Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી પર્વે પૂજ્ય રામજીબાપાનો દિવ્ય સત્સંગ મેળાવડો:આપણામાં દેહભાવના વર્તાય એ જ સાચી દિવાળી

    6 hours ago

    ભિલોડાના ધોલવાણીમાં દિવાળીના પાવન પર્વે પરમ પૂજ્ય રામજીબાપાનો દિવ્ય સત્સંગ મેળાવડો યોજાયો હતો. આ પ્રસંગે શ્રોતાઓને કથાનું અમૃતપાન કરાવતાં પૂજ્ય રામજીબાપાએ જણાવ્યું હતું કે, આપણામાંથી અહંકાર અને દેહભાવના વર્તાય એ જ સાચી દિવાળી છે. લખ ચોરાશીના ફેરામાંથી ભટકીને માનવ અવતારમાં આવેલા જીવનો ઉદ્ધાર કરવા માટે આ સત્સંગ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, હું અજર-અમર આત્મા છું અને પરમાત્મા લોકમાંથી આવ્યો છું. બંગલા કે ગાડીઓમાં મન પરોવ્યા વિના ખુદને ઓળખો. એકવાર મરતા પહેલાં હું-પણા ને મારી દઈએ તો ફરી મરવું જ ન પડે. પૂજ્ય બાપુએ દિવ્ય વાણીનું સ્મરણ કરી ક્ષણિક જીવન વિશે ઊંડું જ્ઞાન આપતાં કહ્યું કે, અંતે તો મારું-મારું કરીને જીવ ચાલી જશે, માટે સત્સંગમાં આવીને ભગવાનને આધીન થવું જોઈએ. જેસલ જાડેજા, મીરાં-નરસિંહ જેવા ભક્તો પણ ભગવાનને આધીન થઈને તરી ગયા હતા. પૂજ્ય રામજીબાપાએ કશાયો અને અહંકાર ટાળવા માટે અંતર્મુખ થવા પર ભાર મૂક્યો હતો. તેમણે પૂજ્ય નાથુબાપા અને પૂજ્ય જેસિંગબાપાના અમૃત વચનોને યાદ કરી સત્સંગીઓને શ્રવણ કરાવ્યા હતા. તેમણે કહ્યું કે, મંદિરોમાં મૂર્તિઓ બેસાડીએ પણ જો એ ભગવાન જેવું જીવન જીવીએ તો જ સાચું. નવી માતાની કૂખે જવું ન પડે તે માટે આત્મા અને અંતરાત્માને ઓળખી મોક્ષ પામવો જરૂરી છે. ભિલોડાના પૂજ્ય પ્રભુજી બાવજીને યાદ કરતાં રામજીબાપાએ જણાવ્યું કે, માતા-પિતાની સેવા નહીં કરો તો ગમે ત્યાં જશો કંઈ ફળશે નહીં. સંપત્તિ, ગાડીઓ કે સગાં-સંબંધા સાથે આવવાના નથી, માટે સંપત્તિ હોય તો તેને પરકલ્યાણના માર્ગે વાપરવી જોઈએ તેમ કહી તેમણે સત્સંગને પૂર્ણવિરામ આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    હેડક્વાર્ટર ખાતે તમામ લાશ્કરો 24 કલાક સ્ટેન્ડબાય:તહેવારો ટાણે ફાયર બ્રિગેડનો પ્રોએક્ટિવ અભિગમ
    Next Article
    એસટી બસોમાં ₹1 છૂટા માટે રોજની માથાકૂટ:₹11ને બદલે ભાડું રાઉન્ડ ફિગરમાં રાખવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment