Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર દ્વારા નવરાત્રીની ઉજવણી:પ્રજ્ઞાચક્ષુ બહેનોએ કર્યા રાસ-ગરબા, છેલ્લાં 4 વર્ષથી અવિરત આયોજન

    7 hours ago

    નવરાત્રી એટલે શક્તિની આરાધના, ઉત્સાહ અને ઉમંગનો પર્વ. આ પર્વમાં વેરાવળની પ્રજ્ઞાચક્ષુ બહેનો પણ તાલ, લય અને સંગીતના સહારે રાસ-ગરબા રમીને માતાજીની આરાધનામાં સહભાગી બની રહી છે. વેરાવળના અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર દ્વારા છેલ્લા ચાર વર્ષથી પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે નવરાત્રી દરમિયાન રાસ-ગરબાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ પહેલનો મુખ્ય હેતુ બહેનોમાં રહેલી પ્રતિભાને પ્રોત્સાહન આપવાની સાથે તેમને સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવાની તક આપવાનો છે. સેવાભાવી મહિલાઓ દ્વારા નિઃશુલ્ક તાલીમ આપે છે પ્રજ્ઞાચક્ષુ બહેનો વેરાવળ અને આસપાસનાં વિવિધ ગરબી મંડળોમાં રાસ-ગરબામાં ભાગ લે છે. આ માટે શ્રી દાંડિયા ક્લાસીસનાં મીતાબેન કક્કડ સહિતની સેવાભાવી મહિલાઓ તેમને નિઃશુલ્ક તાલીમ આપે છે. આ મહિલાઓ પ્રજ્ઞાચક્ષુ બહેનોને રાસ-ગરબાનાં વિવિધ પ્રકારો શીખવવાની સાથે તેમની રજૂઆતને વધુ સારી બનાવવા માટે પણ મદદ કરે છે. આંખોની રોશની ન હોવા છતાં સંગીત અને તાલના સહારે ઉત્સાહપૂર્વક ગરબા કરતી આ બહેનોની ભાગીદારી સમાજમાં સમાનતા અને આત્મવિશ્વાસનો સંદેશ આપે છે. 20 પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનોને સંસ્થા દ્વારા નિઃશુલ્ક સેવાઓ અંધ અપંગ કલ્યાણ કેન્દ્રના મંત્રી ભીખુભાઈ સિસોદિયાના જણાવ્યા અનુસાર, સંસ્થા દ્વારા 20 પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનોને રહેવા, જમવા, શિક્ષણ અને રોજગારી સહિતની સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. દાતાઓના સહયોગથી સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓનું સંચાલન કરવામાં આવે છે. જોકે, હાલ સંસ્થાને અનાજની જરૂરિયાત હોવાથી સેવાભાવી દાતાઓ અનાજનું દાન કરીને સહયોગ આપે તેવી અપીલ કરવામાં આવી છે. ગરબીમાંથી મળતા અનુદાનની રકમ બહેનોને અપાય છે ભીખુભાઈ સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે, સંસ્થા રોકડ દાન સ્વીકારતી નથી. નવરાત્રી દરમિયાન પ્રજ્ઞાચક્ષુ દીકરીઓની આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમને સહયોગ આપવામાં આવે છે. ગરબી મંડળો તરફથી મળતા અનુદાનમાંથી જરૂરી ખર્ચ બાદ કરતાં બાકીની સમગ્ર રકમ આ બહેનોને વહેંચી આપવામાં આવે છે. આ વ્યવસ્થાથી બહેનોને નવરાત્રીના પર્વમાં પોતાની કળા રજૂ કરવાની સાથે આર્થિક સહાય પણ મળી રહે છે. રાસ-ગરબા થકી આત્મસન્માન અને આત્મનિર્ભરતાનો સંદેશ વેરાવળમાં અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર દ્વારા કરવામાં આવતી આ પહેલ માત્ર રાસ-ગરબા પૂરતી મર્યાદિત નથી. પ્રજ્ઞાચક્ષુ બહેનોને સમાજમાં સમાન તક મળે, તેમનો આત્મવિશ્વાસ વધે અને તેઓ આત્મસન્માન સાથે આગળ વધી શકે તે દિશામાં આ પ્રયાસ મહત્ત્વપૂર્ણ છે. સેવાભાવી મહિલાઓના સહકાર અને દાતાઓના યોગદાનથી પ્રજ્ઞાચક્ષુ બહેનો નવરાત્રીના પર્વમાં પોતાની પ્રતિભા રજૂ કરી રહી છે. આ પ્રવૃત્તિ સેવા, સહકાર અને સમાનતાનો સંદેશ આપીને નવરાત્રીના ઉત્સવને સાચા અર્થમાં સાર્થક બનાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વિશ્વની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ આજથી શરૂ થઈ:રણજી ટ્રોફીની 92મી સીઝનમાં 38 ટીમ 138 મેચ રમશે; મુંબઈ 42 વખતની ચેમ્પિયન
    Next Article
    વ્યાજખોરોના ત્રાસથી કંટાળી સફાઈ કામદારે ફિનાઈલ પીધું:મિત્રની 7 લાખની લોનના જામીનદાર બનવું ભારે પડ્યું, બે સામે ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment