Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    24 ઓગસ્ટનું અંકફળ:અંક 2ના જાતકોએ સોમવારે વડીલોની સલાહ માનવી, વિવાદથી બચવું નહીંતર પોતાની ભૂલના કારણે ધનહાનિ થશે

    3 दिन पहले

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… આજે દિવસની શરૂઆત સાથે જ સંઘર્ષ કરવો પડી શકે છે. કામમાં મોડું થઈ શકે છે અને અડચણો પીછો નહીં છોડે. પોતાની જાતને સંભાળીને રાખવી પડશે. અજાણ્યા લોકો પર ભરોસો ન કરવો. આવકના મામલે સ્થિતિ નબળી રહી શકે છે. મન વિચલિત કરે તેવા સમાચાર મળી શકે છે. વિરોધીઓ હાવી થવાનો પ્રયાસ કરશે. મિત્રો પાસેથી આશા રાખવી નકામી રહેશે. આવક ઓછી થઈ શકે છે અને ખર્ચ વધારે રહેશે. કરિયર: વેપારને લઈને અજ્ઞાત ચિંતા રહી શકે છે. નોકરીમાં અધિકારીઓ પરેશાન કરી શકે છે. લવઃ પ્રેમી કે ભાગીદારની નારાજગી અને દ્વિધા રહેશે. જીવનસાથી તરફથી સહયોગ મળશે. લકી નંબર: 8-6-3 લકી કલર: વાદળી શું કરવુંઃ ગરીબ/જરૂરિયાતમંદ વ્યક્તિને યથાશક્તિ ધનનું દાન કરો. આજે સંઘર્ષનો દિવસ રહી શકે છે. આવક માટે હેરાન થવું પડી શકે છે. આંખ અને નસો સંબંધિત સમસ્યા થઈ શકે છે. મન નિરાશ રહેશે. સખત પ્રયાસો પછી જ સફળતા મળશે. જો લોન કે કરજ લેવા જઈ રહ્યા હોવ તો તેનાથી બચવું જોઈએ. વડીલોની સલાહ વગર કઈ પણ કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. વિવાદોથી બચો અને વિરોધીઓથી સાવધાન રહો. પોતાની ભૂલના કારણે ધનહાનિ થઈ શકે છે. કરિયર: વેપારમાં સંભાળીને કામ કરવું. નોકરીમાં વ્યસ્તતા વધુ રહી શકે છે. લવઃ પ્રેમમાં મન મુજબ કામ નહીં થઈ શકે. દાંપત્ય જીવનમાં ગુસ્સા પર નિયંત્રણ રાખવું. લકી નંબર: 8-5-1 લકી કલર: આસમાની શું કરવુંઃ ગણેશજીને સિંદૂર અર્પણ કરો. આજે આવક સારી રહેશે. સહયોગ પ્રાપ્ત થશે અને સહકર્મીઓ/સમકક્ષો પર નિયંત્રણ મેળવવામાં સફળ રહેશો. નકામી બાબતોમાં મુંઝવણ પૂરી થશે. મિત્રો અને પરિવારજનો તરફથી સહયોગ મળશે. વિચારેલા કામ બનતા જશે અને કોઈ કારણસર પરેશાની આવવાની શક્યતા નથી. સાંજનો સમય મનોરંજન વગેરેમાં પસાર થશે. દિવસ આનંદદાયક રહેશે. કરિયર: વેપારમાં આધુનિકતા લાવવાનો વિચાર આવશે. લવઃ જીવનસાથી તરફથી અનુકૂળતા મળશે. પ્રેમ પ્રસ્તાવ સ્વીકારાશે. લકી નંબર: 8-4-6 લકી કલર: સફેદ શું કરવુંઃ ગાયત્રી મંત્રનો જાપ કરો. સવારથી જ સમય ખૂબ જ સરસ રહેશે. કોઈ પણ પ્રકારની પરેશાની આવવાની શક્યતા નથી. યોજના મુજબ કામ કરી શકશો. ધનની આવક સારી રહેશે અને વિવાદોમાં વિજય મળશે. વિરોધીઓને પરાસ્ત કરવામાં સફળ રહેશો. માતા-પિતાના સ્વાસ્થ્યમાં નરમાશ આવી શકે છે. સાંજના સમયે આવકમાં સુધારો થશે અને નવા લોકો સાથે લાભદાયી સંપર્ક બનશે. શુભ સમાચાર મળશે. કરિયર: વેપારમાં લાભની સ્થિતિ રહેશે અને નોકરીમાં સ્થિરતા જળવાઈ રહેશે. લવઃ પ્રેમમાં સાથીનું વર્તન અયોગ્ય રહી શકે છે. દાંપત્ય જીવનમાં સુખ જળવાઈ રહેશે. લકી નંબર: 8-3-7 લકી કલર: જાંબલી શું કરવુંઃ પાર્વતીજીને પુષ્પ અર્પણ કરો. સામાન્ય કરતાં દિવસ વધુ સારો રહેશે. સફળતા મળશે. ધનની આવક ઉત્તમ રહેશે. બહારના લોકોની દખલગીરી બંધ થશે. કોઈ સારું કામ કરવાનો મોકો મળશે. અન્ય લોકો તરફથી સહયોગ મળશે. ઉધાર આપેલા નાણાં પાછા મળી શકે છે. વિરોધીઓને હરાવવામાં સફળ રહેશો. વિવાદાસ્પદ બાબતોમાં વિજય મળશે. નવું વાહન કે મકાન ખરીદવાનો વિચાર બનશે. સંતાન તરફથી સુખ અને સહયોગ મળશે. કરિયર: નોકરીમાં લક્ષ્ય હાંસલ કરવામાં સફળ રહેશો અને વેપારમાં નવા પ્રયોગો કરી શકશો. લવઃ પ્રેમી સાથે પ્રેમભાવ જળવાઈ રહેશે. દાંપત્ય જીવનમાં સુધારો થશે. લકી નંબર: 8-5-2 લકી કલર: લાલ શું કરવુંઃ દુર્ગાજીની સામે ઘીનો દીવો પ્રગટાવો. આવકમાં વધારો થશે. સફળતા અપાવનારા યોગ બનેલા છે. પોતાના લોકો અને બહારના લોકો તરફથી સહયોગ મળશે. સુખ આપે તેવા સમાચાર મળશે. દેવા કે લોન સંબંધિત બાબતોમાં સફળતા મળશે. મહેમાનોનું આગમન થઈ શકે છે. કોઈ નવા કામ કરવાનો મોકો મળશે. મિત્રોનો સહયોગ મળશે. પ્રવાસ અને મનોરંજનમાં સમય પસાર થશે. સાંજનો સમય પણ દરેક રીતે ઉત્તમ રહેશે. કરિયર: વેપાર ઉત્તમ રહેશે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. લવઃ પ્રેમનો અતિરેક નુકસાનકારક રહેશે. લગ્નયોગ્ય લોકોને પ્રસ્તાવ મળશે. લકી નંબર: 8-6-3 લકી કલર: ગુલાબી શું કરવુંઃ હનુમાનજીને તેલનો દીવો પ્રગટાવો. આજે લાભની સ્થિતિ રહેશે. આર્થિક લાભ થશે અને અટકેલું ધન પાછું મળી શકે છે. સમસ્યાઓનો ઉકેલ મળશે અને અવરોધો દૂર કરવામાં સફળ રહેશો. દિવસના સમયે આરામ મળશે. નવા કામના પ્રસ્તાવ પણ મળી શકે છે. દેખાડાની વસ્તુઓ પર ખર્ચ થઈ શકે છે. સાંજે પોતાના લોકો તરફથી સહયોગ મળશે અને ધાર્મિક સ્થાન પર જવાનો મોકો મળશે. મિત્રો સાથે મુલાકાત થશે. કરિયર: બિઝનેસમાં પ્રગતિના યોગ રહેશે અને નોકરીમાં તણાવ પૂરો થશે. લવઃ જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. પ્રેમમાં અણગમો રહી શકે છે. લકી નંબર: 8-4-6 લકી કલર: વાદળી શું કરવુંઃ શિવજીને બિલીપત્ર અર્પણ કરો. આજે શાનદાર દિવસ રહેશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળવાના યોગ છે. જેવું ઇચ્છશો તેવું કરવાનો મોકો મળશે. બીજાની મદદ પણ કરવી પડશે જેનાથી મન પ્રસન્ન રહેશે. અધ્યાત્મ અને રહસ્યમય વિદ્યાઓ જાણવાની ઈચ્છા થશે. વિરોધીઓ નિરાશ રહેશે અને ચારેય બાજુથી પ્રશંસા મળશે. એક અલગ જ ખુશી અનુભવશો. પ્રતિષ્ઠિત લોકોને મળવાનો મોકો મળશે. પોતાની જાતે જ સમસ્યાઓ ઉકેલવામાં સફળ રહેશો. કરિયર: વેપારમાં સફળતા મળશે. નોકરીમાં કાર્યસ્થળ પર સૌથી આગળ રહેશો. લવઃ પ્રેમ પ્રસ્તાવ સ્વીકારાશે. જીવનસાથી અને સંતાન તરફથી અનુકૂળતા રહેશે. લકી નંબર: 8-4-2 લકી કલર: કાળો શું કરવુંઃ શિવજીને જળ અર્પણ કરો. આજનો દિવસ વિપરીત પરિણામો આપનારો રહી શકે છે. દરેક કામ સાવધાનીપૂર્વક કરો. કોઈનો વિરોધ કરવો કે કોઈની મજાક ઉડાવવી તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. રોકાણમાં સાવધાની રાખો અને અજાણ્યા લોકો સાથે વ્યવહાર ન કરો. પરિવારની સલાહ વગર કોઈ મોટું કામ ન કરવું. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો અને રાત્રે એકલા ક્યાંય જવાથી બચો. આવક નબળી રહી શકે છે. કરિયર: વેપારમાં મુશ્કેલી આવી શકે છે. નોકરીમાં અધિકારીઓ નારાજ થઈ શકે છે. લવઃ પ્રેમ વ્યક્ત કરવાનો કે વિવાદ કરવાનો આ સાચો દિવસ નથી. જીવનસાથી તરફથી સહયોગ મળશે. લકી નંબર: 8-9-1 લકી કલર: લાલ શું કરવુંઃ ગણેશજી કે હનુમાનજીને ઘીનો દીવો પ્રગટાવો.
    Click here to Read More
    Previous Article
    62 વર્ષના વૃદ્ધ અને 22 વર્ષની યુવતી વચ્ચે પ્રેમ થયો:કરજણ પાસે ફાર્મ હાઉસમાં દારૂ પીને વૃદ્ધ તલવાર લઈને યુવતીને મારવા દોડ્યો, યુવતી અંધારામાં છત પર ચઢી એક કલાક બેસી રહી, અભયમની મદદ લીધી
    Next Article
    24 ઓગસ્ટનું ટેરો રાશિફળ:મેષ જાતકોની તમામ ઇચ્છાઓ પૂરી થશે, સિંહ જાતકોને ધીરજ અને સંતુલનથી મતભેદ ઉકેલાશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment