Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૂવામાં ખાબકેલા એક વર્ષના સિંહબાળનું દિલધડક રેસ્ક્યૂ:વન વિભાગે ખાટલો-દોરડાની મદદથી જીવ બચાવ્યો; ઈજાઓ તપાસ્યા બાદ માતા સાથે મિલન કરાવવામાં આવશે

    10 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ રેન્જ હેઠળ આવતાં રામપરા ગામમાં વન વિભાગની સતર્કતા અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે. પોતાની માતા સાથે ફરી રહેલું આશરે એક વર્ષનું સિંહબાળ અકસ્માતે ખુલ્લા કૂવામાં ખાબકતાં અફરાતફરી મચી હતી, પરંતુ વન વિભાગની ટીમે ગણતરીના કલાકોમાં સફળ રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડી સિંહબાળને નવજીવન આપ્યું છે. કૂવામાંથી આવતાં અવાજો સાંભળી ખેડૂતે વન વિભાગને જાણ કરી રામપરા ગામના ખેડૂત રાઠોડ સરમણ લખમણભાઈની વાડીમાં આવેલા પાણી ભરેલા કૂવામાં વહેલી સવારે એક સિંહબાળ પડી ગયું હોવાની જાણ થઈ હતી. કૂવામાંથી આવતાં અવાજો સાંભળી ખેડૂતે તુરંત વન વિભાગને જાણ કરી હતી. સવારે અંદાજે 8:00 વાગ્યે ઘટનાની જાણ થતા જ જૂનાગઢ વન વિભાગની વેરાવળ રેન્જનો સ્ટાફ, વનપાલ, વનરક્ષકો અને ટ્રેકરોની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પડકારજનક રેસ્ક્યૂ ઓપરેશન કૂવો ઊંડો અને પાણીથી ભરેલો હોવાથી રેસ્ક્યૂ કામગીરી અત્યંત પડકારજનક હતી. વન વિભાગની ટીમે સ્થાનિક સૂઝબૂઝ વાપરીને કૂવામાં ખાટલો અને દોરડા ઉતાર્યા હતા, જેથી સિંહબાળ તેના પર સહારો લઈ શકે. ખૂબ જ સાવચેતીપૂર્વક સિંહબાળને ઈજા ન થાય તે રીતે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. સમગ્ર ઓપરેશન દરમિયાન વન્યજીવ પ્રત્યેની સંવેદનશીલતા અને પ્રોફેશનલ એપ્રોચ જોવા મળ્યો હતો. સારવાર અને પુનઃ મિલનની તજવીજ સફળતાપૂર્વક બહાર કાઢ્યા બાદ, સિંહબાળને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે સીમર એનિમલ રેસ્ક્યૂ સેન્ટર (હોસ્પિટલ) ખાતે ખસેડવામાં આવ્યું છે. વેટરનરી ડોક્ટરો દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, સિંહબાળ હાલ સ્થિર છે. તેની ઈજાઓ તપાસ્યા બાદ અને તે સંપૂર્ણ સ્વસ્થ જણાશે એટલે તેને ફરીથી તેની માતા (સિંહણ) સાથે મિલન કરાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. ખુલ્લા કૂવાઓ હજુ પણ જોખમી આ ઘટનાએ ફરી એકવાર ગીરના સરહદી વિસ્તારોમાં આવેલા ખુલ્લા કૂવાઓનો પ્રશ્ન ગંભીર બનાવ્યો છે. સિંહોની વધતી સંખ્યા વચ્ચે ખેતરોમાં આવેલા ખુલ્લા કૂવા વન્યજીવો માટે મોતનો ફાંદ સાબિત થઈ રહ્યા છે. જોકે, વન વિભાગની સમયસૂચકતાને કારણે આજે એક મોટી દુર્ઘટના ટળી છે, જેની ગ્રામજનોએ પણ મુક્તકંઠે પ્રશંસા કરી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચના અંબાજી મંદિરે ચૈત્રી આઠમે ભક્તોની ભીડ ઉમટી:મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના, આરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
    Next Article
    14 વર્ષીય સગીરા પર છેલ્લા છ મહિનાથી ગેંગરેપ:માનસિક વિકલાંગતાના કારણે ઘરેથી નીકળી જતી, 6 શખ્સો અલગ-અલગ સ્થળોએ લઈ જઈને દુષ્કર્મ આચરતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment