Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુધવારનું રાશિફળ:મેષ-વૃષભ રાશિના લોકોની મહેનત સફળ થશે, કુંભ રાશિના જાતકોને શેરબજારથી ફાયદો

    1 day ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 28 ઓક્ટોબર 2026, બુધવારના રોજ આસો વદ ત્રીજ તિથિ છે. આ દિવસની ચંદ્ર રાશિ વૃષભ છે. રાહુકાળ બપોરે 12:23થી 01:47 સુધી રહેશે.. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે. એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ: થોડીક સાવચેતી તમને અનેક મુશ્કેલીઓમાંથી બચાવશે. તમારી યોજનાઓને ગુપ્ત રીતે અમલમાં મૂકતા જાઓ. થોડીક સતર્કતા રાખવાથી તમારી યોજનાઓ તથા કાર્યો સફળ રહેશે. કોઈ ઘનિષ્ઠ મિત્રનો સહયોગ પણ તમારા માટે સહાયક રહેશે. નેગેટિવ: આ સમયે કોઈ પણ પ્રકારનું ઉધાર આપવા કે રોકાણ કરવામાં પોતાના પૈસા ન લગાવો, કારણ કે આ કાર્યો માટે સમય અનુકૂળ નથી. આ સમયે ભાવુકતાને બદલે વ્યાવહારિક દ્રષ્ટિકોણ રાખવો અતિ આવશ્યક છે, નહિતર લોકો તમારો ફાયદો ઉઠાવી શકે છે. વ્યવસાય: વ્યવસાયમાં ચાલી રહેલી અડચણો દૂર થશે અને સ્થિતિ સારી બનશે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ જેવા કાર્યોમાં લાભદાયી પરિસ્થિતિઓ બની રહી છે. સ્ટાફ અને કર્મચારીઓનો તમારા કામમાં યોગ્ય સહયોગ રહેશે. નોકરીયાત વ્યક્તિઓને પ્રગતિ મળવાના યોગ બની રહ્યા છે. લવ: પતિ-પત્ની વચ્ચે બાળકો કે ઘરની કોઈ સમસ્યાને લઈને તણાવ રહેશે, પરંતુ આપસમાં બેસીને ઉકેલવાથી સમાધાન પણ ચોક્કસ મળશે. પ્રેમ સંબંધો સુખદ રહેશે. સ્વાસ્થ્ય: ગેસના લીધે પરેશાન રહેશો. આ સમયે ખાવાપીવામાં ખૂબ જ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. લકી કલર: કેસરી લકી નંબર: 2 પોઝિટિવ: ઉત્સાહિત બનેલા રહો, આનાથી તમે પડકારોને સરળતાથી ઉકેલી લેશો. કેટલાક સમયથી ચાલી રહેલી તમારી લગન અને મહેનતનું આજે અણધાર્યું પરિણામ મળશે. યુવાનોને પોતાના ભવિષ્ય સંબંધી રસ્તાઓને સમજવાની તક મળશે. મિત્રો સાથે વાતચીત કરીને સારું અનુભવાશે. નેગેટિવ: ધ્યાન રાખો કે અતિ આત્મવિશ્વાસ હોવો પણ તમારી પરેશાનીનું કારણ બની શકે છે. કોઈ પણ કાર્યને સહજ વ શાંતિપૂર્ણ રીતે કરવાની કોશિશ કરો, તમે ચોક્કસ જ સફળ થશો. બીજાને સલાહ આપવાને બદલે પોતાના સ્વભાવમાં બદલાવ લાવવો વધુ યોગ્ય છે. વ્યવસાય: વ્યવસાયમાં ટીમવર્ક સાથે કામ કરવું લાભદાયી રહેશે. અટકેલા કાર્યોમાં ગતિ આવશે અને આવકની સ્થિતિ પણ સારી થશે. શેરબજાર, તેજી-મંદી જેવી પ્રવૃત્તિઓમાં આજે પૈસા ન લગાવો. ઓફિસમાં મીટિંગ દરમિયાન બીજાના અભિપ્રાય પર પણ ધ્યાન આપો. ઓનલાઈન કામમાં ડેટા સિક્યુરિટીનું ધ્યાન રાખો. લવ: વૈવાહિક સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજોની અસર ઘરની વ્યવસ્થા પર પણ પડશે. યુવા વર્ગ પ્રેમ સંબંધોમાં સમય ન બગાડીને પોતાના કરિયર પર ધ્યાન આપે. સ્વાસ્થ્ય: વર્તમાન નકારાત્મક પરિસ્થિતિઓથી પોતાનો બચાવ કરવો જરૂરી છે. સુરક્ષા સંબંધી નિયમોનું ગંભીરતાથી પાલન કરો. લકી કલર: વાદળી લકી નંબર: 5 પોઝિટિવ: ગ્રહ સ્થિતિ ખૂબ જ અનુકૂળ બનેલી છે. મિત્રો તથા સંબંધીઓનો પૂર્ણ સહયોગ રહેશે. કોઈ ખાસ કાર્યના મામલે વાર્તાલાપ પણ થશે. કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરતા પહેલા ઘરના સભ્યોની સલાહ લેવી તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે. નેગેટિવ: સમજદારીથી કામ લો, સફળતા મળવા પર વધુ પડતા વખાણ કરવા પણ યોગ્ય નથી. ઘર સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓમાં અતિશય ગેરવાજબી ખર્ચની સ્થિતિ રહેશે. પોતાના બજેટનું ધ્યાન રાખો. સગા-સંબંધીઓની બાબતમાં તમે પોતાને ફસાયેલા અનુભવશો. વ્યવસાય: કાર્યસ્થળ પર કોઈ સહયોગીનું નકારાત્મક વલણ તમને પરેશાન કરી શકે છે. તેથી સારું રહેશે કે તમામ કાર્યો તમારી દેખરેખ હેઠળ જ કરાવો. અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવાથી નુકસાન થવાની આશંકા છે. નોકરીયાત લોકો ઉચ્ચ અધિકારીઓની કડકાઈથી પરેશાન રહેશે. લવ: વૈવાહિક સંબંધો મધુર રહેશે. લગ્નેતર પ્રેમ સંબંધોના લીધે ઘરની સુખ-શાંતિ ભંગ થઈ શકે છે, તેનું ધ્યાન ચોક્કસ રાખો. સ્વાસ્થ્ય: કોઈ ભાવનાત્મક આઘાતની અસર સ્વાસ્થ્ય પર પડી શકે છે. પોતાના મનોબળને મજબૂત બનાવવા માટે મેડિટેશનનો સહારો લો. લકી કલર: ઓરેન્જ લકી નંબર: 7 પોઝિટિવ: આજે ક્યાંક અટકેલા પેમેન્ટ પાછા મળવાથી મન પ્રફુલ્લિત રહેશે. નાની-નાની ખુશીઓ તમારી દિનચર્યાને વધુ મધુર બનાવશે. બાળકોનું માર્ગદર્શન કરવું તેમની પ્રગતિમાં સહાયક રહેશે. સાથે જ કોઈ ખાસ કાર્ય તમારી શરતો પર જ સંપન્ન થઈ શકે છે. નેગેટિવ: વર્તમાનમાં લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મહેનતની જરૂર છે. કાનૂની નિયમોનું ઉલ્લંઘન ન કરો, નહિતર કાર્યવાહીના લપેટામાં આવી શકો છો. લેવડ-દેવડ સંબંધી પ્રવૃત્તિઓ કરતા પહેલાં યોગ્ય વિચાર-વિમર્શ ચોક્કસ કરી લો. પડોશીઓ સાથે સોસાયટી સંબંધી પ્રવૃત્તિને લઈને વાદ-વિવાદ થવાની આશંકા છે. વ્યવસાય: અટકેલા વ્યાવસાયિક કાર્યોમાં ગતિ આવશે. મનગમતો આર્થિક લાભ થશે. નવા સંપર્કોથી ફાયદો થશે તથા મોટા ભાગના કામ સમયસર પૂર્ણ થઈ જશે. કારખાના, ફેક્ટરી જેવા વ્યવસાયમાં સુરક્ષાના નિયમોની અવહેલના ન કરો. મલ્ટીનેશનલ કંપનીમાં કાર્યરત લોકોને પોતાના કામના લીધે પ્રશંસા મળશે. લવ: વૈવાહિક સંબંધોમાં મધુરતા બનેલી રહેશે તથા પારિવારિક વાતાવરણ ખુશહાલ રહેશે. પ્રેમ સંબંધોમાં કોઈ વાતને લઈને અલગ થવાની સ્થિતિ પણ બની શકે છે. સ્વાસ્થ્ય: અતિશય વ્યસ્તતાના લીધે થાક અનુભવાશે. પોતાના કામને અન્ય લોકો વચ્ચે વહેંચો અને યોગ્ય આરામ લો. લકી કલર: વાદળી લકી નંબર: 8 પોઝિટિવ: આજનો દિવસ તમને ખૂબ જ વ્યસ્ત રાખનારો છે, પરંતુ સાથે જ આના અનુકૂળ પરિણામો પણ મળશે. માત્ર બીજા પાસેથી મદદની અપેક્ષા રાખ્યા વગર પોતે જ પોતાના કાર્યોને વ્યવસ્થિત કરો. આર્થિક પ્રવૃત્તિઓમાં થોડો સુધારો આવશે તથા લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા પણ દૂર થશે. નેગેટિવ: ઘર બદલવા, યાત્રા સંબંધી વગેરે કોઈ પણ પ્રકારનો તણાવ રહી શકે છે. બીજાની સમસ્યાઓથી પોતાને દૂર રાખો તથા વાદ-વિવાદની સ્થિતિમાં ન પડો. આ સમયે તમારે વાતચીતમાં સાવચેતી રાખવાની જરૂર છે. વ્યવસાય: વ્યવસાય સંબંધી કોઈ નવું કામ શરૂ કરવાનું આયોજન કરી રહ્યા હોવ તો સમય અનુકૂળ છે. સાથે જ પોતાની વ્યાવસાયિક પાર્ટીઓની પણ મદદ લો. વર્કિંગ મહિલાઓ માટે કેટલાક પડકારો રહી શકે છે. નોકરીમાં બોસ તથા અધિકારીઓ સાથે સંબંધો મધુર બનેલા રહેશે. લવ: ઘર તથા વ્યવસાયમાં યોગ્ય તાલમેલ અને સામંજસ્ય જળવાઈ રહેશે. પરંતુ પ્રેમ સંબંધોના મામલામાં નિરાશા જ રહેશે. સ્વાસ્થ્ય: માનસિક સુકૂન માટે મેડિટેશન, ધ્યાન વગેરે ચોક્કસ કરો. શાંતિની ચાહમાં એકાંત કે ધાર્મિક સ્થળ પર પણ થોડો સમય ચોક્કસ વિતાવો. લકી કલર: સફેદ લકી નંબર: 6 પોઝિટિવ: આત્મવિશ્વાસ જાળવી રાખવાથી તમે તમારા કામ કે પ્રવૃત્તિઓમાં સુધારો લાવી શકો છો. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા તણાવમાંથી પણ આજે રાહત મળશે. અંગત સમસ્યાઓમાંથી પણ નિરાકરણ મળશે, માત્ર તમારે દરેક પાસા પર યોગ્ય રીતે કામ કરવાની જરૂર છે. નેગેટિવ: આવકની સરખામણીએ ખર્ચની સ્થિતિ વધુ રહેવાથી મન થોડું વિચલિત રહેશે. ક્યારેક વધુ પડતી ઉતાવળ કરવી અને આવેશમાં આવવું તમારા માટે વિપરીત પરિસ્થિતિઓ પણ ઊભી કરી શકે છે. પોતાની આ ખામીઓમાં સુધારો લાવો. વ્યવસાય: વ્યાવસાયિક તથા માર્કેટિંગના તમામ કામ યોજનાબદ્ધ રીતે સંપન્ન થતા જશે. ઘણા સમયથી અટકેલી કોઈ પેમેન્ટ મળવાથી આર્થિક સ્થિતિ પણ સારી બનશે. પરંતુ જલ્દી લાભ કમાવવા માટે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ન અપનાવો. સરકારી કર્મચારીઓને નોકરીથી સંકળાયેલા કોઈ સારા સમાચાર મળશે. લવ: પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ખાટી-મીઠી નોકઝોક રહેશે. ઘરના કોઈ સભ્યના લગ્નને લઈને વિચાર-વિમર્શ થશે. સ્વાસ્થ્ય: નબળાઈ અને થાક અનુભવશો. સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહી ન કરો. કુદરતી વસ્તુઓનું વધુમાં વધુ સેવન કરો. લકી કલર: લીલો લકી નંબર: 5 પોઝિટિવ: થોડું સુકૂન અને રાહત મેળવવા માટે પોતાની મનપસંદ પ્રવૃત્તિઓમાં પણ સમય વિતાવો, આનાથી તમને આત્મિક અને માનસિક ખુશી મળશે. કોઈ વિશેષ વ્યક્તિના સાનિધ્યમાં તમારી વિચારધારામાં પણ સકારાત્મક પરિવર્તન આવશે. મુશ્કેલ સમયમાં નજીકના મિત્રોનો યોગ્ય સહયોગ મળશે. નેગેટિવ: કોઈ નજીકના સંબંધી સાથે વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. પોતાના ગુસ્સા અને આવેશ પર નિયંત્રણ રાખો. યુવા વર્ગ પોતાની મહેનત મુજબ પરિણામ ન મળવાથી તણાવની સ્થિતિમાં રહેશે. આ સમય ધીરજ અને સંયમ રાખવાનો છે. વ્યવસાય: કાર્યક્ષેત્રમાં વિસ્તરણ સંબંધી યોજનાઓ બનશે. પરંતુ ધ્યાન રાખો કે ઉતાવળ અને અતિ ઉત્સાહથી બનતું કામ બગડી પણ શકે છે. આ સમયે કોઈને પણ પૈસા ઉધાર ન આપો, નહિતર તમે પોતે આર્થિક મુશ્કેલીમાં ફસાઈ શકો છો. લવ: પતિ-પત્નીના પરસ્પર સામંજસ્ય અને પ્રયાસોથી ઘરમાં સુખદ વાતાવરણ બનેલું રહેશે. પોતાના લવ પાર્ટનર સાથે લોંગ ડ્રાઈવ પર જાઓ. સ્વાસ્થ્ય: અતિશય કામ અને તણાવના લીધે ગભરામણ અને થાકની સ્થિતિ રહી શકે છે. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. લકી કલર: પીળો લકી નંબર: 3 પોઝિટિવ: આજે તમારું કોઈ મહત્વપૂર્ણ કાર્ય સંપન્ન થઈ જવાથી શારીરિક અને માનસિક ઊર્જા બનેલી રહેશે. કોઈ અતિ સુખદ સમાચાર પણ મળશે. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઈને પૂરી રીતે ગંભીર અને એકાગ્રચિત્ત રહેશે. ઉધાર આપેલા નાણાં પાછા મળી શકે છે. નેગેટિવ: નાણાકીય કાર્યોમાં હિસાબ-કિસાબ કરતી વખતે કોઈની મદદ ચોક્કસ લો. ઉતાવળમાં લેવાયેલો કોઈ નિર્ણય ખોટો પણ સાબિત થઈ શકે છે. તેથી ખૂબ જ સાવચેતી અને સહજતા રાખવાની જરૂર છે. અત્યારે પોતાને સાબિત કરવા માટે ખૂબ વધારે મહેનતની પણ જરૂર છે. વ્યવસાય: વ્યાવસાયિક કાર્યપ્રણાલી વ્યવસ્થિત રહેશે. જલ્દી જ કોઈ સિદ્ધિ પ્રાપ્ત થશે. પોતાના અથાક પ્રયાસ અને યોગ્યતા દ્વારા પોતાના કાર્યોને યોગ્ય રીતે કરી શકશો. કમિશન તથા વીમા સંબંધી કામમાં અણધારી સફળતા મળવાના યોગ છે. ઓફિસમાં કોઈ વાદ-વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. લવ: પારિવારિક બાબતોમાં તમારું યોગદાન ચોક્કસ આપો, આનાથી સંબંધોમાં મધુરતા આવશે. પ્રેમ સંબંધોમાં તમારો સમય ન બગાડો. સ્વાસ્થ્ય: જોખમી કાર્યોથી દૂર જ રહો તથા વાહન પણ સાવચેતીપૂર્વક ચલાવવાની જરૂર છે. આજે ઈજા થવા જેવી સ્થિતિ બની રહી છે. લકી કલર: ક્રીમ લકી નંબર: 2 પોઝિટિવ: તમારી સાદગીપૂર્ણ જીવનશૈલી ઘર તથા બહાર બંને જગ્યાએ યોગ્ય વ્યવસ્થા બનાવી રાખશે. સોસાયટી અથવા સામાજિક લોકો વચ્ચે તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા થશે. ફાયનાન્સ સંબંધી કાર્યો યથા સમયે મનગમતી રીતે સંપન્ન થઈ જશે. નેગેટિવ: પરંતુ મહેમાનોની આવન-જાવનના લીધે તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્યોમાં અડચણો પણ આવી શકે છે, જેના લીધે સ્વભાવમાં ગુસ્સો અને ચીડિયાપણું રહી શકે છે. વધતા ખર્ચાઓ ચિંતાનું કારણ બનશે. નકામી ગૂંચવણોથી પોતાને દૂર જ રાખો. વ્યવસાય: કંઈક ને કંઈક મુશ્કેલીઓ પણ રહેશે, તેથી વ્યવસાય સંબંધી કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લઈને વર્તમાન પ્રવૃત્તિઓ પર જ તમારી ઊર્જા લગાવો. કાનૂની અડચણો દૂર થશે. સંપર્કોનો દાયરો વધશે તથા તમને કોઈ ખાસ પરેશાનીમાંથી મુક્તિ પણ મળશે. લવ: બહારની વ્યક્તિઓની દખલગીરી પોતાના ઘરની વ્યવસ્થા પર ન પડવા દો. પ્રેમ સંબંધોના મામલામાં તમે પોતાને નસીબદાર અનુભવશો. સ્વાસ્થ્ય: કામનું દબાણ તમારા સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર પાડશે. આ સમયે પોતાનું ઈમ્યુન સિસ્ટમ મજબૂત બનાવી રાખવું પણ જરૂરી છે. લકી કલર: વાદળી લકી નંબર: 7 પોઝિટિવ: દિવસ સુખદ પસાર થશે. કોર્ટ-કચેરી સંબંધી કોઈ મુદ્દો આજે ઉકેલાઈ શકે છે. સાથે જ મહત્વપૂર્ણ યોજનાઓને અમલમાં મૂકવાની ઊર્જા પણ બનેલી રહેશે. વિદ્યાર્થીઓને પોતાના શિક્ષણ સાથે સંકળાયેલા કોઈ ઉત્તમ સમાચાર મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે. પોતાની ક્ષમતાઓ અને ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરો. નેગેટિવ: બીજાના અંગત મામલાઓમાં પોતાની દખલગીરી ન કરો અને પોતાના કામથી જ મતલબ રાખો. પારિવારિક વાતાવરણમાં સુખ અને શાંતિ સ્થાપિત કરવા માટે તમારે મહત્વનો રોલ ભજવવો પડશે. આ સમયે કોઈ પણ યાત્રા સંબંધી યોજના બનાવતી વખતે સામાન વગેરે સારી રીતે ચેક કરો. વ્યવસાય: આજે કોઈ નવા કામની શરૂઆત કરવા માટે દિવસ ઉત્તમ છે. પરંતુ અત્યારે વધુ લાભની આશા ન રાખો. કોઈ ખાસ કાર્યને લઈને યોગ્ય નિર્ણય લેવામાં અસમંજસની સ્થિતિ પણ રહી શકે છે. નજીકના ભવિષ્યમાં ચોક્કસ જ યોગ્ય પરિણામો મળશે. નોકરીમાં કોઈ મહત્વપૂર્ણ ઓથોરિટી મળી શકે છે. લવ: પારિવારિક તથા વ્યાવસાયિક પ્રવૃત્તિઓ વચ્ચે યોગ્ય સંતુલન બનેલું રહેશે. યુવા વર્ગ પોતાની મિત્રતા પ્રત્યે ગંભીર રહેશે. સ્વાસ્થ્ય: પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો અને કોઈ પણ પ્રકારનું જોખમ લેવાથી પરહેજ કરો. કોઈ પ્રકારની ઈજા થવાની આશંકા પણ બની રહી છે. લકી કલર: ગુલાબી લકી નંબર: 5 પોઝિટિવ: આજે કોઈ લાભદાયી યાત્રા સંપન્ન થઈ શકે છે. અતિશય વ્યસ્તતાના કારણે ઘરે તો સમય વિતાવી નહીં શકો, પરંતુ પોતાના ઘણા મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવામાં સફળ રહેશો. કોઈ જમીન સંબંધી લાભ થવાના યોગ પણ બની રહ્યા છે. નેગેટિવ: બીજાની ટીકા કરવામાં સમય અને ઊર્જા ન બગાડો, આનાથી તમારી યોગ્યતા અને કાબિલિયત પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી શકે છે. કેટલાક લોકો સ્વાર્થની ભાવનાથી તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. ભાઈઓ સાથે કોઈ પણ પ્રકારનો મતભેદ અને તણાવ ઊભો ન થવા દો. વ્યવસાય: પોતાના વ્યાવસાયિક સંપર્કોને વધુ મજબૂત કરો. શેરબજાર વગેરે જેવા કાર્યોમાં રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. માત્ર યોજનાબદ્ધ રીતે પોતાના કાર્યોને અંજામ આપવાની જરૂર છે. ઓફિસમાં પેન્ડિંગ કાર્યો પૂરા કરવામાં સફળતા મળશે. લવ: ઘરનું વાતાવરણ સુખદ બનેલું રહેશે. મિત્રો સાથે થોડો સમય વિતાવવો તમને તણાવમુક્ત રાખશે. સ્વાસ્થ્ય: માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યા થઈ શકે છે. પરંતુ આ એસિડિટી અને અનિયમિત ખાવાપીવાના લીધે જ થશે, એ વાતનું ધ્યાન રાખો. લકી કલર: લાલ લકી નંબર: 1 પોઝિટિવ: આજે ઘરમાં નવીનીકરણ વ સજાવટને લઈને કેટલીક યોજનાઓ બનશે. પરંતુ કોઈ પણ કામ કરતા પહેલા તેના પર બજેટ ચોક્કસ બનાવો, તો આર્થિક મુશ્કેલીઓથી બચી જશો. બાળકો સાથે સંકળાયેલી કોઈ સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત મળશે. નેગેટિવ: પરંતુ સાથે જ પોતાના વ્યક્તિત્વને નિખારવા પ્રત્યે પણ સચેત રહેવું જરૂરી છે. નાણાકીય મામલાઓમાં પણ સતર્કતા રાખવી પડશે. આ સમયે કોઈ પણ પ્રકારની યાત્રા કરવાથી પરહેજ રાખો, કારણ કે તેમાં સમય અને પૈસાનો બગાડ થવા સિવાય બીજું કંઈ હાંસલ નહીં થાય. વ્યવસાય: તમારી વ્યાવસાયિક વ્યવસ્થા તથા કાર્યપ્રણાલીમાં સુધારો આવશે. થોડીક લાપરવાહી કે ભૂલનો મોટો ભોગ બનવું પડી શકે છે. નવી યોજનાઓને કાર્યરૂપ આપવાનો અનુકૂળ સમય છે. લવ: ઘર-પરિવારમાં પ્રેમપૂર્ણ અને સુખદ સામંજસ્ય રહેશે. પ્રેમ સંબંધોમાં એકબીજાની ભાવનાઓને માન આપવું જરૂરી છે. સ્વાસ્થ્ય: તણાવની અસર તમારી પાચનક્રિયા પર પડશે. હેલ્ધી ખાવાપીવાનું લો અને તણાવમુક્ત થવા માટે યોગનો સહારો લો. લકી કલર: કેસરી લકી નંબર: 9
    Click here to Read More
    Previous Article
    28 ઓક્ટોબરનું ટેરો રાશિફળ:સિંહ રાશિના લોકોએ તકને હાથમાંથી જવા ન દેવી, ધન રાશિના જાતકોને નોકરી-ધંધામાં બમણો લાભ
    Next Article
    અંકલેશ્વર-હાંસોટમાં રોડ પર પથરાયું 'કાચું સોનું', ડ્રોન VIDEO:ડાંગરમાંથી ભેજ દૂર કરવા ખેડૂતોએ 8થી 10 કિમી સુધી પાક પાથર્યો, આ વર્ષે ભાવ વધ્યા 'ને ઉત્પાદન ઘટ્યું

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment