Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ જુમ્મા મસ્જિદમાં વધારાનું બાંધકામ દૂર કરાયું:પુરાતત્વ વિભાગની મંજૂરી વિનાના નિર્માણ પર કાર્યવાહી, એક દરવાજો સીલ

    1 week ago

    ભરૂચ શહેરની ઐતિહાસિક અને રાષ્ટ્રીય ધરોહર તરીકે ઓળખાતી જુમ્મા મસ્જિદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. લગભગ 6 મહિનાથી ચાલી રહેલા વિવાદ વચ્ચે સોમવારે સવારથી પુરાતત્વ વિભાગની મંજૂરી વિના કરવામાં આવેલા વધારાના બાંધકામને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન મસ્જિદના પાછળના ભાગે આવેલા એક દરવાજાને પણ સીલ કરવામાં આવ્યો હતો. જુમ્મા મસ્જિદને લઈને છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. કેટલાક સંગઠનો દ્વારા મસ્જિદનું સ્થળ પ્રાચીન જૈન સ્મારક અથવા જૈન સમરી વિહાર અને ચક્રધર સ્વામીનું જન્મ સ્થળ હોવાનો દાવો કરવામાં આવતા મામલો ચર્ચામાં રહ્યો હતો. આ મુદ્દે વિવિધ સ્તરે રજૂઆતો, વિરોધ અને આંદોલનો પણ થયા હતા. આ દરમિયાન પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્મારક વિસ્તારમાં જરૂરી મંજૂરી લીધા વગર વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદો સામે આવી હતી. તપાસ બાદ નિયમો અનુસાર વધારાના બનાવવામાં આવેલા વજુ ખાનાના બાંધકામને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભરૂચ બી ડિવિઝન પોલીસ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અધિકારીઓ અને કર્મચારીઓએ વધારાના બાંધકામને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. સ્થાનિકોમાં આ કાર્યવાહી અંગે ભારે ચર્ચા ચાલી રહી છે. ઐતિહાસિક સ્મારકોના સંરક્ષણ અને કાયદાકીય જોગવાઈઓના પાલનને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. જોકે, સમગ્ર મામલે સંબંધિત વિભાગો તરફથી સત્તાવાર નિવેદન બાદ વધુ વિગતો સ્પષ્ટ થવાની શક્યતા છે. આ અંગે આંદોલન કરનારા શંકરાચાર્ય મઠના વ્યવસ્થાપક મુક્તાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, ઐતિહાસિક જૈન મંદિર અને શ્રી ચક્રધર સ્વામી જન્મસ્થળી જેવા રાષ્ટ્રીય ધરોહરના સંરક્ષણ માટે 'રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિ' છેલ્લા અઢી વર્ષથી સતત પ્રયત્નશીલ છે. કલેક્ટરને આવેદનપત્ર આપવાથી માંડીને ઉપવાસ જેવા કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, તેમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે પુરાતત્વ વિભાગના નીતિ-નિયમો મુજબ આ ધરોહરનું યોગ્ય સંચાલન અને સુરક્ષા થાય. આ સ્થળ સરકારી દેખરેખ હેઠળ હોવા છતાં પણ નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે. વધુમાં જણાવ્યું કે, તાજેતરમાં જ કલેક્ટર અને ASI (ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ)ના અધિકારીઓ સાથે થયેલી બેઠક બાદ કેટલાક સકારાત્મક કાર્યોની શરૂઆત થઈ છે, જે આવકારદાયક છે. જો કે, હજુ પણ પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ (સંરક્ષિત સ્મારક)ની 100 મીટરની ત્રિજ્યામાં આવેલા કેટલાક મકાનોના ગેરકાયદેસર બાંધકામથી ધરોહરને નુકસાન થઈ રહ્યું છે, જે બાબતે ભવિષ્યમાં યોગ્ય પગલાં લેવાશે તેવી અપેક્ષા છે. સમગ્ર સમાજ આ ધરોહરના સાચા મહત્વને સમજે, સરકારી નિયમોનું પાલન કરે અને આ સંરક્ષણ કાર્યમાં જોડાય અપીલ કરૂ છે.
    Click here to Read More
    Previous Article
    જવલ્લે જ જોવા મળતો સાપના મિલનનો નજારો, VIDEO:વંથલી મેંગો માર્કેટ પાસે 6 ફૂટ લાંબા બે સાપ હવામાં ફેણ ઉઠાવી, ડર ભૂલીને પ્રકૃતિનો દુર્લભ નજારો જોવા લોકો ઉમટ્યા
    Next Article
    Why are Delhi’s child feeding practices deteriorating? Key takeaways from NFHS-6

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment