Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરના કૈલાશ જાનીએ માઉન્ટ યુનમ સર કર્યું:20,049 ફૂટ ઊંચા શિખર પર તિરંગો લહેરાવી ગૌરવ વધાર્યું; એક કિડની હોવા છતાં મેળવી સાહસિક સિદ્ધિ

    17 hours ago

    પાલનપુરના જાણીતા પ્રકૃતિપ્રેમી કૈલાશ જાનીએ હિમાચલ પ્રદેશમાં આવેલા 20,049 ફૂટ (6,111 મીટર) ઊંચા 'માઉન્ટ યુનમ' શિખરનું સફળતાપૂર્વક આરોહણ કર્યું છે. સતત બરફવર્ષા અને વિષમ હવામાન વચ્ચે શિખરની ટોચ પર ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવીને તેમણે પાલનપુર અને બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. એક જ કિડની હોવા છતાં કડકડતી ઠંડી અને ઓક્સિજનની અછત સામે જીત આ પર્વતારોહણ દરમિયાન કૈલાશ જાનીએ સતત બરફવર્ષા, ઓક્સિજનની અછત, કડકડતી ઠંડી અને બરફથી ઢંકાયેલા કઠિન માર્ગો જેવા ગંભીર પડકારોનો સામનો કર્યો હતો. માત્ર એક કિડની ધરાવતા હોવા છતાં તેમણે પોતાના અડગ મનોબળ અને સાહસના બળે આ મુશ્કેલ અભિયાનને સફળ બનાવ્યું હતું. વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી અને પક્ષી સંરક્ષણમાં વિશેષ યોગદાન કૈલાશ જાની ઉત્તર ગુજરાતમાં પક્ષી નિરીક્ષક, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર અને પ્રકૃતિપ્રેમી તરીકે જાણીતા છે. તેમણે બાલારામ-અંબાજી વન્યજીવ અભયારણ્ય સહિતના વિસ્તારોમાં પક્ષીઓ અંગે પ્રશંસનીય દસ્તાવેજીકરણ કર્યું છે. તેઓ પાલનપુર નજીક જોવા મળેલા દુર્લભ ગોલ્ડન ઈગલ અંગેના વૈજ્ઞાનિક સંશોધન લેખના સહલેખક પણ રહ્યા છે. પક્ષી ગણતરી અને પર્યાવરણ જાગૃતિમાં સક્રિય ભૂમિકા બનાસકાંઠા જિલ્લામાં ઇજિપ્શિયન વલ્ચરની સ્થાનિક વસ્તીના અંદાજ માટે યોજાયેલી પક્ષી ગણતરીના સંચાલનમાં પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. પ્રકૃતિ અને પક્ષી પ્રેમી હોવાની સાથે 6,111 મીટરની ઊંચાઈએ દેશનો તિરંગો લહેરાવવાની તેમની આ સિદ્ધિ યુવાનો માટે પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.
    Click here to Read More
    Previous Article
    બિસ્કિટથી લઈને સાબુ-તેલ સુધી બધું મોંઘું થશે:રોજિંદા વપરાશની વસ્તુઓના ભડકે બળતા ભાવ, ₹5-₹10ના પેકેટમાં મળશે ઓછો સામાન; તમારા બજેટ પર કેવી થશે અસર?
    Next Article
    પાટણમાં જમીન પચાવવા ખેડૂતને ઝેર પીવડાવાયું:રિવોલ્વર બતાવી ધમકી અપાઈ; 4 આરોપીઓ સામે હત્યાના કાવતરાનો ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment