Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરનો ‘સાત કુંડા વોટર ફોલ’ ખીલી ઊઠ્યો, VIDEO:પાંચ સિસ્ટમ સક્રિય, આજે 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

    21 hours ago

    આજે સવારના 6થી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 86 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ નવસારીના ખેરગામમાં 2.36 ઇંચ તો વલસાડમાં 2.17 ઇંચ વરસ્યો છે. 6 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 3% વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હજુ પણ સામાન્ય કરતાં 21% ઓછો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે મહીસાગરનો ‘સાત કુંડા વોટર ફોલ’ ફરી ખીલી ઊઠ્યો છે. વહેલી સાવારે અમદાવાદના ન્યુ રાણીપ, વાડજ, અખબારનગર, સુભાષબ્રિજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આકાશમાં કાળા ડિબાગ વાદળોના કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે, જેના કારણે વાહનચાલકોને લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. હાલમાં વાતાવરણ ઉઘાડ જોવા મળી રહ્યો છે. મહીસાગરનો ‘સાત કુંડા વોટર ફોલ’ ખીલી ઊઠ્યો, સ્વર્ગસમાન માહોલ ઊભો થયો મહીસાગર જિલ્લામાં અવિરત ચોમાસાની મેઘમહેર બાદ પ્રખ્યાત પર્યટન સ્થળ 'સાત કુંડા વોટર ફોલ' તેના અદ્ભુત અને રમણીય સ્વરૂપમાં ખીલી ઉઠ્યો છે. ડુંગરોની ઊંચાઈ પરથી ધસમસતો જળપ્રવાહ સાત કુદરતી કુંડાઓમાં ગર્જના સાથે ખાબકતાં અદ્ભુત નજારો સર્જાયો છે. આસપાસની હરિયાળી, ધુમ્મસભર્યું વાતાવરણ અને ગાજતો ધોધ કોઈપણ હિલ સ્ટેશનને ટક્કર આપે તેવો સ્વર્ગસમાન માહોલ ઊભો કરી રહ્યો છે. આ કુદરતી વૈભવને નિહાળવા અને કેમેરામાં કેદ કરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ, ફોટોગ્રાફરો અહીં પહોંચી રહ્યા છે. જોકે, વરસાદને કારણે પાણીનો પ્રવાહ અત્યંત તેજ હોવાથી પ્રશાસન દ્વારા પ્રવાસીઓને સુરક્ષાના ભાગરૂપે સાવચેતી રાખવા અને જોખમી પોઈન્ટ્સ પર ન જવાની ખાસ અપીલ કરવામાં આવી છે. પાટણમાં ખુલ્લી ગટર વૃદ્ધ અને બચાવવા ગયેલો યુવક ખાબક્યા પાટણના સૌથી વ્યસ્ત એવા નવજીવન ચાર રસ્તાથી સિદ્ધપુર રોડ પર ભારે વરસાદને કારણે ઘૂંટણસમા પાણી ભરાતાં માર્ગો બેટમાં ફેરવાઈ ગયા હતા. આ દરમિયાન રસ્તા પર પાણી ભરાયેલું હોવાથી ખુલ્લી ગટર નજરે ન પડતાં એક વૃદ્ધ અચાનક ગટરમાં ખાબક્યા હતા. તેઓને બચાવવા માટે તાત્કાલિક આગળ આવેલો સ્થાનિક યુવક પણ ગટરમાં પટકાયો હતો. જોકે, આસપાસના લોકોએ સમયસૂચકતા વાપરી ભારે જહમત બાદ બંનેને સહીસલામત બહાર કાઢતાં મોટી હોનારત ટળી હતી, પરંતુ પાલિકાની ઘોર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સાત દિવસ વરસાદની આગાહી, પાંચ સિસ્ટમ સક્રિય રાજ્યમાં સક્રિય શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી આગામી 7 દિવસ વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે. આજે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત 13 અને 14 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ગાજવીજ અને વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે.
    Click here to Read More
    Previous Article
    પંજાબના પૂર્વ ડેપ્યુટી CM સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો:મહારાષ્ટ્રમાં નિહંગે તીક્ષ્ણ હથિયારથી કર્યો હુમલો; હોસ્પિટલમાં દાખલ કરાયા
    Next Article
    સોલા અષ્ટમંગલ મહાદેવ મંદિરે શ્રાવણ માસનો પ્રારંભ:વિશેષ પૂજા, મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment