Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વટવા વોર્ડ:એસપી રિંગ રોડ પર મંથર ગતિથી ચાલતી કામગીરીથી ટ્રાફિક વધ્યો, વટવામાં ઠેર ઠેર દબાણો, તળાવોમાં ગંદકીથી દુર્ગંધની સમસ્યા વધી

    6 hours ago

    વટવા વોર્ડમાં સૌથી મોટી સમસ્યા રસ્તાઓ બિસ્માર હોવાની સાથે રસ્તા પરના ખોદકામ પૂર્ણ થતાં ન હોવાની છે. જેને પગલે ધૂળ ઉડવાની સમસ્યાથી સ્થાનિકો હેરાન બન્યા છે. આ ઉપરાંત તળાવોમાં ગંદકીથી દુર્ગંધનું પ્રમાણ વધ્યુ છે. ઠેર ઠેર દબાણો દૂર થતાં નથી અને કાચા રસ્તાઓને પાકા કરાતાં નથી. વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા એટલી હદે વધે છે કે લોકોને ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. નવા વિસ્તારોમાં પણ રસ્તાઓ અને ફૂટપાથ સુવિધાઓ ન હોવાની ફરિયાદો સ્થાનિકોની છે. ફરિયાદો બાદ પણ ઉકેલ આવતો નથી તળાવ- પ્લોટમાં ગંદકી, ગંદાં પાણી વટવાના તળાવ અને નારોલના કેટલાક ખાલી પ્લોટમાં ગંદકી અને ગંદા પાણીના ભરાવાથી મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિકોને હેરાનગતિ. પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલનું ધૂમ વેચાણ વટવામાં ઠેર ઠેર પ્લાસ્ટિકની બોટલમાં અનઅધિકૃત રીતે પેટ્રોલનું વેચાણ થાય છે, પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતાં નથી. આવનારાં દોઢ વર્ષમાં તમામ રસ્તા યોગ્ય બની જશે વોર્ડમાં વિવિધ જગ્યાઓ પર વર્ષો જૂની નેટવર્કને બદલવાની કામગીરી ચાલી રહી છે. વોર્ડના તમામ રોડ દોઢ વર્ષમાં તૈયાર કરાશે, નવા રસ્તા બન્યા બાદ ખોદકામ ન થાય તેવા પ્લાનિંગ સાથે નવા રસ્તા બનશે, ડ્રેનેજ અને પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવશે.• પ્રતીક પટેલ, કોર્પોરેટર સ્થાનિકોના અવાજ સરકારી શાળાની સંખ્યા વધારવી જોઈએ. અલમુસ્તફાનગર, કુદબેઆલમનગરમાં પીવાના પાણીની સમસ્યા છે. રોડ, રસ્તા, ગટરની સમસ્યાઓ છે.• અઝહર શેખ એસપી રીંગ રોડ પર રોડ ખુલ્લો કરવાની સાથે બ્રિજની કામગીરીથી ટ્રાફિકની સમસ્યા વધી છે. કાચા રસ્તાઓને પગલે વાહનચાલકોને હાલાકીમાં વધારો થયો છે.• મહેન્દ્ર ગુરવ તળાવોને ખાલી કરવા અને સફાઈના નામે માત્ર બજેટ ફળવાય છે કાયમી ઉકેલ લવાતો નથી. રોડ રસ્તાઓ યોગ્ય નથી. ગાર્ડન જેવી સુવિધા વધારવામાં આવે.• વિશાલ સરોજ ઉત્સવ વટવા પાસેનો માર્ગ નવો તૈયાર કરાયો નથી. વરસાદમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા છે. 4 માળિયાના ગંદા પાણી રસ્તાઓ પર ભરાય છે.• અજય શર્મા ન્યુ નારોલના અનમોલ સ્કાય પાસેના ખાલી પ્લોટમાં ગટરના પાણી છોડાતાં ગંદકી વધી છે. રાત્રિના સમયે કેમિકલની દુર્ગંધથી સ્થાનિકોને મુશ્કેલી પડે છે.• ગૌરવ મિશ્રા પુનિતનગરથી બચુભાઈના કૂવા માર્ગને યોગ્ય કરાતો નથી. ઠેર ઠેર દબાણોની સમસ્યા છે. વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા ઉકેલાતી નથી.• યોગેશ ઠાકર પુનિતનગર ફાટક પાસે ટ્રાફિકની સમસ્યા છે. બ્રિજની વાતો પણ કોઈ કામગીરી થઈ નથી. વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો હેરાન થાય છે.• ચંદાબહેન યાદવ શ્યામા પ્રસાદ મુખરજીનગર વટવા ચાર માળિયામાં ગટરો ઊભરાવાની સમસ્યા વધી છે. અનેક ફરિયાદો બાદ પણ ઉકેલ આવતો નથી. બાળકો બિમાર પડે છે.• વસીમ પઠાણ નારાયણનગર પાસેનો માર્ગ છેલ્લાં કેટલાય સમયથી નવો બનાવામાં આવતો નથી. મ્યુનિ પાર્ટી પ્લોટની જાળવણી પણ યોગ્ય ન કરાતા બિનઉપયોગી બન્યો છે.• રામબાબુ કેવટ
    Click here to Read More
    Previous Article
    Aaj Ka Panchang 9 November 2026: आज सोमवती अमावस्या पर जानें पूजा का शुभ मुहूर्त, राहुकाल, तिथि और पूरे दिन का पंचांग
    Next Article
    હેડક્વાર્ટર ખાતે તમામ લાશ્કરો 24 કલાક સ્ટેન્ડબાય:તહેવારો ટાણે ફાયર બ્રિગેડનો પ્રોએક્ટિવ અભિગમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment