Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતની પાયલ મુંજપરાને દિલ્હીથી આમંત્રણ:15 ઓગસ્ટે દિલ્હીમાં વડાપ્રધાનના સંબોધન સમયે અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે; સૌરઉર્જા ક્ષેત્રમાં સમર્પણથી આગવી ઓળખ ઊભી કરી

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામની પાયલ મુંજપરા 15 ઓગસ્ટના રોજ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે યોજાનારા સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રીય સમારોહમાં 'વિશેષ અતિથિ' તરીકે ઉપસ્થિત રહેશે. સૂર્યઊર્જાના ક્ષેત્રમાં તેમના સમર્પિત કાર્યથી તેમણે રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઊભી કરી છે. ભારત સરકારના 'જન ભાગીદારી' અભિગમ હેઠળ દેશના ખૂણે-ખૂણેથી સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપનાર નાગરિકોને સન્માનિત કરવાના ભાગરૂપે પાયલને આ આમંત્રણ મળ્યું છે. લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તિરંગો ફરકાવી રાષ્ટ્રને સંબોધિત કરશે, તે ઐતિહાસિક ક્ષણની પાયલ સાક્ષી બનશે અને સુરેન્દ્રનગર તથા ગુજરાતનું ગૌરવ વધારશે. સામાન્ય ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતી પાયલને બાળપણથી જ દેશોપયોગી કાર્ય કરવાની તમન્ના હતી. શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે પરંપરાગત વ્યવસાયોને બદલે 'સેવા' (SEWA) સંગઠન સાથે જોડાઈને સોલર એનર્જી ક્ષેત્રમાં પ્રોફેશનલ તાલીમ મેળવી. સોલર પીવી ટેકનિશિયન તરીકેની તાલીમ પૂર્ણ કરીને આજે પાયલ સોલર પેનલ ઇન્સ્ટોલેશન, ફિટિંગ, વાયરિંગ અને મેન્ટેનન્સ જેવા જટિલ ટેકનિકલ કામોમાં નિપુણતા ધરાવે છે. તેમણે પુરુષપ્રધાન ટેકનિકલ ક્ષેત્રમાં પોતાની કાર્યકુશળતાથી એક નવી ઓળખ ઊભી કરી છે. આ ઉપરાંત, તે ગ્રામીણ યુવતીઓ અને મહિલાઓને કૌશલ્ય વિકાસ, રોજગાર અને આત્મનિર્ભરતા અંગે પણ જાગૃત કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા બાર એસોસિએશનની હડતાળ:ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્રના વિરોધમાં અચોક્કસ મુદતની હડતાળ, કોર્ટના ગેટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું, A-4 સાઇઝના પેપર અરજીઓ દાખલ કરવાનો વિરોધ
    Next Article
    Opinion: Opinion | Bankipur, And Why The Most Dangerous Voter Is The One Who Thinks Again

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment