Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોલા અષ્ટમંગલ મહાદેવ મંદિરે શ્રાવણ માસનો પ્રારંભ:વિશેષ પૂજા, મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન

    15 hours ago

    સોલા અષ્ટમંગલ મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આ નિમિત્તે મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણના સોમવાર, જન્માષ્ટમી, રક્ષાબંધન અને શ્રાવણ અમાસના પવિત્ર દિવસોએ વિશેષ પૂજા, મહાઆરતી અને દૂધ અભિષેક જેવા કાર્યક્રમો યોજાશે. ભક્તો માટે મંદિરમાં વિશેષ દર્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શ્રાવણ માસ દરમિયાન દિવ્ય શિવાલયમાં દરરોજ વિવિધ શણગાર કરવામાં આવે છે. મહિલાઓ દ્વારા ભજન-કીર્તનનું આયોજન થાય છે. મંદિરનું ૧૧ ફૂટનું શિવલિંગ રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. સવાર-સાંજ કર્ણપ્રિય સંગીત સાથે ઉતારવામાં આવતી આરતીનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. હજારો શ્રદ્ધાળુ શિવ ભક્તો મહાદેવના દર્શન કરી રહ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તજનોને શ્રાવણ મહોત્સવમાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરનો ‘સાત કુંડા વોટર ફોલ’ ખીલી ઊઠ્યો, VIDEO:પાંચ સિસ્ટમ સક્રિય, આજે 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
    Next Article
    હેલ્પ્સ ફાઉન્ડેશને ઘાટલોડિયા શાળાના વિદ્યાર્થીઓને ટીશર્ટ, ટ્રેકપેન્ટ આપ્યા:ટ્રસ્ટી વિજયભાઈ પટેલે વિતરણ કરી બાળકોને પ્રેરણા આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment