Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપાની મોટી જાહેરાત:સ્મીમેર હોસ્પિટલની સિલ્વર જુબેલી ઉજવણીનો તમામ ખર્ચ તંત્ર ઉપાડશે, 5 દિવસ રંગારંગ કાર્યક્રમોની રમઝટ જામશે

    6 hours ago

    સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રતિષ્ઠિત સ્મીમેર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પોતાની સફળ સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આરોગ્ય સેવા અને તબીબી શિક્ષણક્ષેત્રે સુરતનું નામ રોશન કરનાર આ સંસ્થાન દ્વારા 25 વર્ષની આ ઐતિહાસિક સિદ્ધિ નિમિત્તે ભવ્ય ‘સિલ્વર જ્યુબિલી મહોત્સવ’ ઉજવવાનું આયોજન કરાયું છે. ઉજવણીનો તમામ ખર્ચ અને સંચાલન મનપા હસ્તક શરૂઆતમાં સ્મીમેરના તબીબો, પ્રોફેસરો અને સ્ટાફ સભ્યો પોતાના અંગત સ્તરે ફાળો એકત્રિત કરીને આ કાર્યક્રમની ઉજવણી કરવાની યોજના બનાવી રહ્યા હતા. જોકે, આ બાબતની જાણ સુરત મહાનગરપાલિકાના શાસકો અને ઉચ્ચ અધિકારીઓને થતાં જ તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ ગૌરવપૂર્ણ પ્રસંગની સમગ્ર ઉજવણીનો તમામ ખર્ચ અને સંચાલન મનપા તંત્ર દ્વારા જ ઉઠાવવામાં આવશે. MBBSની 100 બેઠકોથી 250 સુધીની શાનદાર સફર સ્મીમેર કોલેજની શૈક્ષણિક પ્રગતિ વિશે વાત કરીએ તો, શૈક્ષણિક વર્ષ 1999-2000માં સ્નાતક (MBBS) ની માત્ર 100 બેઠકો સાથે કોલેજની શરૂઆત થઈ હતી. સમય સાથે તબીબી સુવિધાઓ વધતા વર્ષ 2008માં 50 બેઠકો વધીને 150 થઈ હતી. ત્યારબાદ શૈક્ષણિક વર્ષ 2019-20માં વધુ 50 બેઠકોનો વધારો થતાં 200 અને શૈક્ષણિક વર્ષ 2022-23માં ફરી 50 બેઠકો ઉમેરાતા હાલમાં સ્મીમેર ખાતે MBBS ની કુલ 250 મંજૂર બેઠકો ઉપલબ્ધ છે. અનુસ્નાતક (MD/MS) વિભાગમાં બેઠકો વધીને 171 થઈ તબીબી શિક્ષણમાં વિશેષજ્ઞતા વધારવા માટે વર્ષ 2007થી સ્મીમેર ખાતે અનુસ્નાતક અભ્યાસક્રમ (MD/MS) શરૂ કરવામાં આવ્યો હતો. પ્રારંભિક તબક્કે અનુસ્નાતકમાં 36 બેઠકો માટે પ્રવેશ મંજૂરી મળી હતી. ઉત્તરોત્તર આધુનિક સાધન-સામગ્રી, નિષ્ણાત ફેકલ્ટી અને ક્લિનિકલ સેટઅપ વિસ્તરતાં હાલમાં અનુસ્નાતક વિભાગની બેઠકોનો આંકડો વધીને 171 સુધી પહોંચી ચૂક્યો છે. ઓડિટોરિયમ અને ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રંગારંગ કાર્યક્રમોનું આયોજન સિલ્વર જ્યુબિલી મહોત્સવની આ ઉજવણીને યાદગાર બનાવવા માટે શહેરના અગ્રણી સાંસ્કૃતિક હોલમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે: 25 વર્ષની સેવાની અવિરત સફરને ભવ્ય બનાવવા માટે પાલિકા તંત્ર અને સમગ્ર સ્મીમેર પરિવાર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    How will you even reach Jantar Mantar tomorrow? Delhi turns into a fortress ahead of protest
    Next Article
    ગાંધીનગર ચૂંટણીના અંતિમ દિવસે પોલીસ મથકે હાઈવોલ્ટેજ ડ્રામા:કોંગ્રેસ ઉમેદવારને બોલાવતાં જીગ્નેશ મેવાણીનો પેથાપુરમાં મોટો હોબાળો, PI પણ ચૂપ થઈ ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment