Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જવલ્લે જ જોવા મળતો સાપના મિલનનો નજારો, VIDEO:વંથલી મેંગો માર્કેટ પાસે 6 ફૂટ લાંબા બે સાપ હવામાં ફેણ ઉઠાવી, ડર ભૂલીને પ્રકૃતિનો દુર્લભ નજારો જોવા લોકો ઉમટ્યા

    1 week ago

    ​કુદરતની રહસ્યમય અને રોમાંચક દુનિયામાં ઘણીવાર એવા દ્રશ્યો જોવા મળે છે જે માણસને સ્તબ્ધ કરી દે છે. આવો જ એક પ્રકૃતિનો અદભૂત અને અત્યંત દુર્લભ નજારો જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે જોવા મળ્યો હતો. વંથલીની પ્રખ્યાત મેંગો માર્કેટ નજીક બે વિશાળકાય સાપ એકબીજા સાથે ગૂંથાયેલી હાલતમાં જોવા મળ્યા હતા. આ અદભુત અને રોમાંચક દ્રશ્યો ત્યાં હાજર સ્થાનિક લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધા હતા, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. ​બંને સાપની અદભુત કેમિસ્ટ્રી જોવા મળી જમીન પર આશરે 6 ફૂટ લાંબા બે સાપ એકબીજાના શરીરમાં લપેટાઈને હવામાં ઊંચા ફેણ ઉઠાવીને લહેરાતા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બંને સાપ એકબીજા સાથે ગૂંથાઈને કોઈ કુદરતી નૃત્ય કરી રહ્યા હોય તેમ વારંવાર હવામાં ઊંચા ઉછળે છે અને જમીન પર લોટે છે. સૂકા પાંદડાના ખખડાટ અને પ્રકૃતિના શાંત વાતાવરણ વચ્ચે આ બંને સાપની અદભુત કેમિસ્ટ્રી જોવા મળી હતી. ​સામાન્ય રીતે સાપને જોઈને લોકોમાં ડરનો માહોલ સર્જાતો હોય છે પરંતુ, આ દ્રશ્ય એટલું અદભુત અને વિરલ હતું કે આસપાસના લોકો ડર ભૂલીને આ નજારો જોવા માટે એકઠા થઈ ગયા હતા. સામાન્ય બોલચાલમાં લોકો આને 'સાપનું મિલન' સમજી રહ્યા હતા. આવા દ્રશ્યો જવર્લે સંવનનની ઋતુ દરમિયાન જોવા મળતી હોય છે. ​પ્રકૃતિનો આવો દુર્લભ નજારો નજીકથી નિહાળવો લ્હાવો મેંગો માર્કેટ માર્કેટ વિસ્તારની નજીક જ આટલા મોટા સાપ આ અનોખા અંદાજમાં જોવા મળતા આસપાસના રહીશો માટે આ કૌતુકનો વિષય બન્યો હતો. કેમેરામાં કેદ થયેલો આશરે 40 સેકન્ડનો આ વીડિયો વન્યજીવ પ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પ્રકૃતિનો આવો દુર્લભ નજારો નજીકથી નિહાળવા મળવો એ ખરેખર એક લહાવો છે. ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓના ક્વાર્ટરમાં સાપના મિલનનો અદભુત નજારો કેમેરામાં કેદ પાટનગર ગાંધીનગરના સેક્ટર-19માં રહેતા ઉચ્ચ અધિકારીના બંગલા પાછળ આજે પ્રકૃતિનો એક અદભૂત અને દુર્લભ નજારો જોવા મળ્યો હતો. બંગલાના પાછળના ભાગે આવેલી ઝાડીઓમાં આશરે છ ફૂટ લાંબા બે સાપ એકસાથે જોવા મળતા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. એકબીજામાં ગૂંથાયેલા આ સાપના મિલનનો દુર્લભ વીડિયો પણ સામે આવ્યો છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ 6 બાંગ્લાદેશી ઝડપાયા:1000 ફોન ટ્રેસ કરી 22 ટીમોએ સઘન સર્ચ કર્યું
    Next Article
    ભરૂચ જુમ્મા મસ્જિદમાં વધારાનું બાંધકામ દૂર કરાયું:પુરાતત્વ વિભાગની મંજૂરી વિનાના નિર્માણ પર કાર્યવાહી, એક દરવાજો સીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment