Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા બાર એસોસિએશનની હડતાળ:ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્રના વિરોધમાં અચોક્કસ મુદતની હડતાળ, કોર્ટના ગેટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું, A-4 સાઇઝના પેપર અરજીઓ દાખલ કરવાનો વિરોધ

    2 days ago

    ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલા નવા પરિપત્રના વિરોધમાં વડોદરા બાર એસોસિએશને આજથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી છે. વિરોધના ભાગરૂપે કોર્ટના મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા તેમજ વકીલો અને અરજદારોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બાર એસોસિએશને પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે અથવા તેમાં જરૂરી સુધારા નહીં કરવામાં આવે ત્યાં સુધી કોર્ટની કામગીરીથી દૂર રહેવાનો નિર્ણય જાહેર કર્યો છે. ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્રને લઈને વડોદરા બાર એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. બુધવારે બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોએ કોર્ટના મુખ્ય પ્રવેશદ્વાર બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન વકીલો તેમજ અરજદારોના કોર્ટમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હાઈકોર્ટના નવા પરિપત્ર મુજબ હવે તમામ અરજીઓ અને દસ્તાવેજો A4 સાઇઝના કાગળ પર જ તૈયાર કરવા ફરજિયાત રહેશે. આ ઉપરાંત ડાબી અને જમણી બાજુ 4-4 સેન્ટીમીટર તથા ઉપર અને નીચે 2-2 સેન્ટીમીટર માર્જિન રાખવા સાથે નિર્ધારિત ફૉન્ટ અને લિપીનો ઉપયોગ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. વકીલોના જણાવ્યા મુજબ નવી વ્યવસ્થા અમલમાં આવવાથી કાગળનો મોટો ભાગ ખાલી રહેશે, જેના કારણે દસ્તાવેજોના વધુ પાનાંનો ઉપયોગ કરવો પડશે. પરિણામે ટાઇપિંગ, પ્રિન્ટિંગ અને દસ્તાવેજોની તૈયારીનો ખર્ચ વધશે, જેનો સીધો આર્થિક બોજ અરજદારો પર પડશે. ઉપરાંત વર્ષોથી અમલમાં રહેલા ફોર્મેટમાં કામ કરતા વકીલોને નવી પદ્ધતિ અપનાવવામાં પણ વ્યવહારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. વડોદરા બાર એસોસિએશને સ્પષ્ટ જણાવ્યું છે કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે અથવા તેમાં જરૂરી ફેરફારો નહીં કરવામાં આવે ત્યાં સુધી વકીલો કોર્ટની તમામ કામગીરીથી દૂર રહેશે અને અચોક્કસ મુદતની હડતાળ યથાવત રાખશે. હડતાળને કારણે કોર્ટની નિયમિત કામગીરી પર સીધી અસર જોવા મળી રહી છે અને અરજદારોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    માત્ર 500માં ગણેશજીની 1 ફૂટની મૂર્તિ મળશે:મનપા અને સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળની ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ માટે અનોખી પહેલ, QR કોડ દ્વારા રજિસ્ટ્રેશન કરાવનાર 10,000ને મળશે લાભ
    Next Article
    ગુજરાતની પાયલ મુંજપરાને દિલ્હીથી આમંત્રણ:15 ઓગસ્ટે દિલ્હીમાં વડાપ્રધાનના સંબોધન સમયે અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે; સૌરઉર્જા ક્ષેત્રમાં સમર્પણથી આગવી ઓળખ ઊભી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment