Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર ગઢડાના ફાટસર ગામે કૂવામાંથી સિંહણ-નીલગાયના મૃતદેહ મળ્યા:જસાધાર રેન્જ વનવિભાગના કાફલાએ મૃતદેહ બહાર કાઢી પીએમ માટે ખસેડ્યાં; તપાસનો ધમધમાટ

    1 day ago

    ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ફાટસર ગામમાં વાડીના ઊંડા કૂવામાંથી સિંહણ અને માદા નીલગાયના મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ગીર પૂર્વ વન વિભાગ હેઠળની જસાધાર રેન્જના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. વનવિભાગ દ્વારા બંને વન્યપ્રાણીઓના મૃતદેહોને બહાર કાઢીને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. અંદાજે 55 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યા પ્રાપ્ત વિગતો મુજબ ફાટસર ગામના સુકવણ વિસ્તારમાં આવેલી ધીરુભાઈ વેકરિયાની વાડીના કૂવામાં સિંહણ અને નીલગાય પડી હોવાની માહિતી મંગળવારે સાંજે 6:30 વાગ્યે વન વિભાગને મળી હતી. મદદનીશ વન સંરક્ષક કપિલ ભાટિયાની હાજરીમાં વન ટીમે તપાસ કરતાં આશરે 55 ફૂટ ઊંડા કૂવામાંથી 5થી 7 વર્ષની સિંહણ અને માદા નીલગાય મૃત હાલતમાં મળી આવ્યા હતા. નિયમ મુજબ બંનેના મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી કરાઈ હતી. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ કારણ સ્પષ્ટ થશે કૂવામાંથી બહાર કાઢ્યા બાદ સિંહણ અને નીલગાયના મૃતદેહોને વધુ તપાસ અર્થે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ દરમિયાન આસપાસના વિસ્તારમાંથી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે આધાર-પુરાવા મળી આવ્યા નથી. વન વિભાગના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે, જેને લઈ આગળની કાયદેસરની તજવીજ હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    અંકલેશ્વર-હાંસોટમાં રોડ પર પથરાયું 'કાચું સોનું', ડ્રોન VIDEO:ડાંગરમાંથી ભેજ દૂર કરવા ખેડૂતોએ 8થી 10 કિમી સુધી પાક પાથર્યો, આ વર્ષે ભાવ વધ્યા 'ને ઉત્પાદન ઘટ્યું
    Next Article
    કીમ વિસ્તારમાં ATMની સુરક્ષા રામભરોસે:10માંથી 9 ગાર્ડ વગરના; પોણા બે વર્ષ અગાઉ એક કરોડની ચોરી થઈ તે યુનિયન બેન્કનું ATM પણ ભગવાન ભરોસે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment