Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    14 વર્ષીય સગીરા પર છેલ્લા છ મહિનાથી ગેંગરેપ:માનસિક વિકલાંગતાના કારણે ઘરેથી નીકળી જતી, 6 શખ્સો અલગ-અલગ સ્થળોએ લઈ જઈને દુષ્કર્મ આચરતા

    10 hours ago

    ગઢડા તાલુકાના એક ગામમાં 14 વર્ષીય સગીરા પર ગેંગરેપની ચોંકાવનારી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માનસિક રીતે અસ્વસ્થ સગીરાની લાચારીનો લાભ ઉઠાવી નવ નરાધમોએ છેલ્લા છ મહિનાથી તેનું શારીરિક શોષણ કર્યું હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે. આરોપીઓએ સગીરાની પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવ્યો પોલીસ ફરિયાદ અને પ્રાથમિક તપાસ મુજબ, ભોગ બનનાર સગીરા માનસિક તકલીફના કારણે અવારનવાર ઘરેથી નીકળી જતી હતી. આરોપીઓએ આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવ્યો હતો, આરોપીઓએ સગીરાને પટાવી-ફોસલાવી અને ખોટી સહાનુભૂતિ બતાવી પોતાની જાળમાં ફસાવી હતી. છ મહિનાથી દુષ્કર્મ છેલ્લા છ મહિનાથી 23 માર્ચ, 2026 સુધી આ ક્રૂર કૃત્ય ચાલતું રહ્યું હતું. આ દરમિયાન નવ આરોપીઓ સગીરાને જુદા જુદા સ્થળોએ લઈ જઈને તેની પર દુષ્કર્મ આચરતા હતા. નવ આરોપી સામે કાર્યવાહી ગઢડા પોલીસે આ મામલે ગુનો નોંધી નવે-નવ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ સામે નીચે મુજબની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં ભારતીય ન્યાય સંહિતા (BNS): કલમ 64(2)(i), 75(2), અને 70(2) (ગેંગરેપ અને ગંભીર અપરાધ). અને પોક્સો (POCSO) એક્ટ: કલમ 3(a), 4, 5(g), 7, 8, 9, 11(6), અને 17.નો સમાવેશ થાય છે જઘન્ય કહી શકાય તેવી આ નિદર્યી ગેંગરેપની ઘટનામાં ઘૂલી નાગરભાઈ રાઠોડ, સુરેશ નાગરભાઈ રાઠોડ, શોયબ ચૌહાણ, ઉર્વેશ ધોરપાડે,અલ્પેશ મહેતા,આકાશ પરમાર,અજય મારુ, હમીર ડાંગર અને પીન્ટુ પઢિયારના નામ સામે આવ્યા છે સામાજિક પ્રત્યાઘાત અને માંગ આ ઘટનાને પગલે સુરતના પાટીદાર આગેવાન વિજય માંગુકિયાએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ઘટનાને સમાજ માટે 'કલંકિત' ગણાવી સરકાર પાસે માંગ કરી છે કે,"આરોપીઓને એવી કડક સજા થવી જોઈએ કે સમાજમાં કાયદાનો ડર ઊભો થાય. તમામ નરાધમોનો જાહેરમાં વરઘોડો કાઢી તેમને દાખલારૂપ સજા કરવામાં આવે." ગઢડા પોલીસ હાલ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે અને પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ પણ વાંચો ઉમરપાડામાં ચાર નરાધમોએ સગીરા પર કર્યો ગેંગરેપ 11 દિવસ પહેલા સુરત જિલ્લામાં હચમચાવી દે તેવી ઘટના સામે આવી હતી.ઉમરપાડા તાલુકામાં લગ્ન પ્રસંગમાં આવેલી એક સગીરાને ચાર નરાધમોએ પોતાની હવસનો શિકાર બનાવી સામૂહિક દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે ગુનો નોંધી એક સગીર સહિત ચારેય આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી લીધા હતા. (સંપૂર્ણ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    કૂવામાં ખાબકેલા એક વર્ષના સિંહબાળનું દિલધડક રેસ્ક્યૂ:વન વિભાગે ખાટલો-દોરડાની મદદથી જીવ બચાવ્યો; ઈજાઓ તપાસ્યા બાદ માતા સાથે મિલન કરાવવામાં આવશે
    Next Article
    ‘I am not a Bhatt’: Mohit Suri breaks silence on rumored film with Ranbir Kapoor and his ‘outsider’ journey

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment