Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે વર્ષનું બાળક રમતાં રમતાં બેડરુમમાં લોક થઈ ગયું, VIDEO:ફાયર બ્રિગેડે દરવાજો તોડી રેસ્ક્યૂ કર્યું, વેસુના 'સેવન હેવન' લક્ઝુરિયસ એપાર્ટમેન્ટનો બનાવ

    13 hours ago

    સુરત શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલી એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં ગતરોજ એક શ્વાસ અધ્ધર કરી દે તેવી ઘટના બની હતી. રમતા-રમતા બે વર્ષનું માસૂમ બાળક બેડરૂમમાં લોક થઈ જતાં પરિવારના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, વેસુ ફાયર સ્ટેશનની ટીમે સમયસૂચકતા વાપરી બાળકને ગણતરીની મિનિટોમાં સહી-સલામત બહાર કાઢ્યું હતું. બાળક ડરના માર્યા જોરજોરથી રડવા લાગ્યું મળતી માહિતી પ્રમાણે, વેસુ વીઆઈપી રોડ પર આવેલા અતિ આધુનિક અને લક્ઝુરિયસ 'સેવન હેવન' એપાર્ટમેન્ટના આઠમા માળે એક પરિવાર રહે છે. તેમનો બે વર્ષનો પુત્ર બેડરૂમમાં રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક બેડરૂમનો દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો. પરિવારે દરવાજો ખોલવા ખૂબ પ્રયત્ન કર્યા, પરંતુ સફળતા મળી નહોતી. બીજી તરફ, અંદર એકલું અટવાયેલું બાળક ડરના માર્યા જોરજોરથી રડવા લાગતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. બાળકની મથામણ અને તેના રડવાનો અવાજ સાંભળી પરિવારજનોની ચિંતામાં પણ સતત વધારો થઈ રહ્યો હતો. ફાયર જવાને દરવાજો તોડી બાળકનું રેસ્ક્યૂ કર્યું સ્થિતિ વણસતા પરિવારે વિલંબ કર્યા વગર તુરંત સુરત ફાયર વિભાગને જાણ કરી હતી. કંટ્રોલ રૂમનો મેસેજ મળતા જ વેસુ ફાયર સ્ટેશનના ઓફિસર રોહિત ખલાસી અને તેમની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ટીમે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી તરત જ દરવાજો તોડવાની કામગીરી શરૂ કરી હતી. વ્યાવસાયિક કુશળતાનો ઉપયોગ કરી દરવાજો તોડીને બાળકને સહી-સલામત બહાર કાઢવામાં આવ્યું હતું. બાળક હેમખેમ બહાર આવી જતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો જ્યારે બાળક બહાર આવ્યું ત્યારે તે ખૂબ જ રડતી હાલતમાં હતું, જેને જોઈને પરિવારજનો ભાવુક થઈ ગયા હતા. માતા-પિતાએ બાળકને તુરંત તેડી લઈને શાંત પાડ્યું હતું. પોતાના વ્હાલસોયાને સુરક્ષિત જોઈને પરિવારે હાશકારો અનુભવ્યો હતો અને મુશ્કેલ સમયમાં દેવદૂત બનીને આવેલા ફાયર વિભાગના જવાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં સ્કાયસિટી રિવેરા ઇલાઇટ બિલ્ડિંગમાં આગ:ત્રીજા માળની આગ ચોથા સુધી પહોંચી, 15 માળમાં ધુમાડો જ ધુમાડો; મહામુસીબતે કાબૂમાં આવી
    Next Article
    ભરૂચના અંબાજી મંદિરે ચૈત્રી આઠમે ભક્તોની ભીડ ઉમટી:મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના, આરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment