Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર ચૂંટણીના અંતિમ દિવસે પોલીસ મથકે હાઈવોલ્ટેજ ડ્રામા:કોંગ્રેસ ઉમેદવારને બોલાવતાં જીગ્નેશ મેવાણીનો પેથાપુરમાં મોટો હોબાળો, PI પણ ચૂપ થઈ ગયા

    7 hours ago

    ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારના પ્રારંભથી જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હતો, પરંતુ પ્રચારના આખરી અને નિર્ણાયક દિવસે આ વિવાદોએ ચરમસીમા વટાવી દીધી છે. શાસક પક્ષના ઈશારે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી કોંગ્રેસના ઉમેદવારો તેમજ કાર્યકરો પર દબાણ અને ધાક-ધમકી અપાતી હોવાના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસે મોરચો માંડ્યો છે. આ દરમિયાન પેથાપુર પોલીસ મથકે કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને પોલીસ અધિકારીઓ વચ્ચે સર્જાયેલા ઉગ્ર ઘમાસાણથી પાટનગરનું રાજકારણ ગરમાયું છે. વોર્ડ નં-4ના કોંગ્રેસ ઉમેદવારને પોલીસ મથકે બોલાવાતા વિવાદ ચૂંટણી પ્રચારના સૌથી મહત્વપૂર્ણ અને આખરી દિવસે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર-4ના કોંગ્રેસી ઉમેદવાર યુનુસભાઈ યુસુફભાઈ પરમારને પેથાપુર પોલીસ મથકે જવાબ આપવા માટે તેડું મોકલવામાં આવ્યું હતું. ચૂંટણીના અંતિમ કલાકોમાં ઉમેદવારને પોલીસ સ્ટેશનમાં અટકાવી રાખવામાં આવ્યા હોવાની માહિતી મળતાં જ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પોતાના સમર્થકો સાથે તાબડતોબ પેથાપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના આક્રમક તેવર, PI નિરુત્તર બન્યા સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયો અનુસાર, કોઈ અરજીમાં ખોટી રીતે ખુલાસો મેળવવાના નામે ઉમેદવારને કલાકો સુધી બેસાડી રાખી તેમનો કિંમતી પ્રચાર સમય બગાડવામાં આવી રહ્યો હોવાનો આરોપ જીગ્નેશ મેવાણીએ લગાવ્યો હતો. આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને હાજર સ્ટાફ સાથે ધારાસભ્યની ભારે બોલાચાલી થઈ હતી. મેવાણીએ પક્ષપાતી વલણ સામે આકરો વિરોધ નોંધાવી ઉમેદવારને તુરંત મુક્ત કરવા દબાણ કરતાં પોલીસ અધિકારીઓ પણ થોડીવાર માટે અસમંજસમાં મુકાઈ ગયા હતા. વોર્ડ નં-7માં પ્રચાર સંભાળતા કાર્યકરને LCB કચેરીએ ઉઠાવાયો પેથાપુરના હોબાળા વચ્ચે વોર્ડ નંબર 7માં પણ વધુ એક વિવાદ સામે આવ્યો હતો. આ વોર્ડમાં કોંગ્રેસ પક્ષનો ચૂંટણી પ્રચાર સંભાળી રહેલા એક સક્રિય કાર્યકરને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા અટકાયતમાં લેવાયાની વિગતો બહાર આવતાં કોંગ્રેસ છાવણીમાં રોષ ફેલાયો હતો. આ ઘટનાની સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થતાં જ વોર્ડ નં-૭ ના ઉમેદવાર અને આગેવાનોએ કાર્યકરોને એકત્ર થવા આહ્વાન કર્યું હતું, જેના પગલે મોટી સંખ્યામાં કાર્યકરો LCB કચેરીએ પહોંચી ગયા હતા. કોંગ્રેસના ઘેરાવ બાદ આખરે પોલીસે કાર્યકરને મુક્ત કર્યો પોલીસના દાવા મુજબ કોલવડા વિસ્તારમાં આયોજિત એક ભોજન સમારંભમાં બળજબરીથી લોકોને સામેલ કરવા અંગેની ફરિયાદના આધારે કાર્યકરની અટકાયત કરવામાં આવી હતી. જોકે, ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે મામલો વધુ વણસતો જોઈ અને કોંગ્રેસના આગેવાનોની ઉગ્ર રજૂઆતો બાદ પોલીસે અંતે તે કાર્યકરને મુક્ત કરવો પડ્યો હતો. પ્રચારના આખરી તબક્કામાં પોલીસ કાર્યવાહી અને સત્તાના દુરુપયોગના આક્ષેપોને લઈને ગાંધીનગર મનપા ચૂંટણીનું વાતાવરણ પૂર્ણપણે તંગ બની ગયું છે.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપાની મોટી જાહેરાત:સ્મીમેર હોસ્પિટલની સિલ્વર જુબેલી ઉજવણીનો તમામ ખર્ચ તંત્ર ઉપાડશે, 5 દિવસ રંગારંગ કાર્યક્રમોની રમઝટ જામશે
    Next Article
    થોડા મહિના પહેલા રાજીનામુ મૂક્યું હતું:11 વર્ષની સેવા બાદ એસ. કે. વોરાને રાજકોટ જિલ્લા મુખ્ય સરકારી વકીલ પદેથી છુટા કરાયા, ઇન્ચાર્જ તરીકે મહેશ જોશીની નિમણૂક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment