Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ 6 બાંગ્લાદેશી ઝડપાયા:1000 ફોન ટ્રેસ કરી 22 ટીમોએ સઘન સર્ચ કર્યું

    1 week ago

    વલસાડ પોલીસે 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ 6 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ 3 જૂન, 2026ની મધ્યરાત્રિથી રાજ્યભરમાં આ મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. આ ઓપરેશનનો હેતુ ગુજરાતની આંતરિક સુરક્ષા અને શાંતિને જોખમાવતા ગેરકાયદેસર તત્વોને શોધી કાઢવાનો હતો. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી. આ બેઠકો બાદ, સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહના સુપરવિઝન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) યુવરાજસિંહ જાડેજાએ એક વિસ્તૃત એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. આ ઓપરેશન માટે વલસાડ પોલીસની ટેકનિકલ એનાલિસિસ ટીમે સઘન કામગીરી કરી હતી. ટેકનિકલ જ્ઞાન ધરાવતા અધિકારીઓ અને કર્મચારીઓની 5 વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ 500થી વધુ વ્યક્તિઓના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા માટે 1000થી વધુ મોબાઈલ નંબરો, IP એડ્રેસ અને મોબાઈલ ડિવાઈસનું ઝીણવટભર્યું પૃથક્કરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી માત્ર વલસાડ જિલ્લા પૂરતી મર્યાદિત નહોતી. સ્થાનિક પોલીસ સ્ટેશનોની 14 ટીમો અને 8 અધિકારીઓની ટીમો સહિત કુલ 22 વિશેષ ટીમો તહેનાત કરવામાં આવી હતી. આ ટીમોએ ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે વલસાડ જિલ્લા તેમજ પાડોશી કેન્દ્રશાસિત પ્રદેશો દમણ, સેલવાસ અને દાદરા નગર હવેલીમાં મોડી રાતથી વહેલી સવાર સુધી સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન, 22 વિશેષ ટીમોએ 1000થી વધુ લોકોનું ભૌતિક ચેકિંગ કર્યું હતું અને 50થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. આખરે, 6 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. વિવિધ શંકાસ્પદ વિસ્તારોમાં કરાયેલા ભૌતિક ચેકિંગ અને પૂછપરછ બાદ આ 6 બાંગ્લાદેશી નાગરિકો કાયદેસરના દસ્તાવેજો વિના વસવાટ કરતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને તેમને તેમના વતન પરત મોકલવા (ડિપોર્ટ) કરવાની કાનૂની પ્રક્રિયા હાથ ધરી છે. વલસાડ પોલીસે જણાવ્યું છે કે રાજ્યની શાંતિ અને આંતરિક સુરક્ષાને જોખમાવનારા તત્વો સામે આ ઝુંબેશ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    ખાટુ શ્યામના દર્શને જતાં પરિવારને કાળ ભેંટ્યો, ત્રણ સભ્યોના મોત:દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર પૂરપાટ ઝડપે આવતા આઈસરે કારનો કુરચો બોલાવ્યો, 24 કલાકની અંદર બીજો અકસ્માત
    Next Article
    જવલ્લે જ જોવા મળતો સાપના મિલનનો નજારો, VIDEO:વંથલી મેંગો માર્કેટ પાસે 6 ફૂટ લાંબા બે સાપ હવામાં ફેણ ઉઠાવી, ડર ભૂલીને પ્રકૃતિનો દુર્લભ નજારો જોવા લોકો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment