Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ‎:સિદ્ધિ સરોવરમાં આત્મહત્યા કરવા જતી પરણિતાને 181 ની ટીમ બચાવી , પરિવાર સાથે પરત ઘરે મોકલી

    16 hours ago

    પાટણ પંથકમાં કાળજું કંપાવી દેનારી એક ઘટના સામે આવી છે.જેમાં ઘરના ન ઘાટના જેવી સ્થિતિમાં મુકાયેલી એક 35 વર્ષીય પરિણીતા પોતાની માસૂમ દીકરી સાથે શહેરના સિદ્ધિ સરોવરમાં આત્મહત્યા કરવા પહોંચી હતી.જોકે, સ્થાનિક લોકોની સતર્કતા અને 181 અભયમ ટીમની તાત્કાલિક કામગીરીને કારણે સમયસર બે જિંદગીઓ મોતના મુખમાંથી બચી ગઈ હતી. ​ મળતી માહિતી મુજબ પરિણીતાના બીજા લગ્ન 9 વર્ષ અગાઉ થયા હતા અને આ સંસારથી તેને ત્રણ દીકરીઓ છે.પરંતુ પતિ દારૂપીને નાની - નાની વાતોમાં દીકરીઓની હાજરીમાં જ પરિણીતા પર ક્રૂરતાપૂર્વક શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતો હતો. પતિના અસહ્ય જુલમથી કંટાળીને પરિણીતા પોતાનો જીવ બચાવવા પિયર આવી ગઈ હતી.​પરંતુ પિયરમાં પણ પિતા હયાત ના હોય આશરો આપવાના બદલે માતા અને ભાઈ પરિણીતાને સાસરીમાં પાછા જતા રહેવા દબાણ કરતા હતા. પિયરમાં રોજ-રોજ થતી તકરાર અને મહેણાં-ટોણાંથી પરિણીતા માનસિક રીતે ભાંગી પડી હતી. આખરે કંટાળીને તે પોતાની મોટી દીકરીને સાથે લઈ બુધવારે બપોરે સિદ્ધિ સરોવરમાં ઝંપલાવવા પહોંચી ગઈ હતી.સરોવર કિનારે મહિલાની શંકાસ્પદ હિલચાલ જોઈ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તેને આત્મહત્યા કરતા રોકી તુરંત 181 અભયમ હેલ્પલાઇનને જાણ કરી હતી. અભયમની ટીમે સ્થળ પર આવી પરિણીતાનું કાઉન્સેલિંગ કર્યું હતું.પરંતુ મહિલા તેના માતા-ભાઈ સાથે જવા તૈયાર ન હોવાથી પરિણીતાના કહ્યા મુજબ ટીમે તેના કાકાનો સંપર્ક કર્યો હતો.કાકા પરણીતાને આશરો આપવા તૈયાર થતાં અને પરણીતા કાકા સાથે જવા તૈયાર થતા સમગ્ર ઘટનાક્રમનો સુખદ અંત આવ્યો હતો. 181 અભયમ અને સ્થાનિકોની ત્વરિત કામગીરી થી માં દીકરીના જીવ બચાવી લેવાયા હતા.
    Click here to Read More
    Previous Article
    જામનગર શહેર ભાજપ લઘુમતી મોરચાએ PI ડોડીયાનું સન્માન કર્યું:મોહરમ પર્વ નિમિત્તે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાયું
    Next Article
    Gujarat Rain Update News | 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ ખાબક્યો | Monsoon 2026 | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment