Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કીમ વિસ્તારમાં ATMની સુરક્ષા રામભરોસે:10માંથી 9 ગાર્ડ વગરના; પોણા બે વર્ષ અગાઉ એક કરોડની ચોરી થઈ તે યુનિયન બેન્કનું ATM પણ ભગવાન ભરોસે

    2 days ago

    દિવાળીના તહેવારો નજીક આવતાં જ સુરત જિલ્લામાં તસ્કરો સક્રિય થઈ જતા હોય છે. ખાસ કરીને તહેવારો દરમિયાન એટીએમ મશીનોમાં બેંકો દ્વારા મોટી રકમ લોડ કરવામાં આવતી હોવાથી તસ્કરોની મુખ્ય નજર એટીએમ પર રહે છે. ચોરીની મોટાભાગની ઘટનાઓમાં બેંકોની બેદરકારી અને સુરક્ષાનો અભાવ મુખ્ય કારણ બની રહે છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 'દિવ્ય ભાસ્કર'ની ટીમ દ્વારા કીમ ગામથી કીમ ચાર રસ્તા સુધીના 5 કિલોમીટરના અંતરમાં આવેલા વિવિધ એટીએમનું મોડી રાત્રે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. 5 કિમીના વિસ્તારમાં 10 ATM ચકાસાયા, માત્ર એક જગ્યાએ ગાર્ડ મળ્યો રિયાલિટી ચેક દરમિયાન અલગ-અલગ બેંકોના 10 જેટલા એટીએમ સેન્ટરની તપાસ કરવામાં આવી હતી. આ ચોંકાવનારા નિરીક્ષણમાં માત્ર કીમ ગામે આવેલા SBIના એટીએમ પર જ સિક્યુરિટી ગાર્ડ હાજર જોવા મળ્યો હતો. બાકીના 9 એટીએમ મશીન પર કોઈ પણ સિક્યુરિટી ગાર્ડ તહેનાત નહોતો. પોલીસની સૂચનાઓનું અનાદર અને બેંક સંચાલકોની બેદરકારી સુરત જિલ્લા પોલીસ દ્વારા અગાઉ અનેક વખત બેંક સંચાલકોને એટીએમ મશીનોની બહાર 24 કલાક (24x7) સિક્યુરિટી ગાર્ડ રાખવા માટે સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે. આમ છતાં, બેંક સંચાલકો દ્વારા આ સૂચનાઓનો અમલ કરવામાં આવતો નથી. ગાર્ડ વગરના આ એટીએમ તસ્કરો માટે ખુલ્લું મેદાન પૂરું પાડે છે, જેના કારણે તસ્કરો નિશ્ચિત થઈને એટીએમ તોડી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જાય છે. પરિણામે, સ્થાનિક પોલીસની પેટ્રોલિંગ કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થાય છે. અગાઉ બનેલી ચોરી અને ચોરીના પ્રયાસની ઘટનાઓ કામરેજમાં એટીએમ સળગ્યું ગત 13મી તારીખના રોજ તસ્કરોએ કામરેજ ખાતે એટીએમ મશીનમાંથી રોકડ ચોરવાનો પ્રયાસ કર્યો હતો. ગેસ કટરથી મશીન કાપતી વખતે અચાનક આગ લાગતાં તસ્કરો ભાગી ગયા હતા અને સમગ્ર એટીએમ સળગી ગયું હતું. કીમ ચોકડી યુનિયન બેંકમાં ₹1.04 કરોડની ચોરી ગત તા. 17-12-2024ના રોજ કીમ ચોકડી પાસે આવેલી યુનિયન બેંકની શાખાની પાછળની દીવાલમાં બાકોરું પાડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા. તેઓ લોકર્સ નિશાન બનાવી ₹1 કરોડ 4 લાખની રોકડ તથા સોના-ચાંદીના દાગીના ચોરીને ફરાર થઈ ગયા હતા. નોંધનીય છે કે, આ બેંક પાસેનું એટીએમ પણ ગાર્ડ વગરનું જ હતું. બેંકો ક્યારે ગાર્ડ રાખે છે? કોઈ ATM પર ગાર્ડ રાખવો કે નહીં તે સંપૂર્ણપણે બેંકનો પોતાનો નિર્ણય હોય છે. સામાન્ય રીતે બેંકો નીચેની સ્થિતિમાં ગાર્ડ રાખે છે.
    Click here to Read More
    Previous Article
    ગીર ગઢડાના ફાટસર ગામે કૂવામાંથી સિંહણ-નીલગાયના મૃતદેહ મળ્યા:જસાધાર રેન્જ વનવિભાગના કાફલાએ મૃતદેહ બહાર કાઢી પીએમ માટે ખસેડ્યાં; તપાસનો ધમધમાટ
    Next Article
    ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી ન્યાય યાત્રા દેડિયાપાડા પહોંચી:વેરાઈ માતાના પટાંગણમાં જનસભા, 4 નવેમ્બરે ગાંધીનગરમાં વિશાળ સભાનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment