Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસટી બસોમાં ₹1 છૂટા માટે રોજની માથાકૂટ:₹11ને બદલે ભાડું રાઉન્ડ ફિગરમાં રાખવા માંગ

    6 hours ago

    અરવલ્લી જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાં એસટી નિગમ દ્વારા લોકલ બસોનું ભાડું ₹10ને બદલે ₹11 જેવો વિષમ આંકડો રાખવામાં આવ્યું છે. આ કારણે રોજિંદા મુસાફરી કરતા લોકો અને કંડક્ટરો વચ્ચે માત્ર ₹1ના છૂટા સિક્કાની લેતી-દેતી બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડાના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. મોડાસા-ઈસરોલ રૂટ પર મહિલા કંડક્ટર અને મુસાફરો વચ્ચે રોજિંદો આ જ કકડાટ જોવા મળે છે. મોડાસાના મોટી ઈસરોલના સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે, જિલ્લાના ગ્રામીણ રૂટ પર વહેલી સવારે કે સાંજે મુસાફરી કરતાં ખેડૂતો, મજૂરો, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ પાસે ઘણીવાર ₹10 કે ₹20ની નોટ હોય છે. મુસાફર ₹11ની ટિકિટ સામે ₹20 આપે ત્યારે કંડક્ટર પાસે ₹9 પરત આપવાના છૂટા સિક્કા હોતા નથી. પરિણામે કંડક્ટરે ટિકિટની પાછળ બાકી રકમ લખી આપવી પડે છે અથવા મુસાફરે પોતાના હક્કના નાણાં જતા કરવા પડે છે. આ બાબતે બંને પક્ષે અસંતોષ ફેલાય છે અને નાની વાત મોટા વિવાદમાં પરિણમે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તંત્ર દ્વારા બસોમાં ડિજિટલ પેમેન્ટ માટે QR કોડ અને સ્કેનરની સુવિધા ઊભી કરાઈ છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ગામડાંના દરેક મુસાફર પાસે સ્માર્ટફોન કે ઓનલાઇન પેમેન્ટની સુવિધા હોતી નથી. વળી, અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્કના ધાંધિયા હોવાથી સ્કેનર પણ ઘણીવાર કામ કરતા નથી અથવા ટ્રાન્ઝેક્શનમાં વધુ સમય લાગતાં બસનું સમયપત્રક ખોરવાય છે. આ સમગ્ર અવ્યવહારુ માળખાનો સૌથી મોટો ભોગ ફરજ પર તહેનાત મહિલા કંડક્ટરો બની રહી છે. ભીડભાડવાળી બસોમાં એક રૂપિયાના છૂટા માટે કેટલીકવાર મુસાફરો ઉશ્કેરાઈને અશોભનીય વર્તન કે તુચ્છકારભરી ભાષાનો ઉપયોગ કરે છે. ગૃહ અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી આ ગ્રાઉન્ડ લેવલની કડવી વાસ્તવિકતામાં તાકીદે હસ્તક્ષેપ કરે અને એસટી નિગમના સ્લેબ સ્ટ્રક્ચરમાં સુધારો કરીને ભાડું ₹10 કે ₹15 જેવા રાઉન્ડ ફિગરમાં નિર્ધારિત કરે તેવી મુસાફરોની પ્રબળ માંગ છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળી પર્વે પૂજ્ય રામજીબાપાનો દિવ્ય સત્સંગ મેળાવડો:આપણામાં દેહભાવના વર્તાય એ જ સાચી દિવાળી
    Next Article
    કાઉન્સેલિંગ:પુત્ર સાથે ઘરેથી નીકળી ગયેલી માનસિક અસ્વસ્થ મહિલાનું પર્વ 181 અભયમે સુધાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment