Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમસંબંધના વહેમની આગે જીવ લીધો:બોરીસણા ગામમાં મોબાઈલ ફોનની આપલે મામલે શંકા રાખી યુવકની હત્યા, જિલ્લા પંચાયત પૂર્વ ચેરમેનના પુત્ર સહિત 5 સામે ગુનો દાખલ

    1 day ago

    ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના બોરીસણા ગામે મોબાઈલ ફોન અને પ્રેમસંબંધના વહેમમાં 20 વર્ષીય નિર્દોષ યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ ચકચારી હત્યાકાંડમાં ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત ચેરમેનના સગીર પુત્ર સહિત 3 જુવેનાઈલની સંડોવણી બહાર આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. કલોલ તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી મુખ્ય આરોપી સગીર સહિત કુલ 5 આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી લીધા છે. નાના ભાઈના ફોન પરથી શરૂ થયો વિવાદ બોરીસણા ગામે રહેતા મૃતકના માતા મિતલબેન પોપટજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત 8 ઓક્ટોબરના રોજ રાત્રે આશરે 10.30 વાગ્યાના સુમારે તેમનો નાનો પુત્ર કરણ ઘરે હાજર નહોતો. આથી મોટા પુત્ર રાકેશે કરણના મોબાઈલ નંબર પર ફોન જોડ્યો હતો. સામે છેડેથી એક યુવતીએ ફોન રિસીવ કરીને રાકેશ સાથે ગાળાગાળી શરૂ કરી દીધી હતી. ખોડિયાર માતાના વાડા પાસે બોલાવી બબાલ કરી ટેલિફોનિક વિવાદ ઉગ્ર બનતાં રાકેશ તે યુવતી સાથે રૂબરૂ વાત કરવા માટે ખોડિયાર માતાના વાડાના ગેટ પાસે પહોંચ્યો હતો. તેની પાછળ તેની માતા મિતલબેન પણ દોડી ગયા હતા. ત્યાં અગાઉથી હાજર રહેલી અમરતબેન બાલાજી ઠાકોર પાસે તે સ્ક્રીનટચ મોબાઈલ હતો અને તેઓ "મારી ભાણી માનવીને આ ફોન કોણે આપ્યો છે?" તેમ કહીને હોબાળો મચાવી રહ્યા હતા. રાકેશે તે ફોન પોતાના નાના ભાઈ કરણનો હોવાનું જણાવી પાછો માંગતાં અમરતબેન ઉશ્કેરાઈ ગયા હતા અને ઝઘડો કર્યો હતો. પૂર્વ ચેરમેનના પુત્ર સહિતના સગીરો તૂટી પડ્યા, પેટમાં છરી ઝીંકી દીધી આ બોલાચાલી દરમિયાન અમરતબેનનો 15 વર્ષનો સગીર પુત્ર તેમજ ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત ચેરમેન દિનેશ ઠાકોરનો સગીર પુત્ર સહિતના શખ્સો હથિયારો સાથે ધસી આવ્યા હતા અને રાકેશ પર તૂટી પડ્યા હતા. રાકેશના ભાણેજ અલ્પેશજી ઠાકોર વચ્ચે પડતાં તેમને પણ હડસેલી દેવાયા હતા. આ દરમિયાન બે સગીરોએ રાકેશને પકડી રાખ્યો હતો અને અમરતબેનના 15 વર્ષીય સગીર પુત્રએ રાકેશના પેટના ભાગે છરીનો જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. સારવાર મળે તે પહેલાં જ દમ તોડ્યો, 5 આરોપીઓ જેલહવાલે હુમલાખોરો "હવે જો ફરીથી ફોન કર્યો છે તો જાનથી મારી નાખીશું" તેવી ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે લોહીલુહાણ થયેલા રાકેશને પરિવારજનો તાત્કાલિક ઈકો ગાડીમાં કલોલ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા 5 આરોપીઓ પૈકી મુખ્ય હુમલાખોર સહિત 3 આરોપીઓ સગીર (જુવેનાઈલ) છે, જ્યારે એક આરોપી 18 વર્ષનો છે. કલોલ તાલુકા પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પ્રિયંકાની રાષ્ટ્રપતિ ભવનની બહાર પોલીસ સાથે દલીલ:રસ્તા પર બેઠાં; 10 વિપક્ષી સાંસદો રાષ્ટ્રપતિ મુર્મૂને મળવા પહોંચ્યા, CECનું રાજીનામું માંગશે
    Next Article
    રસ્તો પૂછવાના બહાને ઠગોએ ચેન ઝૂંટવી લીધા:સતલાસણાના ટીમ્બામાં સાધુનો વેશ ધારણ કરી કારમાં આવેલા શખ્સો આધેડની દોઢ તોલાની ચેન લૂંટી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment