે રૂ. 500થી રૂ. 520 સુધીના ભાવે વેચાઈ રહ્યું છે. આમ, પ્રતિમણ રૂ. 50થી રૂ. 70નો વધારો થયો છે. જોકે, ભાવમાં વધારો થયો હોવા છતાં આ વર્ષે ઉત્પાદન થોડું ઘટ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. તેથી સારા ભાવ મળવા છતાં ઓછા ઉત્પાદનની અસર તેમની કુલ આવક પર પડી શકે છે. માવઠું ન થતાં પાક સૂકવવામાં રાહત ડાંગરની લણણી બાદ તેને સૂકવવા માટે હવામાન અનુકૂળ રહેવું જરૂરી છે. આ સમયગાળા દરમિયાન વરસાદ કે માવઠું થાય તો પાક ભીનો થવાની અને તેને ફરીથી સૂકવવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. જોકે, આ વર્ષે માવઠું ન થતાં ખેડૂતોને પાક સૂકવવામાં રાહત મળી છે.
    Click here to Read More
    Previous Article
    બુધવારનું રાશિફળ:મેષ-વૃષભ રાશિના લોકોની મહેનત સફળ થશે, કુંભ રાશિના જાતકોને શેરબજારથી ફાયદો
    Next Article
    ગીર ગઢડાના ફાટસર ગામે કૂવામાંથી સિંહણ-નીલગાયના મૃતદેહ મળ્યા:જસાધાર રેન્જ વનવિભાગના કાફલાએ મૃતદેહ બહાર કાઢી પીએમ માટે ખસેડ્યાં; તપાસનો ધમધમાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment