Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના અંબાજી મંદિરે ચૈત્રી આઠમે ભક્તોની ભીડ ઉમટી:મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના, આરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

    12 hours ago

    ભરૂચ શહેરના દાંડિયા બજાર સ્થિત પૌરાણિક અંબાજી માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રિની આઠમ નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યા હતા, જેના કારણે મંદિરમાં દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી. આ અવસરે મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના, આરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું, અને ભક્તોએ શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શન કર્યા હતા. ચૈત્રી નવરાત્રિની આઠમના પાવન દિવસે દાંડિયા બજાર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી છવાઈ ગયો હતો. શ્રદ્ધાળુઓએ આ ધાર્મિક માહોલમાં આધ્યાત્મિક અનુભૂતિ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    બે વર્ષનું બાળક રમતાં રમતાં બેડરુમમાં લોક થઈ ગયું, VIDEO:ફાયર બ્રિગેડે દરવાજો તોડી રેસ્ક્યૂ કર્યું, વેસુના 'સેવન હેવન' લક્ઝુરિયસ એપાર્ટમેન્ટનો બનાવ
    Next Article
    કૂવામાં ખાબકેલા એક વર્ષના સિંહબાળનું દિલધડક રેસ્ક્યૂ:વન વિભાગે ખાટલો-દોરડાની મદદથી જીવ બચાવ્યો; ઈજાઓ તપાસ્યા બાદ માતા સાથે મિલન કરાવવામાં આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment